T-20 લીગ: કેપ્ટન કે.એલ.રાહુલની સિઝનની પ્રથમ ધમાકેદાર સદી, બેંગ્લોરને જીતવા માટે 207 રનનો લક્ષ્યાંક

|

Sep 24, 2020 | 9:47 PM

ટી-20 લીગની છઠ્ઠી મેચમાં રોયલ ચેલન્જર્સ બેંગલુરુ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે યોજાઈ રહી છે. દુબઇમાં રમાઈ રહેલી આ મેચમાં ટોસ જીતીને રોયલ ચેલેન્જરના કપ્તાન વિરાટ કોહલીએ પહેલા બોલીંગ પસંદ કરી હતી. કિંગ્સ ઈલેવન પંજાબે તેની પહેલી બેટીંગ કરતા સારી શરુઆત કરી હતી. પંજાબના કેપ્ટન અને ઓપનર બેટ્સમેન કેએલ રાહુલે આજે કેપ્ટન ઈનીંગ રમી હતી. […]

T-20 લીગ: કેપ્ટન કે.એલ.રાહુલની સિઝનની પ્રથમ ધમાકેદાર સદી, બેંગ્લોરને જીતવા માટે 207 રનનો લક્ષ્યાંક

Follow us on

ટી-20 લીગની છઠ્ઠી મેચમાં રોયલ ચેલન્જર્સ બેંગલુરુ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે યોજાઈ રહી છે. દુબઇમાં રમાઈ રહેલી આ મેચમાં ટોસ જીતીને રોયલ ચેલેન્જરના કપ્તાન વિરાટ કોહલીએ પહેલા બોલીંગ પસંદ કરી હતી. કિંગ્સ ઈલેવન પંજાબે તેની પહેલી બેટીંગ કરતા સારી શરુઆત કરી હતી. પંજાબના કેપ્ટન અને ઓપનર બેટ્સમેન કેએલ રાહુલે આજે કેપ્ટન ઈનીંગ રમી હતી. ટીમને સારી શરુઆત કરાવતા શાનદાર શતક નોંધાવ્યુ હતુ. પંજાબે તેની બેટીંગ ઈનીંગ્સમાં 20 ઓવરના અંતે 206 રનનો સ્કોર કર્યો હતો. જે સિઝનનો બીજો સૌથી મોટો સ્કોર હતો. કે એલ રાહુલે આજે ધમાકેદાર બેટીંગ કરતા ટી-20 લીગની પ્રથમ સદી ફટકારી હતી. માત્ર 62 બોલમાં જ તેણે સદી ફટકારી હતી. તેણે સદી કરવા દરમ્યાન 12 ચોગ્ગા અને 03 છગ્ગા લગાવ્યા હતા. રાહુલે અણનમ 132 રન ફટકાર્યા હતા.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ટોસ જીતીને આરસીબીએ પહેલા જ બેટીંગ માટે નિમંત્રણ પંજાબને આપતા જ ઓપનર મયંક અગ્રવાલ સાથે કેપ્ટન રાહુલે બેટીંગની શરુઆત કરી હતી. બંનેએ સારી શરુઆત કરવા સ્વરુપ પાવર પ્લેની 6 ઓવર દરમ્યાન ટીમ માટે 50 રનનો સ્કોર પણ કરી લીધો હતો. જોકે સાતમી ઓવરમાં યુઝવેન્દ્ર ચહલે મયંક અગ્રવાલને ક્લીન બોલ્ડ કરી દીધો હતો. મંયક અગ્રવાલે 20 બોલમાં 26 રન બનાવ્યા હતા. પંજાબને મંયકથી સારી પારીની આશા હતી. તેના બદલામાં આવેલા નિકોલસ પુરન પણ માત્ર 17 રનના વ્યક્તિગત સ્કોરે શિવમ દુબેનો શિકાર બન્યો હતો. ગ્લેન મેક્સવેલ પણ માત્ર પાંચ રન ટીમ માટે જોડીને શિવમનો બીજો શિકાર અને પંજાબની ત્રીજી વિકેટ થયો હતો.

કે એલ રાહુલની સદી

ઓપનીંગ બેટ્સમેન અને કિંગ્સ ઈલેવન પંજાબના કેપ્ટન રાહુલે એક સારી ઈનીંગ રમી દેખાડી હતી. તેણે ધમાકેદાર સદી ફટકારી હતી. ટીમના સ્કોર બોર્ડને ફરતુ રાખવા માટે શરુઆતથી જ પ્રયાસ કરતા, 07 ચોગ્ગા અને 01 છગ્ગાની મદદથી અડધી સદી, ત્યારબાદ 62 બોલમાં સદી પુર્ણ કરી લીધી હતી. જો કે આરસીબી સામે તેણે પ્રથમ વાર સદી કરી હતી. કેએલ રાહુલે ટી-20 લીગમાં તેના 2000 રન પણ પુરા કર્યા હતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આરસીબીની બોલીંગ સાઈડ

ટીમ આરસીબી આજે ઉત્સાહ સાથે મેદાનમાં ઉતરી હતી. તેના બોલર ચહલે મયંક અગ્રવાલની પ્રથમ વિકેટ સાતમી ઓવરમાં ઝડપતા આરસીબી કેમ્પમાં પ્રથમ રાહત સાંપડી હતી. અગ્રવાલની વિકેટ આરસીબી માટે મહત્વની વિકેટ હતી અને સાથે જ બંને ઓપનરે 50 રનની ભાગીદારી નોંધાવી હતી. યુઝવેન્દ્ર ચહલે અગ્રવાલને ક્લીન બોલ્ડ કર્યો હતો. જ્યારે શિવમ દુબેએ આરસીબીની પકડ મજબુત કરવાના પ્રયાસ સ્વરુપ નિકોલસ પુરન અને ગ્લેન મેક્સવેલની મહત્વની બે વિકેટો ઓછા સ્કોર પર ઝડપી લીધી હતી. પરંતુ આખરે રાહુલે તેની દમદાર ઈનીંગ્સ દરમ્યાન બોલરોને ઝુડતા બોલને મેદાનમાં ચારે બાજુ મોકલતા રહી બેટથી રનની વર્ષા કરી હતી.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article