T-20 લીગ: RCBના સપનાઓને SRHના વિલિયમસનની ફીફટીએ રોળી દીધુ, હૈદરાબાદ ક્વોલીફાયર મેચમાં પહોંચ્યુ

T-20 લીગ: RCBના સપનાઓને SRHના વિલિયમસનની ફીફટીએ રોળી દીધુ, હૈદરાબાદ ક્વોલીફાયર મેચમાં પહોંચ્યુ

ટી-20 લીગની 13મી સિઝનની એલિમિનેટર મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ હતી. અબુધાબીના મેદાન પર રમાઈ રહેલી આ મેચમાં હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નરે ટોસ જીતીને પ્રથમ બોલીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ડીવિલીયર્સની ફીફીટી સાથે બેંગ્લોરની ટીમ 20 ઓવરના અંતે સાત વિકેટ ગુમાવીને 131 રન કર્યા હતા. જેના જવાબમાં હૈદરાબાદની ટીમે પણ પીછો […]

Avnish Goswami

| Edited By: Kunjan Shukal

Nov 06, 2020 | 11:25 PM

ટી-20 લીગની 13મી સિઝનની એલિમિનેટર મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ હતી. અબુધાબીના મેદાન પર રમાઈ રહેલી આ મેચમાં હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નરે ટોસ જીતીને પ્રથમ બોલીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ડીવિલીયર્સની ફીફીટી સાથે બેંગ્લોરની ટીમ 20 ઓવરના અંતે સાત વિકેટ ગુમાવીને 131 રન કર્યા હતા. જેના જવાબમાં હૈદરાબાદની ટીમે પણ પીછો કરવો મુશ્કેલ બન્યો હતો. જો કે કેન વિલિયમસન અણનમ અડધીસદી સાથે અંતમાં રોમાંચકતા સાથે હૈદરાબાદે 19.4 ઓવરમાં 132 રન કરીને છ વિકેટથી મેચને જીતી લીધી હતી. સાથે જ બેંગ્લોરના ટાઈટલના સપનાઓ રોળાઈ ગયા હતા.

   T20 league RCB na sapnao ne SRH na willamsan ni fifty e rodi didhu SRH qualifiyar match ma pohchyu

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સનરાઈઝર્સ હૈદરાબાદની બેટીંગ

બે વર્ષ મોકો મળ્યા બાદ પણ ઓપનર તરીકે આવેલા શ્રીવત્સ ગોસ્વામી આજે તેનો મોકો ઝડપી શક્યો નહોતો, તે પ્રથમ વિકેટના સ્વરુપમાં જ શુન્ય રન પર આઉટ થયો હતો. કેપ્ટન ડેવિડ વોર્નર પણ 17 રન જોડીને ટીમની બીજી વિકેટના સ્વરુપમાં આઉટ થયો હતો. જોકે મનિષ પાંડે પણ રમત મક્કમતાથી આગળ વધારી રહ્યો હતો. પરંતુ તે પણ 24 રન જોડીને ઝમ્પાના બોલ પર આઉટ થયો હતો. પ્રિયમ ગર્ગ સાત રન કરીને વિકેટ ગુમાવી દીધો હતો. કેન વિલિયમસને 44 બોલમાં 50 રન અણનમ કરીને ટીમને મુશ્કેલીમાંથી ઉગારીને જીત સુધી પહોંચાડતો મહત્વની રમત રમી હતી. જેસેન હોલ્ડરે તેને સાથ આપ્યો હતો, હોલ્ડરે 20 બોલમાં 24 રન કર્યા હતા.

