T-20 લીગ: મનિષ અને વિજયની ફિફ્ટીને લઈ સનરાઈઝર્સની 8 વિકેટે શાનદાર જીત, રાજસ્થાનના જોફ્રા આર્ચરે બે વિકેટ ઝડપી

|

Oct 22, 2020 | 11:15 PM

રાજસ્થાન રોયલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે આજે મેચ યોજાઇ. દુબઇના આંતરરાષ્ટ્રીય સ્ટેડીયમ પર ટી-20 લીગની 40મી મેચ રમાઈ. જેમાં રાજસ્થાન રોયલ્સે હાર સહન કરવી પડી હતી. મેચમાં હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નરે ટોસ જીતીને પહેલા બોલીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમે છ વિકેટે 154 રનનો સ્કોર ખડક્યો હતો. જેના જવાબમાં સનરાઈઝર્સ હૈદરાબાદે 18.1 ઓવરમાં જ 156 […]

T-20 લીગ: મનિષ અને વિજયની ફિફ્ટીને લઈ સનરાઈઝર્સની 8 વિકેટે શાનદાર જીત, રાજસ્થાનના જોફ્રા આર્ચરે બે વિકેટ ઝડપી

Follow us on

રાજસ્થાન રોયલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે આજે મેચ યોજાઇ. દુબઇના આંતરરાષ્ટ્રીય સ્ટેડીયમ પર ટી-20 લીગની 40મી મેચ રમાઈ. જેમાં રાજસ્થાન રોયલ્સે હાર સહન કરવી પડી હતી. મેચમાં હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નરે ટોસ જીતીને પહેલા બોલીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમે છ વિકેટે 154 રનનો સ્કોર ખડક્યો હતો. જેના જવાબમાં સનરાઈઝર્સ હૈદરાબાદે 18.1 ઓવરમાં જ 156 રન કરીને જીત મેળવી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

સનરાઇઝર્સ હૈદરાબાદની બેટીંગ

મનિષ પાંડે અને વિજય શંકરની જોડીએ સુંદર રમત દાખવતા હૈદરાબાદને જે જોઈતુ હતુ તે પરીણામ જીતના સ્વરુપનું મળી શક્યુ હતુ. શરુઆતમાં બંને ઓપનર ચાર અને 16 રનના ટીમના સ્કોર પર જ પેવેલીયન પરત ફર્યા હતા. જોકે બાદમાં મનિષ અને વિજયે બાજી સંભાળી લીધી હતી, બંનેએ અડધીસદી ફટકારી હતી. મનિષ પાંડેએ 47 બોલમાં 83 રનની ધુંઆધાર બેટીંગ કરી હતી. જ્યારે વિજય શંકરે 52 રન કર્યા હતા. બંનેએ અંત સુધી અણનમ રહીને ટીમને અંતિમ ઓવર પહેલા જ લક્ષ્યાંક પાર કરાવી દીધો હતો.

રાજસ્થાનની બોલીંગ

આજે રાજસ્થાનની બોલીંગના આક્રમણમાં ધાર જોવા મળી નહોતી, પહેલી ઈનીંગમાં મધ્યમક્રમના બેટ્સમેનોએ દમ ના દેખાડ્યો હતો, તો વળતા જવાબમાં બોલરોનું આક્રમણ પણ જોફ્રા આર્ચરને બાદ કરતા નબળુ રહ્યુ હતુ. જોફ્રા આર્ચરે શરુઆતમાં વિકેટો ઓપનરોની ઝડપથી ઝડપી લીધી હતી, પરંતુ બાકીના બોલરોએ તેને સાથ નહી પુરાવતા હારની સ્થિતી સહન કરવી પડી હતી. જોફ્રા આર્ચરે ચાર ઓવરમાં 21 રન આપીને બે વિકેટ ઝડપી હતી. કાર્તિક ત્યાગીએ 13.30ની ઈકોનોમીથી રન આપીને 3.1 ઓવર કરી હતી.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રાજસ્થાન રોયલ્સની બેટીંગ

ઓપનર તરીકે રોબીન ઉથપ્પાએ આજે તેના 2000 રન પુરા કર્યા હતા. જોકે ઉથપ્પા 19 રન કરીને રન આઉટ થયો હતો. સંજુ સેમસનના સ્વરુપમાં ટીમે બીજી વિકેટ ગુમાવી હતી. તેને 26 બોલમાં 32 રન કર્યા હતા. બેન સ્ટોક પણ આજે 32 બોલમાં 30 રન કરીને આઉટ થયો હતો. જોસ બટલર પણ આજે ઝાઝુ પીચ પર ટકવામાં સફળ નિવડ્યો નહોતો. તેણે નવ રન બનાવીને વિકેટ ગુમાવી હતી. કેપ્ટન સ્મિથે 19 રન જોડ્યા હતા. જ્યારે રીયાન પરાગ ઝડપી રમવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે હોલ્ડરનો શિકાર બન્યો  હતો. તેણે 12 બોલમાં એક છગ્ગા સાથે 20 રન કર્યા હતા. જોફ્રા આર્ચરે સાત બોલમાં 16 રન કર્યા હતા. તેમે અંતિમ બોલ પર છગ્ગો લગાવ્યો હતો. તેવટીયા બે રન કરીને અણનમ રહ્યો હતો.

સનરાઇઝર્સ હૈદરાબાદની બોલીંગ

જેસન હોલ્ડર આજે હૈદરાબાદનો સફળ બોલર રહ્યો હતો. તેણે ચાર ઓવરમાં 33 રન આપીને ત્રણ મહત્વની વિકેટ ઝડપી લીધી હતી. વિજય શંકરે પણ એક વિકેટ ઝડપી હતી, પરંતુ કરકસર ભરી બોલીંગ કરીને ત્રણ ઓવરમાં માત્ર 15 રન ગુમાવ્ચા હતા. રાશિદ ખાને પણ કરકસર ભરી બોલીંગ કરીને ચાર ઓવરમાં 20 રન આપીને એક વિકેટ ઝડપી હતી. યોર્કર માસ્ટર તરીકે ઓળખ મેળવનાર ટી નટરાજન આજે ટીમ માટે ખર્ચાળ બોલર સાબિત થયો હતો. જેણે ટીમમાં સૌથી વધુ ઇકોનોમીથી રન ગુમાવ્યા હતા. તેણે એક પણ વિકેટ ઝડપ્યા વિના જ ચાર ઓવરમાં 46 રન ખર્ચ્યા હતા.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article