ટી-20 લીગમાં સૌથી વધુ હૈટ્રીક લેનારા અમિત મિશ્રાએ મેદાન પર તોડ્યો આ નિયમ, થયા ટ્રોલ

|

Sep 30, 2020 | 10:57 PM

ટી-20 લીગની 13મી સિઝન માટે કોરોના મહામારીને લઈને યુએઈમાં આયોજન કરવામા આવ્યુ છે. આ સિઝનમાં કેટલાંક ખેલાડીઓએ પોતાના અંગત કારણો સર પોતાનું નામ ટુર્નામેન્ટમાંથી પરત લીધુ હતુ. પરંતુ માનવામાં આવી રહ્યુ છે કે કોરોનાની સ્થિતીને ધ્યાને રાખીને જ કેટલાંક ખેલાડીઓએ ટુર્નામેન્ટથી પોતાને દુર રાખ્યા છે. જો કે ટી-20 લીગમાં ખેલાડીઓની સુરક્ષા માટેની તમામ જરુરી વ્યવસ્થાઓની […]

ટી-20 લીગમાં સૌથી વધુ હૈટ્રીક લેનારા અમિત મિશ્રાએ મેદાન પર તોડ્યો આ નિયમ, થયા ટ્રોલ

Follow us on

ટી-20 લીગની 13મી સિઝન માટે કોરોના મહામારીને લઈને યુએઈમાં આયોજન કરવામા આવ્યુ છે. આ સિઝનમાં કેટલાંક ખેલાડીઓએ પોતાના અંગત કારણો સર પોતાનું નામ ટુર્નામેન્ટમાંથી પરત લીધુ હતુ. પરંતુ માનવામાં આવી રહ્યુ છે કે કોરોનાની સ્થિતીને ધ્યાને રાખીને જ કેટલાંક ખેલાડીઓએ ટુર્નામેન્ટથી પોતાને દુર રાખ્યા છે. જો કે ટી-20 લીગમાં ખેલાડીઓની સુરક્ષા માટેની તમામ જરુરી વ્યવસ્થાઓની ગોઠવણ કરવામાં આવી છે. જો કે આમ છતાં પણ મંગળવારે રમાયેલી સનરાઈઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપીટલ્સની મેચમાં કંઇક આવુ જ જોવા મળ્યુ. જેને લઈને સોશિયલ મીડિયા પર મન મુકીને મજાક ઉડવા લાગી છે. મેચ દમ્યાનન જ પોતાના આ પગલાને લઈને દિલ્હી કેપીટલ્સના દિગ્ગજ સ્પીનર અમિત મિશ્રા ખુબ જ ટ્રોલ થવા લાગ્યો છે.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

વાત એમ છે કે, મંગળવારે દિલ્હી કેપીટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ યોજાઈ હતી. જેમાં હૈદરાબાદને 15 રનથી જીત મેળવીને ટી-20 લીગની સિઝનમાં પોઈન્ટ ટેબલ પર પોતાનુ ખાતુ ખોલ્યુ હતુ. જ્યારે દિલ્હીની ત્રણ મેચમાં આ પ્રથમ હાર હતી. આ મેચ દરમ્યાન દિલ્હી કેપીટલ્સના સ્પીનર અમિત મિશ્રા બોલ પર લાળ લગાવતા નજરે ચઢ્યો હતો. કોરોના વાઈરસના ખતરાને ધ્યાને રાખીને લીગમાં બોલ પર લાળ લગાવવા પર પ્રતિબંધ રાખવામાં આવેલો છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ દ્રશ્ય સનરાઈઝર્સ હૈદરાબાદની બેટીંગ દરમ્યાન સાતમી ઓવરનું છે. જેમાં લેગ સ્પીનર અમિત મિશ્રા હૈદરાબાદના ઓપનર જોની બેઅરીસ્ટોને બોલીંગ કરી રહ્યો હતો. પરંતુ તેમણે બોલને નાંખવા અગાઉ જ બોલ પર લાળ લગાવી હતી. મિશ્રાએ અંપાયરને આ બાબતની જાણકારી પણ આપી નહોતી કે જેથી બોલને સેનેટાઈઝ કરી શકાય. આઈસીસીના નવા પ્રસ્તાવિત નિયમો પ્રમાણે બોલને ચમકાવવા માટે બોલર તેની પર પોતાની લાળનો ઉપયોગ કરી શકશે નહીં. બસ આ વાતને લઈને સોશિયલ મીડિયાના લોકોને બીજો મુદ્દો પણ શું જોઇએ કરી દીધો આ હેટ્રીકર સ્પીનર મિશ્રાજીને ટ્રોલ. ફેંસને અમિત મિશ્રાની આ હરકતને નજર અંદાજ કરવા બદલ અમ્પાયરો પર પણ નિશાન તાક્યા હતા. એક પ્રશંશકે તો એટલે સુધી કહી દીધુ કે જોવા જેવી વાત તો એ છે કે, શું હવે લીગ મેનેજમેન્ટ ખેલાડીના સામે કોઈ પગલા ભરશે કે કેમ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 10:54 pm, Wed, 30 September 20

Next Article