T-20 લીગ: દિલ્હી કેપિટલ્સ સામે મુંબઈ ઈન્ડિયન્સની 5 વિકેટથી શાનદાર જીત, ડીકોક અને યાદવની અડધી સદી

|

Oct 11, 2020 | 11:18 PM

સિઝનની બે શ્રેષ્ઠ ટીમો દિલ્હી અને મુંબઈ વચ્ચે અબુધાબીમાં ટી-20 લીગની મેચ રમાઈ. પોઈન્ટ ટેબલ પર ટોચની ટીમો દિલ્હી કેપીટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઇ રહેલી મેચમાં શ્રેયસ ઐયરે ટોસ જીતીને દિલ્હીએ પ્રથમ બેટીંગ કરી હતી. શિખર ધવનની અડધી સદી સાથે 20 ઓવરને અંતે દિલ્હીએ મુંબઈ સામે 162 રનનો સ્કોર કર્યો હતો. જેના જવાબમાં મુંબઈ […]

T-20 લીગ: દિલ્હી કેપિટલ્સ સામે મુંબઈ ઈન્ડિયન્સની 5 વિકેટથી શાનદાર જીત, ડીકોક અને યાદવની અડધી સદી

Follow us on

સિઝનની બે શ્રેષ્ઠ ટીમો દિલ્હી અને મુંબઈ વચ્ચે અબુધાબીમાં ટી-20 લીગની મેચ રમાઈ. પોઈન્ટ ટેબલ પર ટોચની ટીમો દિલ્હી કેપીટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઇ રહેલી મેચમાં શ્રેયસ ઐયરે ટોસ જીતીને દિલ્હીએ પ્રથમ બેટીંગ કરી હતી. શિખર ધવનની અડધી સદી સાથે 20 ઓવરને અંતે દિલ્હીએ મુંબઈ સામે 162 રનનો સ્કોર કર્યો હતો. જેના જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સે અંતિમ ઓવરમાં પાંચ વિકેટે 166 રન કરીને મેચને જીતી લીધી હતી. એક રનની જરુરીયાત સામે અંતમાં પંડ્યાએ વિજયી ચોગ્ગો લગાવ્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

 

મુંબઇ ઈન્ડિયન્સની બેટીંગ

દિલ્હી કેપીટલ્સના 162 રનના જવાબમાં મુંબઇએ સરળ રમત દાખવી હતી. મુંબઈ વતી ક્વીંટન ડીકોક અને સુર્યકુમાર યાદવે અડધી સદી ફટકારી હતી. ડીકોકે 36 બોલમાં 53 રન કર્યા હતા. જ્યારે સુર્યકુમારે 32 બોલમાં 53 રન કર્યા હતા. પ્રથમ વિકેટ કેપ્ટન રોહિત શર્માના રુપમાં 31 રનના સ્કોર પર ગુમાવી હતી. રોહિતે માત્ર પાંચ રન જોડ્યા હતા. ઈશાન કિશને 15 બોલમાં 28 રન કર્યા હતા. હાર્દિક પંડ્યા શુન્યમાં સ્ટોઇનીશનો શિકાર બન્યો હતો. અંતમાં કિરોન પોલાર્ડ અને કૃણાલ પંડ્યાએ અણનમ રહીને ટીમને વિજયી બનાવી હતી. જોકે મેચને જીતવા માટે અંતીમ ઓવર સુધી લડત લડવી પડી હતી.

દિલ્હી કેપીટલ્સની બોલીંગ

કાગીસો રબાડાએ ચાર ઓવરમાં 28 રન આપીને બે વિકેટ ઝડપી હતી. અક્ષર પટેલ, આર અશ્વિન અને માર્કસ સ્ટોઇનિશે એક એક વિકેટ ઝડપી હતી. હર્ષલ અને સ્ટોઇનીશ આજે ખર્ચાળ બોલીંગ દાખવી હતી. નોર્તઝેને આજે વિકેટ મળવાથી દુર રહેવુ પડ્યુ હતુ.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

દિલ્હીનીની બેટીંગ ઇનીંગ

મુંબઈ સામેની મેચમાં પૃથ્વી શો અગાઉની માફક પોતાની લયને આજે જાળવી શક્યો નહોતો. માત્ર ચાર રન બનાવીને તે ટ્રેન્ટના બોલ પર કૃણાલ પંડ્યાને હાથે કેચ ઝડપાયો હતો. દિલ્હીને બીજો ઝટકો 24 રનના સ્કોર પર અજીંક્ય રહાણેના રુપમાં મળ્યો હતો. તે 15 રન બનાવીને આઉટ થયો હતો. રહાણેની સિઝનમાં તેની પ્રથમ મેચ હતી. શ્રેયસ ઐયરે શિખર ધવન સાથે મળીને સારી ભાગીદારી નોંધાવવાનુ યોગદાન ટીમને પુરુ પાડ્યુ હતુ. 33 બોલમાં 42 રન બનાવીને તે મોટા શોટ્સના પ્રયાસમાં કૃણાલ પંડ્યાનો શિકાર બન્યો હતો. માર્કસ સ્ટોઇનિસ ઝડપી બીજો રન મેળવવા જતા રન આઉટ થયો હતો. તેણે આઠ બોલમાં 13 રન જોડ્યા હતા. ઓપનર શિખર ધવન અને એલેક્સ કેરી અણનમ રહ્યા હતા.

મુંબઇની બોલીંગ

કૃણાલ પંડ્યાએ બે વિકેટ ઝડપી હતી, તેણે ચાર ઓવરમાં 26 રન આપ્યા હતા. ટ્રેન્ટ બોલ્ટે ચાર ઓવરમાં 36 રન આપીને એક વિકેટ ઝડપી હતી. પૈટીસન્સે 12.30ની ઈકોનોમી સાથે ત્રણ ઓવરમાં 37 રન આપ્યા હતા. રાહુલ ચહરે ચાર ઓવરમાં 27 રન ગુમાવ્યા હતા. જસપ્રિત બુમરાહે ચાર ઓવરમાં 26 રન આપ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article