T-20 લીગ: કલકત્તાના 194 રનના લક્ષ્ય સામે દિલ્હીની 59 રને કારમી હાર, વરુણ ચક્રવર્તીએ 5 અને પૈટ કમિન્સની 3 વિકેટ

|

Oct 24, 2020 | 7:35 PM

ટી-20 લીગની 13મી સિઝનમાં આજે 42મી મેચ અબુધાબીના મેદાન પર રમાઈ. કલકત્તા નાઈટ રાઈડર્સ અને દિલ્હી કેપીટલ્સ વચ્ચે રમાયેલી, આ મેચમાં ટોસ દિલ્હીએ જીત્યો હતો. પ્રથમ ટોસ જીતીને શ્રેયસ ઐયરે પ્રથમ બોલીંગ પસંદ કરી હતી. જો કે કલકત્તાના નિતીશ રાણા અને સુનિલ નરેને આજે પ્રભાવશાળી દેખાવ કર્યો હતો. ટીમ કલકત્તા તરફથી આ બંને બેટ્સમેનોએ ઝડપથી […]

T-20 લીગ: કલકત્તાના 194 રનના લક્ષ્ય સામે દિલ્હીની 59 રને કારમી હાર, વરુણ ચક્રવર્તીએ 5 અને પૈટ કમિન્સની 3 વિકેટ

Follow us on

ટી-20 લીગની 13મી સિઝનમાં આજે 42મી મેચ અબુધાબીના મેદાન પર રમાઈ. કલકત્તા નાઈટ રાઈડર્સ અને દિલ્હી કેપીટલ્સ વચ્ચે રમાયેલી, આ મેચમાં ટોસ દિલ્હીએ જીત્યો હતો. પ્રથમ ટોસ જીતીને શ્રેયસ ઐયરે પ્રથમ બોલીંગ પસંદ કરી હતી. જો કે કલકત્તાના નિતીશ રાણા અને સુનિલ નરેને આજે પ્રભાવશાળી દેખાવ કર્યો હતો. ટીમ કલકત્તા તરફથી આ બંને બેટ્સમેનોએ ઝડપથી અડધીસદી ફટકારી હતી. કલકત્તાએ પ્રથમ ઈનીંગમાં 20 ઓવરના અંતે છ વિકેટ ગુમાવીને 194 રન ખડક્યા હતા. પરંતુ કલક્તા વતી વરુણ ચક્રવર્તીએ  બોલીંગ કરતા 20 રન આપીને પાંચ વિકેટ ઝડપી લેતા દિલ્હીનો રકાસ નિકળી ગયો હતો. વળતા જવાબમાં 20 ઓવરના અંતે નવ વિકેટ ગુમાવીને 135 રન કર્યા હતા. આમ 59 રને દિલ્હીની હાર થઈ હતી.

 

 

WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

દિલ્હી કેપીટલ્સની બેટીંગ

જવાબી બેટીંગ માટે યોજના મુજબ ટોસ જીતીને પહેલા ફીલ્ડીંગ પસંદ કરી રન ચેઝ કરવા મેદાને દિલ્હીના બેટ્સમેનો ઉતર્યા હતા. પરંતુ વરુણ ચક્રવર્તીની બોલીંગ સામે દિલ્હીના બેટ્સમેનો ધરાશયી થઇ ગયા હતા. શ્રેયસ ઐયર, ઋષભ પંત, હેયટમેર, માર્કસ સ્ટોઇનીસ અને અક્ષર પટેલ જેવા મિડલ ઓર્ડરને તેણે ધરાશયી કર્યો હતો. ઓપનર અજીંક્ય રહાણે શુન્ય પર આઉટ થયો હતો. જ્યારે સળંગ બે સદી અગાઉ કરનાર શિખર ધવન પણ આજે છ રનમાં જ આઉટ થયો હતો. શ્રેયસે કેપ્ટન પારી રમતા 47 રન કર્યા હતા અને  વરુણનો શિકાર થયો હતો. ઋષભ પંત 27 રન કરીને આઉટ થયો હતો. શિમરોન હેયટમેર 10, સ્ટોઈનીશ 06 અને અશ્રર પટેલ 09 રન કરીને આઉટ થયા હતા. આશ્વિન અને નોર્તઝે અણમન રહ્યા હતા.

