T-20 લીગમાં ચેન્નાઈને સતત મળતી હારને લઈને ધોનીએ જણાવ્યા આ કારણ

|

Oct 11, 2020 | 10:54 PM

ચેન્નાઈ સુપર કિંગ્સ ટી-20 લીગમાં અત્યાર સુધીમાં સાત મેચ રમી ચુક્યુ છે, એટલે કે અડધો પ્રવાસ તો જાણે પુર્ણ થઈ ચુક્યો છે. ટુર્નામેન્ટમાં સફળ ટીમમાં ગણતરીમાં લેવાતી ચેન્નાઈ આ વખતે તેની સ્થિતી ખરાબ હાલતમાં છે. બેંગ્લોર સામે હાર મળવાથી પાંચ હારને બે જીતનો હિસાબ ધરાવતી ચેન્નાઇ હવે પોઈન્ટમાં પણ સાતમાં ક્રમ પર છે. બેંગ્લોર સામેની […]

T-20 લીગમાં ચેન્નાઈને સતત મળતી હારને લઈને ધોનીએ જણાવ્યા આ કારણ

Follow us on

ચેન્નાઈ સુપર કિંગ્સ ટી-20 લીગમાં અત્યાર સુધીમાં સાત મેચ રમી ચુક્યુ છે, એટલે કે અડધો પ્રવાસ તો જાણે પુર્ણ થઈ ચુક્યો છે. ટુર્નામેન્ટમાં સફળ ટીમમાં ગણતરીમાં લેવાતી ચેન્નાઈ આ વખતે તેની સ્થિતી ખરાબ હાલતમાં છે. બેંગ્લોર સામે હાર મળવાથી પાંચ હારને બે જીતનો હિસાબ ધરાવતી ચેન્નાઇ હવે પોઈન્ટમાં પણ સાતમાં ક્રમ પર છે. બેંગ્લોર સામેની મેચમાં ચેન્નાઈએ 37 રનથી હાર સહન કરવી પડી હતી. બેંગ્લોરની હાર બાદ ધોનીએ ટીમના બેટ્સમેનોને આ માટે જવાબદાર ઠેરવ્યા હતા. અમારા બેટ્સમેન જોઈએ તેવુ સારુ પ્રદર્શન કરી નથી રહ્યા તે અમારા માટે સૌથી મોટી સમસ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

ધોનીએ મેચ બાદ પણ કહ્યુ હતુ કે, બોલીંગમા પણ અંતિમ ચાર ઓવરમાં પણ અમે જરુરીયાત મુજબનું સારુ પ્રદર્શન કરી શક્યા નહોતા. તે સમયે અમારે થોડુ સારુ કરવાની જરુર હતી. જે આજે પણ અમને જોઈ શકાય છે કે બેટીંગ અમારા માટે પરેશાનીનું કારણ છે. અમારે તે માટે સુધારા કરવા માટે કંઇક કરવુ પડશે. આ સિવાય પણ આઉટ થવાનો ડર હોય તો પણ મોટા શોટ્સ રમવા પડશે. આગામી મેચમાં ધોનીએ હવે સુધારો કરવાની આશા દર્શાવી છે. ધોની માની રહ્યો છે કે, જો તમે મોટા શોટ્સ રમવા ઇચ્છો છો તો તમારે જોવુ જોઈએ કે તમે ટુર્નામેન્ટમં કેટલુ સારુ પ્રદર્શન કર્યુ છે. બેટીંગમાં પાવર શોટ્સની કમી વર્તાઈ રહી છે. બેટ્સમેનોમાં આત્મવિશ્વાસની કમી વર્તાય છે. મધ્યમ ક્રમની બોલીંગમાં અમારા બેટ્સમેન વિરોધી ટીમની બોલીંગની રણનીતીને સમજી નથી રહ્યા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

મેં હંમેશા રિઝલ્ટ નહીં પણ પ્રોસેસ પર ફોકસ કરવા માટે ખેલાડીયોને બતાવ્યુ છે, રિઝલ્ટ પર ફોકસ દબાણ વધારે છે. જ્યારે બોલીંગમાં અમે બતાવી શક્યા છીએ કે અમે વિરોધી ટીમને એક ઓછા સ્કોર પર રોકી શકીએ એમ છીએ. પરંતુ અમે શરુઆતી છ ઓવરમાં અથવા છેલ્લી ચાર ઓવરમાં વધુ રન ખોઈ રહ્યા છીએ. ધોનીએ એમ પણ કહી દીધુ હતુ કે, અમારી હોડીમાં ઘણાં બધા કાણાં છે. જો અમે એક કાણાંને પુરવા જઈએ છીએ તો બીજા કાણાંમાંથી પાણી હોડીમાં ભરાઈ જાય છે. આ માટે અમારે મળીને કંઈક કરવુ પડશે. દરેક ચીજ પર રમતમાં કામ કરવુ પડશે. જેનાથી પરીણામ મળશે. પરીણામ મળતા થશે તો કેટલીક ચીજો આપો આપ બદલાઈ જશે. જો કે આ બધામાં સૌથી મહત્વની ચિંતા બેટીંગમાં છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article