T-20 લીગ: મહત્વની મેચમાં જ ચેન્નાઈનો બેટીંગ ઓર્ડર ફસકતા રાજસ્થાનને જીતવા માટે 126 રનનું સરળ લક્ષ્યાંક, જાડેજાના અણનમ 35 રન

|

Oct 19, 2020 | 9:29 PM

ટી-20 લીગની 37મી મેચ અબુધાબા શેખ ઝાયદ સ્ટેડીયમ ખાતે મેચ રમાઈ રહી છે. ચેન્નાઇ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ રમાઇ રહી છે. બંને એ મેચને જીતવી જરુરી હોઈ આજની મેચ બંને માટે મહત્વની મનાઇ રહી છે. ચેન્નાઇ સુપર કિંગ્સે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરતા, 20 ઓવરના અંતે પાંચ વિકેટ ગુમાવીને 125 રન કર્યા […]

T-20 લીગ: મહત્વની મેચમાં જ ચેન્નાઈનો બેટીંગ ઓર્ડર ફસકતા રાજસ્થાનને જીતવા માટે 126 રનનું સરળ લક્ષ્યાંક, જાડેજાના અણનમ 35 રન

Follow us on

ટી-20 લીગની 37મી મેચ અબુધાબા શેખ ઝાયદ સ્ટેડીયમ ખાતે મેચ રમાઈ રહી છે. ચેન્નાઇ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ રમાઇ રહી છે. બંને એ મેચને જીતવી જરુરી હોઈ આજની મેચ બંને માટે મહત્વની મનાઇ રહી છે. ચેન્નાઇ સુપર કિંગ્સે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરતા, 20 ઓવરના અંતે પાંચ વિકેટ ગુમાવીને 125 રન કર્યા હતા. મેચમાં આજે તેના ટોચના મહત્વના ખેલાડીઓ નિષ્ફળ નિવડતા ધીમી રન રેટથી આસાન સ્કોર રાજસ્થાન સામે મુક્યો હતો. રાજસ્થાન તરફથી ગોપાલ, તેવટીયા અને જોફ્રા આર્ચરની બોલીંગ કસીને કરાયેલ પ્રદર્શનના રુપમાં જોવા મળી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

 

ચેન્નાઇની બેટીંગ

એક સમયે બેટીંગમાં મજબુત મનાતી ચેન્નાઈની હાલત સિઝનમાં ખુબ ખરાબ તબક્કાની રહી છે. પ્રથમ દાવ લેતા ચેન્નાઇએ બેટીંગ શરુ કરી હતી. પરંતુ 56 રનના સ્કોર સુધીમાં જ ચાર વિકેટ ગુમાવી લીધી હતી, પ્રથમ વિકેટ 13 રનના સ્કોર પર ફાફ ડુ પ્લેસિસ અને 26 રનના સ્કોર પર શેન વોટસન, સેમ કરન 53 રનના સ્કોર પર વિકેટ ગુમાવી હતી, અંબાતી રાયડુ પણ ટીમના 56 રન ના સ્કોર પર આઉટ થયો હતો. ઓપનર કરને 22, પ્લેસીસે 10, વોટ્સને 08, રાયડુએ 13 અને કેપ્ટન ધોનીએ 28 રન કર્યા હતા.રવિન્દ્ જાડેજાએ સૌથી વધુ 35 રન કરીને અણનમ રહ્યો હતો. ટીમે માત્ર પાંચ વિકેટ ગુમાવવા છતાં પણ અંતિમ ઓવરમાં આક્રમકતા દર્શાવી નહીં શકતા એક આસાન લક્ષ્યાંક ચેન્નાઇ સામે મુક્યુ હતુ.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રાજસ્થાન રોયલ્સની બોલીંગ

જોફ્રા આર્ચરે ચાર ઓવરમાં 20 રન આપીને એક વિકેટ ઝડપી હતી. શ્રેયસ ગોપાલ અને રાહુલ તેવટીયાએ સૌથી કરકસર યુક્ત બોલીંગ કરીને ચાર ઓવરમાં, ગોપાલે 14 અને તેવટીયાએ 18 રન આપ્યા હતા. બંનેએ એક એક વિકેટ પણ ઝડપી હતી. કાર્તિક ત્યાગીએ ચાર ઓવરમાં 35 રન આપીને એક વિકેટ ઝડપી હતી. બેન સ્ટોક્સની બોલીંગ ખર્ચાળ રહી હતી એક પણ વિકેટ ઝડપ્યા વિના ત્રણ ઓવરમાં નવ રન ની ઇકોનોમી સાથે 27 રન આપ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article