T-20 લીગ: આજે બીજી મેચ DC અને KKRની વચ્ચે, દિલ્હીના બેટ્સમેનમાં મોટી ઈનિંગની કમી, કલક્તાને ઓપનરની ચિંતા

|

Oct 03, 2020 | 12:16 PM

T-20 લીગની 13 મી સીઝનની 16મી મેચ શનિવારે એક જ દિવસમાં બીજી રમાનારી મેચમાં કલકત્તા નાઈટ રાઇડર્સ અને દિલ્હી કેપિટલ્સ આમને સામને હશે. આ મેચમાં સિઝનની પ્રથમ હાર સહન કરીને મેદાનમાં આવશે. જ્યારે કલકત્તા રાજસ્થાન રોયલ્સ જેવી ફોર્મમાં રહેલી ટીમને હાર આપીને મેદાનમાં ઉતરશે. જો કે દિલ્હીની મજબુત બેટીંગલાઈન અપે ગત મેચમાં સનરાઈઝર હૈદરાબાદની બોલીંગ […]

T-20 લીગ: આજે બીજી મેચ DC અને KKRની વચ્ચે, દિલ્હીના બેટ્સમેનમાં મોટી ઈનિંગની કમી, કલક્તાને ઓપનરની ચિંતા

Follow us on

T-20 લીગની 13 મી સીઝનની 16મી મેચ શનિવારે એક જ દિવસમાં બીજી રમાનારી મેચમાં કલકત્તા નાઈટ રાઇડર્સ અને દિલ્હી કેપિટલ્સ આમને સામને હશે. આ મેચમાં સિઝનની પ્રથમ હાર સહન કરીને મેદાનમાં આવશે. જ્યારે કલકત્તા રાજસ્થાન રોયલ્સ જેવી ફોર્મમાં રહેલી ટીમને હાર આપીને મેદાનમાં ઉતરશે. જો કે દિલ્હીની મજબુત બેટીંગલાઈન અપે ગત મેચમાં સનરાઈઝર હૈદરાબાદની બોલીંગ સામે 163 રનનો આસાન સ્કોર પણ હાંસલ કરી શકી નહોતી. એક હાર પછી કોઈપણ ટીમને હળવાશ લેવી એ મોટી ભૂલ માનવા સ્વરુપ હશે, આ વાતને દિનેશ કાર્તિક પણ સારી રીતે જાણતા હશે. કાર્તિકે પાછળની મેચમાં જે રીતે કેપ્ટનશીપ નિભાવી હતી અને પોતાના બોલરોને જે પ્રમાણે સારી રીતે ઉપયોગ કર્યો હતો, બસ એ વાત પર જ દિલ્હીએ નજર રાખવાની હશે. જો કે દિલ્હીએ બેશક આ માટે રણનિતી પણ ઘડી જ હશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

દિલ્હીની બેટીંગમાં મોટુ નામ એક રુષભ પંતનું માનવામાં આવે છે. જેને એક મોટી પારી રમવાની પણ ખેવના વર્તાતી હશે. પંતના બેટથી હજુ સુધી એવી રમત નથી નિકળી કે જેના માટે તે મશહુર છે. યુવા પૃથ્વિ શો એક અડધી સદી કરી ચુક્યો છે. શિખર ધવનનું બેટ પણ ચાલી રહ્યુ છે. દિલ્હીના બેટ્સમેનોએ અત્યાર સુધી સંયુક્ત રીતે એક સારી રમત દાખવી છે, જો કે વ્યક્તિગતરુપથી કોઈ બેટ્સમેને હજુ સુધી એકલા હાથે મોટી રમત નથી દાખવી. ટીમ મેનેજમેન્ટ પણ એ વાત પર ઉમ્મીદ રાખશે કે હવે આ મેચથી જ શરુઆત થાય. બોલીંગની બાબતમાં જો વાત કરવામાં આવે તો દિલ્હી કેપિટલ્સ મજબુત ગણી શકાય. કાગિસો રબાડા અને એનરીક નોત્ર્જે બંને સારુ પ્રદર્શન કરી રહ્યા છે. પાછળની મેચમાં જ ઈશાંત શર્માની વાપસી થઈ હતી, તેના આવવાથી રબાડાને એક જરુરી અનુભવ અને સમર્થન મળી રહ્યુ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

સ્પીન બોલરોમાં લીગના ઈતીહાસમાં સૌથી સફળ સ્પીનરોમાંથી એક અમિત મિશ્રા પણ ટીમ માટે ઉપયોગી નિવડી રહ્યો છે તો કલકત્તાએ પણ પોતાનુ સંતુલન એક તરફથી ફરીવાર હાંસિલ કરી લીધુ છે. શુભમન ગીલ ફોર્મમાં છે. ઈયોન મોર્ગન અને આંદ્રે રસેલ પણ ધીરે ધીરે લયમાં આવી રહ્યા છે. ચિંતા છે તો ગિલ સાથે એક સારી ઓપનર જોડીની શોધવાની સુનિલ નરેન સંપુર્ણ પણે નિષ્ફળ રહ્યો છે. કલકત્તા માટે તો પેન્ટ કમિન્સ અનુભવની રીતે અને શિવમ માવી, કમલેશ નાગર કોટી જેવી જોડી પણ અસરકારક નિવડી રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article