T-20 લીગ: બેંગ્લોર મોટો સ્કોર કરવામાં અસફળ, 7 વિકેટ ગુમાવી 152 રન કર્યા, નોર્ત્ઝેની 3 વિકેટ

|

Nov 02, 2020 | 9:17 PM

ટી-20 લીગની 13મી સિઝનની 55મી મેચ અબુધાબીમાં રમાઈ રહી છે. દિલ્હી કેપીટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ રહેલી આ મેચમાં ટીમ દિલ્હીએ ટોસ જીત્યો હતો. દિલ્હીએ બેંગ્લોરને પ્રથમ બેટીંગ માટે મેદાનમાં ઉતાર્યુ હતુ. બેંગ્લોરે સારી શરુઆત કરી હતી, પરંતુ તેને મોટા સ્કોરમાં પરીવર્તીત કરવામાં સફળ રહ્યુ નહોતુ. બેંગ્લોરની ટીમ પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરના […]

T-20 લીગ: બેંગ્લોર મોટો સ્કોર કરવામાં અસફળ, 7 વિકેટ ગુમાવી 152 રન કર્યા, નોર્ત્ઝેની 3 વિકેટ

Follow us on

ટી-20 લીગની 13મી સિઝનની 55મી મેચ અબુધાબીમાં રમાઈ રહી છે. દિલ્હી કેપીટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ રહેલી આ મેચમાં ટીમ દિલ્હીએ ટોસ જીત્યો હતો. દિલ્હીએ બેંગ્લોરને પ્રથમ બેટીંગ માટે મેદાનમાં ઉતાર્યુ હતુ. બેંગ્લોરે સારી શરુઆત કરી હતી, પરંતુ તેને મોટા સ્કોરમાં પરીવર્તીત કરવામાં સફળ રહ્યુ નહોતુ. બેંગ્લોરની ટીમ પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરના અંતે સાત વિકેટ ગુમાવીને 152 રન કર્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની બેટીંગ

ટોસ હારીને બેટીંગ કરવા માટે મેદાનમાં આવેલી બેંગ્લોરની ટીમના ઓપનરો દેવદત્ત પડીકકલ અને જોશ ફિલીપી શરુઆત કરી હતી. 12 રનના વ્યક્તિગત સ્કોર પર ફીલીપ આઉટ થયો હતો. ત્યારબાદ કેપ્ટન વિરાટ કોહલી અને પડીકકલે 50 રનની ભાગીદારી કરીને ઈનીંગને સંભાળી હતી. જોકે કોહલી પણ 29 રન જોડીને આઉટ થયો હતો. પડીકકલે ટીમના સ્કોરને આગળ વધારતા પોતાની 5મી અડધીસદી  લગાવી હતી અને નોર્તઝેના બોલ પર ક્લીન બોલ્ડ થયો હતો. ક્રિસ મોરિસ શુન્ય રન પર જ આઉટ થયો હતો. એબી ડિવીલીયર્સે અંતમાં સ્કોર બોર્ડને ઝડપથી આગળ વધારતી બેટીંગ કરવા પ્રયાસ કર્યો હતો. તેણે બે છગ્ગા લગાવી 21 બોલમાં 35 રન કર્યા હતા. પરંતુ તે રન આઉટ થયો હતો. શિવમ દુબે પણ ઝડપથી રમવાના ચક્કરમાં 17 રન કરીને આઉટ થયો હતો. ઈસુરુ ઉડાના ચાર રન કરીને આઉટ થયો હતો. વોશિગ્ટન સુંદર શુન્ય અને શાહાઝ અહેમદ એક રન સાથે અણનમ રહ્યા હતા.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

દિલ્હી કેપીટલ્સની બોલીંગ

દિલ્હીના બોલરોએ આજે સારો દેખાવ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે શરુઆતથી જ બેંગ્લોર પર દબાણ સર્જવા માટે સતત પ્રયાસ કર્યો હતો. એનરીચ નોંર્ત્ઝેએ ચાર ઓવરમાં 33 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. કાગીસો રબાડાએ ચાર ઓવરમાં 30 રન આપીને બે વિકેટ ઝડપી હતી. રવિચંદ્રન અશ્વિને 4.50 ઈકોનોમી સાથે ઓવર કરી હતી. તેણે ચાર ઓવરમાં 18 રન આપીને એક વિકેટ ઝડપી હતી. અક્ષર પટેલે ચાર ઓવરમાં 30 રન આપ્યા હતા, જોકે તે વિકેટ ઝડપવામાં સફળ રહી શક્યો નહોતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article