T-20 લીગ: દિલ્હીના ધુરંધરો સામે બેંગ્લોરનો પરાજય, ધવન અને રહાણેની લાજવાબ અડધીસદી

|

Nov 02, 2020 | 11:28 PM

ટી-20 લીગની 13મી સિઝનની 55મી મેચ અબુધાબીમાં રમાઈ રહી છે. દિલ્હી કેપીટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ રહેલી આ મેચમાં ટીમ દિલ્હીએ ટોસ જીત્યો હતો. દિલ્હીએ બેંગ્લોરને પ્રથમ બેટીંગ માટે મેદાનમાં ઉતાર્યુ હતુ. બેંગ્લોરે સારી શરુઆત કરી હતી, પરંતુ તેને મોટા સ્કોરમાં પરીવર્તીત કરવામાં સફળ રહ્યુ નહોતુ. બેંગ્લોરની ટીમ પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરના […]

T-20 લીગ: દિલ્હીના ધુરંધરો સામે બેંગ્લોરનો પરાજય, ધવન અને રહાણેની લાજવાબ અડધીસદી

Follow us on

ટી-20 લીગની 13મી સિઝનની 55મી મેચ અબુધાબીમાં રમાઈ રહી છે. દિલ્હી કેપીટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ રહેલી આ મેચમાં ટીમ દિલ્હીએ ટોસ જીત્યો હતો. દિલ્હીએ બેંગ્લોરને પ્રથમ બેટીંગ માટે મેદાનમાં ઉતાર્યુ હતુ. બેંગ્લોરે સારી શરુઆત કરી હતી, પરંતુ તેને મોટા સ્કોરમાં પરીવર્તીત કરવામાં સફળ રહ્યુ નહોતુ. બેંગ્લોરની ટીમ પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરના અંતે સાત વિકેટ ગુમાવીને 152 રન કર્યા હતા. જેના જવાબમાં દિલ્હી કેપીટલ્સના શિખર ધવન અને અજીંક્ય રહાણેએ અડધીસદી લગાવી આસાન જીત અપાવી હતી. 19 ઓવરમાં જ ચાર વિકેટ ગુમાવીને 154 રન કરીને જીત મેળવી હતી. આ સાથે જ દિલ્હીએ પ્લેઓફમાં સ્થાન મેળવી લીધુ હતુ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

દિલ્હી કેપીટલ્સની બેટીંગ

આજે મહત્વપ્રુર્ણ મેચમાં દિલ્હીના બેટ્સમેનોએ સમય મુજબનો દેખાવ દમ સાથે દર્શાવ્યો હતો. ઓપનર પૃથ્વી શોની શરુઆતમાં ટીમના 19 રનના સ્કોર પર જ પ્રથમ વિકેટ ગુમાવી હતી. પરંતુ બાદમાં શિખર ધવન અને અજીકંય રહાણેએ ટીમની સ્થિતીને સંભાળી લીધી. બંનેએ અડધીસદી ફટકારી હતી. જરુરીયાત મુજબ મક્કમ રમત રમીને ટીમને વિજય માર્ગે લઈ જવા સફળ પ્રયાસ કર્યો હતો. ધવન અને રહાણેએ 88 રનની ભાગીદારી રમત દાખવી હતી. શિખર ધવને 41 બોલમાં 54 રન કર્યા હતા. રહાણેએ 46 બોલમાં 60 રન કર્યા હતા. કેપ્ટન શ્રેયસ ઐયર સાત રન કરીને આઉટ થયા હતા.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની બોલીંગ

જે રીતે ટીમના બેટ્સમેનો નામ પ્રમાણે મહત્વની મેચમાં જબરદસ્ત દેખાવ કરવાથી ઉણાં ઉતરતા દેખાયા હતા, તેવી જ તે બોલરોએ પણ પ્રભાવ દાખવી શક્યા નહોતા. રહાણે અને ધવનની જોડીને બેંગ્લોરના બોલરો તોડવામાં ઝડપથી સફળ નહીં થતાં આખરે મેચ સરકતી જ રહી હતી. જોકે શાહબાઝ અહેમહે ચાર ઓવરમાં 26 રન આપીને બે વિકેટ ઝડપી હતી. વોશિંગ્ટન સુંદરે ચાર ઓવરમાં 24 રન આપીને એક વિકેટ ઝડપી હતી. મોહમંદ સિરાજે પણ એક વિકેટ ઝડપી હતી. યુઝવેન્દ્ર ચહલે ચાર ઓવરમાં 26 રન આપ્યા હતા, પરંતુ તે પણ વિકેટ ઝડપી શક્યો નહોતો.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની બેટીંગ

ટોસ હારીને બેટીંગ કરવા માટે મેદાનમાં આવેલી બેંગ્લોરની ટીમના ઓપનરો દેવદત્ત પડીકકલ અને જોશ ફિલીપી શરુઆત કરી હતી. 12 રનના વ્યક્તિગત સ્કોર પર ફીલીપ આઉટ થયો હતો. ત્યારબાદ કેપ્ટન વિરાટ કોહલી અને પડીકકલે 50 રનની ભાગીદારી કરીને ઈનીંગને સંભાળી હતી. જોકે કોહલી પણ 29 રન જોડીને આઉટ થયો હતો. પડીકકલે ટીમના સ્કોરને આગળ વધારતા પોતાની 5મી અડધીસદી  લગાવી હતી અને નોર્તઝેના બોલ પર ક્લીન બોલ્ડ થયો હતો. ક્રિસ મોરિસ શુન્ય રન પર જ આઉટ થયો હતો. એબી ડિવીલીયર્સે અંતમાં સ્કોર બોર્ડને ઝડપથી આગળ વધારતી બેટીંગ કરવા પ્રયાસ કર્યો હતો. તેણે બે છગ્ગા લગાવી 21 બોલમાં 35 રન કર્યા હતા. પરંતુ તે રન આઉટ થયો હતો. શિવમ દુબે પણ ઝડપથી રમવાના ચક્કરમાં 17 રન કરીને આઉટ થયો હતો. ઈસુરુ ઉડાના ચાર રન કરીને આઉટ થયો હતો. વોશિગ્ટન સુંદર શુન્ય અને શાહાઝ અહેમદ એક રન સાથે અણનમ રહ્યા હતા.

દિલ્હી કેપીટલ્સની બોલીંગ

દિલ્હીના બોલરોએ આજે સારો દેખાવ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે શરુઆતથી જ બેંગ્લોર પર દબાણ સર્જવા માટે સતત પ્રયાસ કર્યો હતો. એનરીચ નોંર્ત્ઝેએ ચાર ઓવરમાં 33 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. કાગીસો રબાડાએ ચાર ઓવરમાં 30 રન આપીને બે વિકેટ ઝડપી હતી. રવિચંદ્રન અશ્વિને 4.50 ઈકોનોમી સાથે ઓવર કરી હતી. તેણે ચાર ઓવરમાં 18 રન આપીને એક વિકેટ ઝડપી હતી. અક્ષર પટેલે ચાર ઓવરમાં 30 રન આપ્યા હતા, જોકે તે વિકેટ ઝડપવામાં સફળ રહી શક્યો નહોતો.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 11:16 pm, Mon, 2 November 20

Next Article