T-20: રોહિત શર્માને શેની છે ઈજા ? કીરોન પોલાર્ડે કર્યો ખુલાસો

|

Nov 01, 2020 | 11:17 AM

મુંબઇ ઇન્ડિયન્સના કાર્યવાહક કેપ્ટન કીરોન પોલાર્ડે રોહિત શર્માની ઇજાને લઇને અપડેટ આપી છે. દિલ્હી કેપિટલ્સની મેચ બાદ તેણે કહ્યુ છે કે, રોહિતને પગની માસંપેશિયોમાં ખેંચાણને લઇને ઇજામાંથી બહાર આવી રહ્યો છે. તે ઇજામાંથી બહાર નિકળીને ખુબ જ ઝડપ થી ટીમની સાથે જોડાઇ જશે. કિંગ્સ ઇલેવન પંજાબ સામે ટી-20 લીગમાં રોહિત શર્માને એક પગની માંસપેશિયો ખેંચાઇ […]

T-20: રોહિત શર્માને શેની છે ઈજા ? કીરોન પોલાર્ડે કર્યો ખુલાસો

Follow us on

મુંબઇ ઇન્ડિયન્સના કાર્યવાહક કેપ્ટન કીરોન પોલાર્ડે રોહિત શર્માની ઇજાને લઇને અપડેટ આપી છે. દિલ્હી કેપિટલ્સની મેચ બાદ તેણે કહ્યુ છે કે, રોહિતને પગની માસંપેશિયોમાં ખેંચાણને લઇને ઇજામાંથી બહાર આવી રહ્યો છે. તે ઇજામાંથી બહાર નિકળીને ખુબ જ ઝડપ થી ટીમની સાથે જોડાઇ જશે. કિંગ્સ ઇલેવન પંજાબ સામે ટી-20 લીગમાં રોહિત શર્માને એક પગની માંસપેશિયો ખેંચાઇ ગઇ હતી. ત્યાર બાદ તેનો ભારતીય ટીમમાં પણ પસંદગી સમિતીએ તેનો ઓસ્ટ્રેલીયાના પ્રવાસ માટેની ટીમમાં પણ જગ્યા આપી નહોતી.

પોલાર્ડે દિલ્હી કેપીટલ્સ સામે ટીમનો નવ વિકેટે શાનદાર વિજય પણ થયો હતો. ત્યાર બાદ હવે પોલાર્ડે આ અંગે અપડેટ આપતા વાત કરી હતી. સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મુંબઇ ઇન્ડિયન્સની આખરી લીગ મેચમાં ત્રણ નવેમ્બરે રોહિત શર્મા શક્ય છે કે મેદાનમાં જોવા મળી શકે છે. જોકે 31 ઓક્ટોબરે દિલ્હી કેપીટલ્સ ને હરાવી લેવાને લઇને ટીમ હવે લીગ ટેબલમાં મુખ્ય બે સ્થાન પૈકી એકમાં જગ્યા પાકી કરી લીધી છે. જેથી હવે તેની અંતિમ મેચનુ કોઇ ખાસ મહત્વ ટીમ મુંબઇ માટે રહેશે નહી. રોહિતની ઇજાની નીગરાની કરી રહેલા સુત્રોથી પણ આ અંગે જાણકારી સામે આવી છે,

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

કાર્યકારી કેપ્ટન તરીકે પણ 17 મેચમાં મુંબઇને 16 જીત અપાવી છે. આમ પોલાર્ડ પણ ટીમના હાલના પ્રદર્શન થી ખુબ જ સંતુષ્ટ છે. તેણે કહ્યુ હતુ કે, અમારે બે મેચોમાં સારુ પ્રદર્શન કરીને ફાઇનલમાં જગ્યા પાકી કરી લેવી છે. આમતો અમને લાગી રહ્યુ છે કે આ વર્ષ અમારા માટે છે. આ વર્ષે અમારા માટે બધુ સારુ થઇ રહ્યુ છે. પોલાર્ડે પણ 47 બોલમાં 72 રનની ઇનીંગ રલમીને ટીમને જીત અપવવામાં મહત્વની ભુમીકા નિભાવનારા, ઇશાન કિશનના પણ વખાણ કર્યા હતા.તેમણે એ માટે પણ કહ્યુ હતુ કે, ઇશાન દરેક મેચની સાથે થોડો સારો થઇ રહ્યો છે. તે જ્યારે લયમાં હોય છે ત્યારે તો તેને રોકવો આસાન નથી હોતો. તેના થી ટીમને ચોથા નંબર પર બેટીંગ કરવાનુ શરુ કર્યુ હતુ, પરંતુ હવે પારીની શરુઆત કરીને શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે.


આ પણ વાંચોઃ T-20: પંજાબને પ્લેઓફની રેસ માટે આજે જીતવુ અત્યંત જરુરી, ચેન્નાઇ માટે માત્ર પ્રતિષ્ઠાનો જંગ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article