T-20: શિખર ધવન બન્યો સૌથી વધુ અર્ધશતક કરનાર ભારતીય ખેલાડી, ટુર્નામેન્ટમાં 39 અર્ધ શતક ફટકાર્યા

|

Oct 14, 2020 | 11:26 PM

દિલ્હી કેપીટલ્સના ઓપનર બેટ્સમેન શિખર ધવને સિઝનની 30 મી મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે શાનદાર રમત દાખવી. કારણ કે, ટીમે 10 રનના સ્કોર પર જ બે વિકેટ ગુમાવી દીધી હતી. ઓપનર પૃથ્વી શો ઇનીંગ્સના પ્રથમ બોલ પર ક્લીન બોલ્ડ અને બાદમાં અજીંક્ય રહાણે બે રન બનાવીને આઉટ થયો હતો. શિખર ધવને બાદમાં કેપ્ટન શ્રેયસ ઐયર સાથે […]

T-20: શિખર ધવન બન્યો સૌથી વધુ અર્ધશતક કરનાર ભારતીય ખેલાડી, ટુર્નામેન્ટમાં 39 અર્ધ શતક ફટકાર્યા

Follow us on

દિલ્હી કેપીટલ્સના ઓપનર બેટ્સમેન શિખર ધવને સિઝનની 30 મી મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે શાનદાર રમત દાખવી. કારણ કે, ટીમે 10 રનના સ્કોર પર જ બે વિકેટ ગુમાવી દીધી હતી. ઓપનર પૃથ્વી શો ઇનીંગ્સના પ્રથમ બોલ પર ક્લીન બોલ્ડ અને બાદમાં અજીંક્ય રહાણે બે રન બનાવીને આઉટ થયો હતો. શિખર ધવને બાદમાં કેપ્ટન શ્રેયસ ઐયર સાથે મળીને ઇનીંગને સંભાળી અને ત્રીજી વિકેટ માટે 85 રનની ભાગીદારી કરી.

તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

જોકે શિખર ધવન જ્યારે 53 રન પર હતો ત્યારે શ્રેયસ ગોપાલના બોલ પર કાર્તિક ત્યાગીના હાથે કેચ આઉટ થયો. શિખર ધવને ટી-20 લીગની ટુર્નામેન્ટમાં 39મી અર્ધશતક બનાવી. આ સાથે જ તે લીગમાં વધુ ફીફટી નોંધાવનારો ભારતીય ખેલાડી બની ગયો. આ સાથે તેણે વિરાટ કોહલી, રોહિત શર્મા અને સુરેશ રૈનાના રેકોર્ડને તોડ્યો છે.

કોના કેટલા અર્ધ શતક.

શિખર ધવન-39

વિરાટ કોહલી-38

રોહિત શર્મા-38

સુરેશ રૈના-38

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article