કલકત્તાની બોલીંગ

વરુણ ચક્રવર્તી જાણે કે આજે મેચનો હિરો બની રહ્યો હતો. સિઝનમાં તે પાંચ વિકેટ લેનારો બોલર આજે નિવડ્યો હતો. વરુણે ચાર ઓવરમાં મિડલ ઓર્ડરની પાંચ વિકેટોને ઝડપી હતી. પેટ કમિન્સે પણ ચાર ઓવરમાં 17 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. બંનેના આક્રમણ સામે જાણે કે દિલ્હી પરાસ્ત થઈ ચુક્યુ હતુ. બેટીંગમાં સારુ પ્રદર્શન કરનાર સુનિલ નરેને ચાર ઓવરમાં 37 રન આપ્યા હતા.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

કલકત્તાની બેટીંગ

સુનિલ નરેને ખુબ ટીપ્પણીઓના સંઘર્ષ બાદ હવે બેટ ખોલીને પ્રદર્શન કર્યુ છે. 24 બોલમાં જ તેણે પોતાની અડધીસદી લગાવી હતી. તેણે 32 બોલમાં 64રન કર્યા હતા  અને તે રબાડાનો શિકાર બન્યો હતો. નિતિશ રાણાએ પોતાનુ બેટ ચલાવતા સિઝનનુ બીજી અને ટી-20 લીગમાં દશમી અડધીસદી નોંધાવી. તેણે 53 બોલમાં 81 રન કર્યા હતા. ટોસ હારીને બેટીંગમાં આવેલી કલકત્તાને પ્રથમ ઝટકો ઈનીંગની બીજી ઓવરમાં જ મળ્યો હતો. ઓપનર શુભમન ગીલને એનરીચ નોર્તઝેએ કેચ આઉટ કરાવ્યો હતો. ગીલે નવ રન બનાવ્યા હતા. ટીમે બીજી વિકેટ રાહુલ ત્રિપાઠીની ગુમાવી હતી. 13 રન પર જ નોર્તઝે તેને બોલ્ડ કર્યો હતો. ત્યારબાદ કાગીસો રબાડાના બોલ પર પુર્વ કેપ્ટન દિનેશ કાર્તિક પણ ત્રણ રન કરીને વિકેટ પાછળ કેચ આઉટ થયો હતો. કેપ્ટન ઇયોન મોર્ગન નવ બોલમાં 17 રન કરીને આઉટ થયો હતો.

દિલ્હી કેપીટલ્સ બોલીંગ

નોર્તઝે શરુઆતની જ જોડીને ટીમને સફળ શરુઆતની દિશા આપી હતી, આ દરમ્યાનન કાગીસો રબાડાએ પણ તેને સાથ પુરાવતા હરીફ ટીમની ત્રણ વિકેટો પેવેલીયન પહોંચી હતી. પરંતુ ત્યારબાદ નિતીશ રાણા અને સુનિલ નરેનની જોડીને તોડવામાં લાંબો સમય સુધી બોલરોએ ઝઝુમવુ પડ્યુ હતુ. નોર્તઝે ચાર ઓવરમાં 27 રન ગુમાવી અને કાગીસો રબાડાએ 33 રન ગુમાવી બંનેએ બે-બે વિકેટ ઝડપી હતી. આર અશ્વિન આજે ખર્ચાળ બોલર સાબિત થયો હતો તેણે ત્રણ ઓવરમાં 45 રન ગુમાવ્યા હતા. આમ 15 રનની ઈકોનોમીથી રન ગુમાવ્યા હતા.  અંતિમ ઓવર માર્કસ સ્ટોઇનીશે કરવા દરમ્યાન મોર્ગન અને રાણાની વિકેટ ઝડપીને બે વિકેટ ઝડપી હતી. આમ ચાર ઓવરમાં 41 રન ગુમાવી તેણે બે વિકેટ ઝડપી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article