T-20: રાજસ્થાન અને દિલ્હી વચ્ચે સિઝનમાં ફરીથી ટક્કર, અગાઉની હારનો રાજસ્થાન બદલો લેવાના મુડથી મેદાનમાં ઉતરશે

|

Oct 14, 2020 | 8:01 AM

ટી-20 લીગની બીજો અડધો તબક્કો શરુ થઇ ચુક્યોછે. દુબઇ આંતરરાષ્ટ્રીય સ્ટેડીયમ પર દિલ્હી કેપીટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે આમને સામને થશે. તેઓની વચ્ચે સિઝનમાં આ બીજી વાર સામ સામી લડાઇ જોવા મળશે. સ્ટીવ સ્મિથ ની કેપ્ટનશીપ ધરાવતી રાજસ્થાન રોયલ ગત મેચ નો બદલો લેવા માટે જરુર પ્રયાસ કરશે. બંને ટીમો અગાઉ ગત 09 ઓક્ટોબર આમને […]

T-20: રાજસ્થાન અને દિલ્હી વચ્ચે સિઝનમાં ફરીથી ટક્કર, અગાઉની હારનો રાજસ્થાન બદલો લેવાના મુડથી મેદાનમાં ઉતરશે

Follow us on

ટી-20 લીગની બીજો અડધો તબક્કો શરુ થઇ ચુક્યોછે. દુબઇ આંતરરાષ્ટ્રીય સ્ટેડીયમ પર દિલ્હી કેપીટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે આમને સામને થશે. તેઓની વચ્ચે સિઝનમાં આ બીજી વાર સામ સામી લડાઇ જોવા મળશે. સ્ટીવ સ્મિથ ની કેપ્ટનશીપ ધરાવતી રાજસ્થાન રોયલ ગત મેચ નો બદલો લેવા માટે જરુર પ્રયાસ કરશે. બંને ટીમો અગાઉ ગત 09 ઓક્ટોબર આમને સામને થઇ હતી. જેમાં દીલ્હીએ 46 રને મુકાબલો જીત્યો હતો, જોકે તે વેળા બેન સ્ટોક્સ ટીમમાં સામેલ નહોતો.

સ્ટોક્સ આ સત્રમાં કઇ વધુ મેચ રમ્યા નથી. તેમમે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ની ગઇ મેચ રમી હતી જેમાં તે સફળ રહી શક્યા નહોતા. સ્ટોક્સ ને ટીમ મેનેજમેન્ટ દ્રારા ઓપનર તરીકે મેદાનમાં ઉતાર્યા હતા. બેન સ્ટોક્સ ઓપનર તરીકે માત્ર પાંચ રન બનાવીને આઉટ થઇ ચુક્યો હતો. બોલીંગમાં પણ એક જ ઓવર કરી હતી અને સાત રન આપ્યા હતા. સ્ટોક્સ ક્વોરન્ટાઇન સમય પસાર કરીને એ વખતે ટીમમાં સામેલ થયા હતા.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

એક જ દીવસની પ્રેકટીસ કરીને તે સીધો જ મેદાનમાં સામેલ થયો હતો. કદાચ એટલે જ તેમના માટે ઝડપ થી રમતમાં સેટ થવુ પણ કદાચ મુશ્કેલી ભર્યુ હશે. જોકે હવે તેણે જરુરી પ્રેકટીશ કરી લીધી હશે અને સિઝનના માહોલમાં પણ સેટ થવાનો પ્રયાસ પણ હવે એક મેચ બાદ થયો હશે. આવામાં દિલ્હી સામે તે દરેક રીતે ખતરો બની શકે છે. સ્ટોક્સ હવે ઓપનર તરી કે આવે છે કે કેમ તે પણ જોવાનુ રહેશે. રાજસ્થાન માટે સારુ એ હશે કે એ મધ્યમક્રમમાં રમત રમે. કારણ એ પણ છે કે મધ્યમ નિચલા ક્રમમાં સારો વિકલ્પ આના થી મોટો નથી કે જે રમતને એ સમયે જાળવી શકે.

