T-20 લીગ: KXIPએ ચેન્નાઈને જીતવા માટે આપ્યો 179 રનનો લક્ષ્યાંક

|

Oct 04, 2020 | 9:28 PM

ટી-20 લીગની 18મી અને રવિવારની બીજી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ બંને આમને સામને રમી રહ્યા છે. કિંગ્સ ઇલેવન પંજાબે પ્રથમ ટોસ જીતીને પહેલા બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ચેન્નાઇ સુપર કિંગ્સ માટે આ મહત્વની મેચ છે, તે લગાતાર ત્રણ મેચમાં હાર જોયા પછી હવે જીત મેળવવા માટે આજે ઝઝુમી રહી છે. […]

T-20 લીગ: KXIPએ ચેન્નાઈને જીતવા માટે આપ્યો 179 રનનો લક્ષ્યાંક

Follow us on

ટી-20 લીગની 18મી અને રવિવારની બીજી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ બંને આમને સામને રમી રહ્યા છે. કિંગ્સ ઇલેવન પંજાબે પ્રથમ ટોસ જીતીને પહેલા બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ચેન્નાઇ સુપર કિંગ્સ માટે આ મહત્વની મેચ છે, તે લગાતાર ત્રણ મેચમાં હાર જોયા પછી હવે જીત મેળવવા માટે આજે ઝઝુમી રહી છે. જોકે પંજાબે તેના સ્કોર બોર્ડની ગતી થોડી ધીમી દાખવી હતી પરંતુ તેમ છતાં ચેન્નાઇના બોલરને વિકેટ ઝડપ થી હાથ લાગી નહોતી. પંજાબે ચાર વિકેટ ગુમાવીને ચેન્નાઇ સામે 179 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

કિંગ્સ ઇલેવન પંજાબની બેટીંગ ઇનીંગ્સ.

પંજાબે આજે તેની સારી શરુઆત સાથેની રમત દાખવી હતી. કેપ્ટન કેએલ રાહુલ લાંબા સમય સુધી ક્રિઝ પર ઉભો રહી શક્યો હતો અને એક મોટી ઇનીંગ પણ રમ્યો હતો. રાહુલે 52 બોલમાં 63 રનની ઇંનીંગ રમી હતી. સાથે જ તેણે સિઝનમાં બીજુ અર્ધ શતક ફટકાર્યુ હતુ. ટીમે પ્રથમ વિકેટ નવમી ઓવરમાં 61 રનના સ્કોર પર ગુમાવી હતી. જ્યારે બીજી વિકેટ 94ના સ્કોર પર ગુમાવી હતી. ત્રીજી અને ચોથી વિકેટ અઢારમી ઓવરમાં ગુમાવી હતી. મયંક અગ્રવાલ 19 બોલમાં 26 રનની પારી રમ્યો હતો. મનદિપ સિંઘે 27 રન કર્યા હતા. અપરાંત નિકોલસ પુરન પણ ઝડપથી રન નિકાળી રહ્યો હતો પરંતુ તે ઠાકુરના બોલ પર આઉટ થયો હતો.   તેણે 17 બોલમાં 33 રન કર્યા હતા. જોકે રાહુલ અને પુરન બંને સેટ હતા અને ઝડપી રમત જોવા મળે તેવી આશા દરમ્યાન જ ઠાકુરની ઓવરમાં સળંગ બે બોલમાં બંને ખેલાડી આઉટ થયા હતા. પંજાબે ઇનીંગ્સમાં ચાર વિકેટ ગુમાવી હતી. જોકે અંતિમ ઓવરોમાં વિકેટો હાથ પર હોવા છતાં ઝડપી રમત જોઇએ તેટલી દાખવી નહોતી.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ચેન્નાઇની બોલીંગ

ચેન્નાઇ આજે જીત મેળવવા માટે પ્રયાસ કરી રહ્યુ છે. અગાઉની મેચની ભુલોને દુર કરવાના પ્રયાસ કરી રહ્યુ હોય એમ જણાતુ હતુ. પરંતુ બોલરો ઝડપથી વિકેટ મેળવવામાં સફળ રહ્યા નહોતા. શાર્દુલ ઠાકુરે તેની બે વિકેટો તેની ત્રીજી ઓવર દરમ્યાન સળંગ બે બોલમાં બે વિકેટ રુપે મેળવી હતી. જે ચેન્નાઇ માટે અત્યંત મહત્વ ના સમયે મહત્વની વિકેટો ઝડપાઇ હતી. પિયુષ ચાવલા એ બે ઓવરમાં 22 રન આપ્યા હતા અને એક વિકેટ લીધી હતી. જ્યારે રવિન્દ્રસિંહ જાડેજાએ ચાર ઓવરમાં 30 રન આપી એક વિકેટ ઝડપી હતી.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article