T-20 લીગ: મુંબઈ સામે બેંગ્લોરે દેવદત્તની શાનદાર ફિફીટી સાથે 164 રન કર્યા, બુમરાહની 3 વિકેટ

|

Oct 28, 2020 | 9:19 PM

ટી-20 લીગની 13મી સિઝનની 48મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે યોજાઈ. અબુધાબીમાં રમાઈ રહેલી આ મેચમાં મુંબઈએ ટોસ જીતીને બોલીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આજે રોહિત શર્મા ત્રીજી મેચમાં ઈજાને લઈ મેદાનની બહાર રહ્યો હતો. આમ રોહિત શર્માને બદલે કિરોન પોલાર્ડે મેચની આગેવાની સંભાળી છે. ઓપનર પડીકકલે શાનદાર અડધીસદી સાથે 45 બોલમાં […]

T-20 લીગ: મુંબઈ સામે બેંગ્લોરે દેવદત્તની શાનદાર ફિફીટી સાથે 164 રન કર્યા, બુમરાહની 3 વિકેટ

Follow us on

ટી-20 લીગની 13મી સિઝનની 48મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે યોજાઈ. અબુધાબીમાં રમાઈ રહેલી આ મેચમાં મુંબઈએ ટોસ જીતીને બોલીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આજે રોહિત શર્મા ત્રીજી મેચમાં ઈજાને લઈ મેદાનની બહાર રહ્યો હતો. આમ રોહિત શર્માને બદલે કિરોન પોલાર્ડે મેચની આગેવાની સંભાળી છે. ઓપનર પડીકકલે શાનદાર અડધીસદી સાથે 45 બોલમાં 74 રન કર્યા હતા. ટીમ બેંગ્લોરે પ્રથમ બેટીંગ કરતા છ વિકેટ ગુમાવીને 164 રનનો સ્કોર મુંબઈ સામે કર્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

બેંગ્લોરની બેટીંગ

ટોસ હારીને બેટીંગ માટે ક્રિઝ પર પહોંચેલી બેંગ્લોરની ટીમે સારી શરુઆત કરી હતી. દેવદત્ત પડિક્કલ અને જોશ ફીલીપે સારી શરુઆત કરી હતી. બંનેએ પાવર પ્લેમાં વિકેટ ગુમાવ્યા વિના જ 54 રન કરી લીધા હતા. પડિક્કલે 45 બોલમાં 74 રનની પારી રમી હતી. જોકે ટીમના 73 રનના સ્કોર પર ફિલિપે વ્યક્તિગત રીતે 33 રન બનાવીને આઉટ થયો હતો. જોશ ફીલીપની ટીમમાં આજે વાપસી થઈ હતી. કેપ્ટન વિરાટ કોહલીએ 14 બોલમાં 09 રન બનાવીને બુમરાહનો શિકાર બન્યો હતો. જ્યારે એબી ડિવિલિયર્સ પોલાર્ડનો શિકાર 15 રન જોડીને થયો હતો. શિવમ દુબે 2 રન અને ક્રિસ મોરીસ 4 રન કરીને વિકેટ ગુમાવી બેઠા હતા. આમ મીડલ ઓર્ડર આજે નિષ્ફળ રહેતા બેંગ્લોરે ધાર્યા સ્કોરની યોજનાથી મર્યાદીત રહેવુ પડ્યુ હતુ. ગુરુક્રિત માન 14 અને વોશિંગ્ટન સુંદરે 10 રન કરીને અણનમ રહ્યા હતા.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

મુંબઇની બોલીંગ

જસપ્રિત બુમરાહે 4 ઓવરમાં માત્ર 14 રન ગુમાવીને બેંગ્લોરની ત્રણ વિકેટ ઝડપી હતી. બુમરાહે આજે પ્રભાવશાળી બોલીંગ કરી હતી. રોહિત શર્માની ગેરહાજરીમાં કેપ્ટન કિરોન પોલાર્ડે એક ઓવર નાંખીને 5 રન આપી એક વિકેટ ઝડપી હતી. રાહુલ ચહર અને જેમ્સ પૈટીસન સિવાયના બોલરોએ આજે કરકસર ભરી બોલીંગ કરી હતી. રાહુલે 4 ઓવરમાં 43 રન ગુમાવ્યા હતા અને એક વિકેટ ઝડપી હતી. જ્યારે પૈટીસન્સે ત્રણ ઓવરમાં 35 રન આપ્યા હતા. કૃણાલ પંડ્યાએ ચાર ઓવરમાં 27 રન આપ્યા  હતા, જોકે તેને વિકેટ મળી શકી નહોતી. ટ્રેન્ટ બોલ્ટે ચાર ઓવરમાં 40 રન ગુમાવીને એક એક વિકેટ ઝડપી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article