T-20 લીગ: ચેન્નાઈ અને કોલક્તા વચ્ચેની મેચ છેલ્લી ઘડી સુધી બની રોમાંચક, અંતે જાડેજાએ ફટકારી વિનિંગ સિક્સ

|

Oct 29, 2020 | 11:27 PM

ટી-20 લીગની 13મી સિઝનની 49મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને કલકતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ. આ મેચમાં ચેન્નાઇના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ટોસ જીતીને પ્રથમ બોલીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે કલકત્તાએ સારી શરુઆત કરી હતી. ઓપનર નિતિશ રાણાએ 87 રન કરીને ટીમને સારા સ્કોર તરફ દોરી ગયો હતો. કલકત્તાએ 20 ઓવરના અંતે 172 રન 5 […]

T-20 લીગ: ચેન્નાઈ અને કોલક્તા વચ્ચેની મેચ છેલ્લી ઘડી સુધી બની રોમાંચક, અંતે જાડેજાએ ફટકારી વિનિંગ સિક્સ

Follow us on

ટી-20 લીગની 13મી સિઝનની 49મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને કલકતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ. આ મેચમાં ચેન્નાઇના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ટોસ જીતીને પ્રથમ બોલીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે કલકત્તાએ સારી શરુઆત કરી હતી. ઓપનર નિતિશ રાણાએ 87 રન કરીને ટીમને સારા સ્કોર તરફ દોરી ગયો હતો. કલકત્તાએ 20 ઓવરના અંતે 172 રન 5 વિકેટ ગુમાવીને કર્યા હતા. જેના વળતા જવાબમાં સારી રમત રમી હતી અને લક્ષ્યાંકનો પીછો કર્યો હતો. રોમાંચક રહેલી આ મેચ કલકત્તાએ છેક આવેલી ગુમાવવા જેવી સ્થિતી સર્જાઈ હતી. એક નો બોલે જાણે કે મેચનું પાસુ અંતમાં ફરી જતાં ચેન્નાઈ તરફ બદલાઇ ગયુ હતુ. જાડેજાએ સિક્સર ફટકારીને ટીમને જીત અપાવી હતી.

 

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ચેન્નાઈની બેટીંગ

ચેન્નાઈએ 172 રનના સ્કોરનો પીછો કરતા સારી શરુઆત કરી હતી. ઓપનર ઋતુરાજ ગાયકવાડે અડધીસદી સાથેની રમત દાખવીને ટીમને લક્ષ્યાંક તરફ લઈ જવા પ્રયાસ કર્યો હતો. 53 બોલમાં 72 રન ગાયકવાડે કર્યા હતા. તે 18મી ઓવરમાં કમિન્સના બોલમાં ક્લીન બોલ્ડ થયો હતો.  અંબાતી રાયડુએ 20 બોલમાં 38 રન કર્યા હતા. ધોની માત્ર એક જ રન કરીને ચક્રવર્તીના બોલ પર ક્લિન બોલ્ડ થયો હતો. સેમ કરને અણનમ 13 રન કર્યા હતા. જ્યારે મેચને જીતમાં પહોંચાડનારા રવિન્દ્રસિંહ જાડેજાએ 11 બોલમાં 31 રન કર્યા હતા. રોમાંચક સ્થિતીમાં પહોંચેલી મેચને જાડેજાએ આખરે 2 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી જીત અપાવતી રમત દાખવી હતી.

કલકત્તાની બોલીંગ

પેટ કમિન્સ અને વરુણ ચક્રવર્તીએ આજે બે-બે વિકેટ ઝડપી હતી. કમિન્સે ચાર ઓવરમાં 31 રન આપ્યા હતા. ચક્રવર્તીએ 4 ઓવરમાં 20 રન આપ્યા હતા. આ ઉપરાંત સુનિલ નરેને ચાર ઓવરમાં 23 રન આપ્યા હતા. લોકી ફરગ્યુશન આજે ખુબ જ ખરાબ પ્રદર્શનમાં રહ્યો હતો. તેણે ચાર ઓવરમાં 54 રન આપ્યા હતા. નિતીશ રાણાએ એક ઓવરમાં 16 રન આપ્યા હતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

કલકત્તાની બેટીંગ.

ટોસ હારીને મેદાનમાં બેટીંગ કરવા માટે આવેલી ટીમ કલકત્તાના ઓપનરોએ શરુઆત સારી કરી હતી. ઓપનર નિતિશ રાણાએ 44 બોલમાં પોતાની અડધીસદી કરી હતી. તેણે 61 બોલમાં 87 રન કર્યા હતા. જે મોટા શોટ્સ રમવા દરમ્યાન લુંગી એનગીડીના બોલ પર કેચ આઉટ થયો હતો. ઓપનર શુભમન ગીલ અને નિતિશ રાણાએ પ્રથમ સાત ઓવરમાં જ 52 રન કર્યા હતા. જોકે આગળની ઓવરમાં જ 17 બોલમાં 26 રન બનાવીને શુભમન ગીલ કર્ણ શર્માના બોલ પર ક્લીન બોલ્ડ થયો હતો. સુનિલ નરેન નંબર ત્રણ પર બેટીંગ કરવા માટે આવ્યો હતો, જોકે તે પણ સાત જ રન બનાવીને મેદાનથી પરત ફર્યો હતો. ત્રીજી વિકેટ રિંકુ સિહના રુપે ટીમને લાગ્યો હતો. જે 11 રન બનાવીને રવિન્દ્ર જાડેજાના બોલ પર કેચ આપી બેઠો હતો. કેપ્ટન મોર્ગને 12 બોલમાં 15 રન કર્યા હતા. દિનેશ કાર્તિકે અણનમ 21 રન 10 બોલમાં કર્યા હતા.

 

ચેન્નાઇની બોલીંગ

ચેન્નાઈના બોલરો શરુઆતમાં વિકેટ ઝડપવાથી દુર રહ્યા હતા, પરંતુ આખરે સમયાંતરે ત્રણ વિકેટો કલકત્તાની ઝડપવા છતાં હરીફ ટીમને નિયંત્રિત યોગ્ય રીતે કરી શક્યા નહોતા. લુંગી એનગીડીએ 4 ઓવરમાં 34 રન ગુમાવીને બે વિકેટ ઝડપી હતી. કર્ણ શર્માએ 4 ઓવરમાં 35 રન આપીને એક  વિકેટ ઝડપી હતી. મિસેલ સેન્ટનરે ત્રણ ઓવરમાં 30 રન આપીને એક વિકેટ ઝડપી હતી. રવિન્દ્ર જાડેજાએ ત્રણ ઓવરમાં 20 રન આપીને એક વિકેટ ઝડપી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 11:26 pm, Thu, 29 October 20

Next Article