સંજુ સૈમસન ની શરુઆત પછી સતત નિચે જતો ગ્રાફ પણ ટીમ માટે ચિંતાનો વિષય છે. જોસ બટલર અને સ્મિથ બંને રાજસ્થાનન માટે નસીબ પલટી શકે એ પ્રકારના બેટ્સમેન છે. ગઇ મેચમાં રાહુલ તેવટીયા અને રિયાન પરાગ આ બંને એ હૈદરાબાદના મોં એ આવેલો કોળીયો છીનવી લીધો હતો. આ રમત થી તે બંનેનો આત્મવિશ્વાસ પણ સહેજ ઉપર હશે. જોકે તેને સતત જાળવી રાખવુ એ પણ તેવટીયા માટે મુશ્કેલ હશે અને પરાગ માટે પણ. પંજાબ સામે જીત ની રમત રમવા છતા પણ તેવટીયાના ફોર્મમાં ગેપ સર્જાઇ હતી, તે હૈદરાબાદ સામે સધાઇ હતી.

બોલીંગની વાત કરીએ તો, જોફ્રા આર્ચર ને સ્ટોક્સનો સહયોગ મળ્યો છે. આ વિદેશી જોડી હવે દિલ્હીની મજબુત બેટીંગ ક્રમને રોકી શકવા માટે દમ રાખી શકે છે. દિલ્હીને પણ ઋષભ પંતની ખોટ આ મેચમાં સાલી શકે છે, જે એક સપ્તાહ માટે ટીમની બહાર ઇજાને લઇને આરામ પર છે. તેની સ્થાને આવેલ એલેક્સ કૈરી પણ ઝડપ થી રન બનાવી શકે છે, જોકે પંત નો અંદાજ રમતના મામલે થોડો અલગ છે જે ભરપાઇ કરવો મુશ્કેલ છે.

મુંબઇ ઇન્ડિયન્સ સામે પંતની ખોટ સાલી હોવાનુ સ્પષ્ટ દેખાતુ હતુ, એટલે જ તો ટીમ પણ જેટલો સ્કોર તે બનાવવા ચાહતી હતી એટલો સ્કોર મુંબઇ સામે કરી શકી નહોતી. દિલ્હી માટે સારી વાત એ પણ છે કે, શિખર ધવન ફોર્મમાં પરત ફર્યો છે. તે 69 રનની અણનમ રમત રમ્યો હતો. પૃથ્વી શો અને કેપ્ટન શ્રેયસ ઐયરનુ બેટ ચાલી રહ્યુ છે. નિચેના ક્રમમાં માર્કસ સ્ટોઇનીશ પણ ટીમ માટે મોટો ખેલાડી સાબિત થઇ રહ્યો છે. બોલીંગમાં કાગીસો રબાડા, એનરીક નોત્ઝે અને સ્ટોઇનિસે દમદાર પ્રદર્શન કર્યુ છે. સ્પિનમા આર.અશ્વિનની ચાલાકી ભરી બોલીંગ પણ રાજસ્થાન માટે મુશ્કેલીઓ ખડકી શકે છે.

રાજસ્થાન રોયલ્સ: સ્ટીવ સ્મિથ કેપ્ટન, જોશ બટલર, રોબીન ઉથપ્પા, સંજુ સૈમસન, બેન સ્ટોક્સ, જોફ્રા આર્ચર, યશસ્વી જયસ્વાલ, મનન વોહરા, કાર્તિક ત્યાગી, આકાશ સિંહ, ઓશેન થોમસ, એન્ડ્રુય ટાઇ, વિડ મિલર, ટોમ કરન, અનિરુદ્ધ જોશી, શ્રેયશ ગોપાલ, રિયાન પરાગ, વરુણ આરોન, શશાંક સિંહ, અનુજ રાવત, મહિપાલ લોમરોર અને મયંક માર્કન્ડેય.

દિલ્હી કેપીટલ્સ ટીમ: કેપ્ટન શ્રેયસ ઐયર, રવિચંદ્રન અશ્વિન, શિખર ધવન, પૃથ્વી શો, શિમરોન હેટમાયર, કૈગિસો રબાડા, અજિંક્ય રહાણે, રુષભ પંત, અક્ષર પટેલ, સંદિપ લામિછાને, કિમો પોલ, ડેનિયલ સૈમ્સ, મોહિત શર્મા, એનરીક નોત્ર્જે, એલેક્સ કૈરી, આવેશ ખાન, તુષાર દેશપાંડે, હર્ષલ પટેલ, માર્કસ સ્ટોઇનિસ અને લલિત યાદવ.

Next Article