T-20: સેહવાગે કર્યો કટાક્ષ, ચેન્નાઈ સુપર કિગ્સને કેટલાક ખેલાડીઓ સરકારી નોકરી સમજે છે

જેટલા પણ ક્રિકેટ પ્રશંશક ચેન્નાઇ સુપર કિંગ્સ ની ટીમ થી વાકેફ છે, તે લોકો જાણે છે કે આ ટુર્નામેન્ટ દરમ્યાન ઇતીહાસનુ સૌથી ખરાબ પ્રદર્શન કરવા તરફ આગળ વધી રહી છે. ના તો મહેન્દ્રસિંહ ધોની ની ટીમ ના બોલર્સ ટીમને જીત અપાવી રહ્યા છે કે ના તો બેટ્સમેન જવાબદારી પુર્વક રમતા નજરે ચઢી રહ્યા છે. એવામાં પુર્વ વિસ્ફોટક ઓપનર બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગે ધોનીના કેટલાક […]

T-20: સેહવાગે કર્યો કટાક્ષ, ચેન્નાઈ સુપર કિગ્સને કેટલાક ખેલાડીઓ સરકારી નોકરી સમજે છે
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Oct 10, 2020 | 12:27 PM

જેટલા પણ ક્રિકેટ પ્રશંશક ચેન્નાઇ સુપર કિંગ્સ ની ટીમ થી વાકેફ છે, તે લોકો જાણે છે કે આ ટુર્નામેન્ટ દરમ્યાન ઇતીહાસનુ સૌથી ખરાબ પ્રદર્શન કરવા તરફ આગળ વધી રહી છે. ના તો મહેન્દ્રસિંહ ધોની ની ટીમ ના બોલર્સ ટીમને જીત અપાવી રહ્યા છે કે ના તો બેટ્સમેન જવાબદારી પુર્વક રમતા નજરે ચઢી રહ્યા છે. એવામાં પુર્વ વિસ્ફોટક ઓપનર બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગે ધોનીના કેટલાક ખેલાડીઓ ઉપર નિશાન તાક્યા છે. સહેવાગે તો એટલે સુધી કહી સંભળાવ્યુ છે કે, કેટલાક ખેલાડીઓ તો ચેન્નાઇ સુપર કિંગ્સને સરકારી નોકરી સમજી રહ્યા છે.

ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમ બુધવારે કલકત્તા નાઇટ રાઇડર્સ સામે રમાયેલી મેચમાં એક સમયે જીતના નજીક હતી. પરંતુ એકાએક જ અંતમાં મેચ નુ પાસુ પુરી રીતે પલટાઇ ગયુ હતુ અને કલકત્તાએ દશ રન થી મેચને પોતાના નામે કરી લીધી હતી. મેચમાં ધીમી બેટીંગ ને લઇને કેદાર જાદવની મન મુકીને આલોચના કરાઇ છે. સહેવાગે એક રમતગમત સમાચાર સંસ્થા સાથે વાત કરતા કહ્યુ હતુ કે, 168 રનનુ લક્ષ્ય હાંસલ કરી શકાતુ હતુ. પરંતુ કેદાર જાદવ અને રવિન્દ્રસિંહ જાડેજા એ ડોટ બોલ રમી રહ્યા હતા, આમ જોઇએ તેવી મદદ મળી શકી નહી.
 
વિરેન્દ્ર સહેવાગે મોટુ નિવેદન આપ્યુ હતુ કે, મારી નજરમાંતો ચેન્નાઇ સુપર કિંગ્સ માં કેટલાક બેટ્સમેનો તો સીએસકેને સરકારી નોકરી તરીકે જ જુએ છે. એટલે કે તમે પ્રદર્શન કરો કે ના કરો, ગમે તેમ પણ તોય તમને તમારી સૈલેરી તો મળતી જ રહેવાની છે. બતાવી દઇએ કે ચેન્નાઇ તે મેચ દરમ્યાન 11 થી 14 મી ઓવર સુધીમાં માત્ર 14 જ રન બનાવ્યા હતા.
આ ઉપરાંત આ સમયગાળામાં જ અંબાતી રાયડુ અને શેન વોટ્સન ની પણ વિકેટ ગુમાવી હતી. આના પછી પણ ડ્વેન બ્રાવો થી અગાઉના ક્રમે મોકલાયેલા કેદાર જાદવે 12 બોલમાં 07 રન જ કર્યા હતા. ટીમ અત્યાર સુધી છ મેચ રમી છે જેમાંથી ચારમાં હારનો સામનો કરવો પડ્યો છે. ટીમ પોઇન્ટ ટેબલ પર છઠ્ઠા નંબર પર છે. હવે શનિવારે આરસીબી સામે ચેન્નાઇ મેચ રમશે.
આ પણ વાંચોઃ ટુંક સમયમાં પાકિસ્તાનની ક્રિકેટ ટીમમાં જોવા મળશે 7.5 ફુટ ઊચો ક્રિકેટર 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
રાજ્યમાં ગરમીનું યલો અલર્ટ, જાણો ક્યાં પડશે કાળઝાળ ગરમી
રાજ્યમાં ગરમીનું યલો અલર્ટ, જાણો ક્યાં પડશે કાળઝાળ ગરમી
g clip-path="url(#clip0_868_265)">