T20 league RCB na sapnao ne SRH na willamsan ni fifty e rodi didhu SRH qualifiyar match ma pohchyu

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની બોલીંગ

બેંગ્લોરના બોલરોના હાથમાં મેચને બચાવનો વારો હતો. બોલરોએ આ માટે બોલીંગ પણ પુરી તાકાત સાથે કરીને ટુર્નામેન્ટમાં ટકી રહેવા માટે પ્રયાસ કર્યો હતો. જોકે વિકેટોને સમયાંતરે ઝડપવામાં સફળ થઈ શક્યા નહોતા. જોકે બોલરોએ શરુઆતમાં વિકેટોને ઝડપતા હૈદરાબાદને દબાણ હેઠળ લાવી દીધુ હતુ. મહંમદ સિરાજે ચાર ઓવરમાં 28 રન આપીને બે વિકેટ ઝડપી હતી. જ્યારે એડમ ઝંપાએ ચાર ઓવરમાં માત્ર 12 રન આપીને એક વિકેટ ઝડપી હતી. યુઝવેન્દ્ર ચહલે ચાર ઓવરમાં 24 રન આપીને એક વિકેટ ઝડપી હતી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

T20 league RCB na sapnao ne SRH na willamsan ni fifty e rodi didhu SRH qualifiyar match ma pohchyu

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની બેટીંગ

ટોસ હારીને ક્રિઝ પર બેટીંગ કરવા માટે આવેલી ટીમ બેંગ્લોરના ધુરંધરો જ અસફળ રહ્યા હતાં. આજે અત્યંત મહત્વની આ મેચમાં પ્રથમ વિકેટ કેપ્ટન વિરાટ કોહલીના સ્વરુપમાં ગુમાવી હતી. કોહલી છ રન બનાવીને જેસન હોલ્ડરના બોલ પર શ્રીવત્સ ગોસ્વામીના હાથે કેચ આઉટ થયો હતો. કોહલી સિઝનમાં પહેલીવાર ઓપનરની ભૂમીકામાં મેદાન પર આવ્યો હતો અને તે નિષ્ફળ રહ્યો હતો. બીજી વિકેટ પણ જેસન હોલ્ડરે દેવદત્ત પડિક્કલના સ્વરુપમાં ઝડપી લેતા બેંગ્લોર પર મુશ્કેલી ઘેરાઈ ગઈ હતી. આરોન ફીંચ પણ 30 બોલમાં 32 રન કરીને ત્રીજી વિકેટ તરીકે આઉટ થયો હતો. બાદમાં મધ્યક્રમમાં ધુંઆધાર બેટ્સમેન ગણાતા એબી ડિવિલીયર્સે બાજી હાથમાં લેતા અડધીસદી લગાવી ટીમના સ્કોરને આગળ વધારવા પ્રયાસ કર્યો હતો. જોકે ડિવિલીયર્સે 43 બોલમાં 56 કર્યા હતા, જે નટરાજનના બોલ પર ક્લીન બોલ્ડ થયો હતો. આ દરમ્યાન જોકે બીજા છેડે મોઈન અલી શુન્ય અને શિવન દુબે આઠ રન પર આઉટ થતા ટીમે 99 રના સ્કોર પર પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. વોશિંગ્ટન સુંદર 5 રન પર આઉટ થયો હતો. નવદિપ સૈની 9 રન અને મહમંદ સિરાજ 10 રન કરીને અણનમ રહ્યા હતા.

T20 league RCB na sapnao ne SRH na willamsan ni fifty e rodi didhu SRH qualifiyar match ma pohchyu

સનઇરાઇઝર્સ હૈદરાબાદની બોલીંગ

સનરાઈઝર્સ હૈદરાબાદે તેના બોલરો પરનો ભરોસો ખરો ઉતરતો રહ્યો છે. તેના બોલરોએ આજે પણ કમાલ કરતી શરુઆત કરી હતી. કોહલી અને પડીક્કલ જેવી મહત્વની વિકેટોને ઝડપથી પેવેલીયન મોકલવામાં સફળ રહ્યા હતા. આમ રનને લઈને બેંગ્લોર પર હૈદરાબાદના બોલરોએ દબાણ સર્જી દીધુ હતુ, જેસન હોલ્ડરે બેંગ્લોરને ભીંસમાં લેતી બોલીંગ કરીને ચાર ઓવરમાં 25 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. નટરાજને પણ બે મહત્વની વિકેટ ઝડપી હતી. શાહબાઝ નવાઝે ચાર ઓવરમાં 30 રન આપીને એક વિકેટ ઝડપી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati