T-20: સંજુ સૈમસને 19 બોલમાં ફટકારેલી ઝડપી અડધી સદી સાથે રાજસ્થાનને મજબુત સ્થિતીમાં લાવી દીધું

|

Sep 22, 2020 | 11:07 PM

ટી-20 લીગની ચોથી મેચ દરમ્યાન મંગળવારે રનોની જાણે કે સુનામી જોવા મળી હતી. રાજસ્થાન રોયલ્સના બેટ્સમેનોએ શરુઆત જ સ્ફોટક બેંટીંગ થી કરી હતી. ચેન્નાઇ સુપર કિંગ્સની સામે રમતા રાજસ્થાન રોયલ્સે તેની પ્રથમ મેચમાં જ ઉંચો સ્કોર ખડકી દીધો હતો. સિઝનનો પ્રથમ બેવડા શતકનો સ્કોર ખડકવામાં રાજસ્થાનના બેટ્સમેનોની રમત ચાહકોને જકડી રાખે તેવી રહી હતી. સંજુ […]

T-20: સંજુ સૈમસને 19 બોલમાં ફટકારેલી ઝડપી અડધી સદી સાથે રાજસ્થાનને મજબુત સ્થિતીમાં લાવી દીધું

Follow us on

ટી-20 લીગની ચોથી મેચ દરમ્યાન મંગળવારે રનોની જાણે કે સુનામી જોવા મળી હતી. રાજસ્થાન રોયલ્સના બેટ્સમેનોએ શરુઆત જ સ્ફોટક બેંટીંગ થી કરી હતી. ચેન્નાઇ સુપર કિંગ્સની સામે રમતા રાજસ્થાન રોયલ્સે તેની પ્રથમ મેચમાં જ ઉંચો સ્કોર ખડકી દીધો હતો. સિઝનનો પ્રથમ બેવડા શતકનો સ્કોર ખડકવામાં રાજસ્થાનના બેટ્સમેનોની રમત ચાહકોને જકડી રાખે તેવી રહી હતી. સંજુ સૈમસને 19 બોલમાં જ આતશબાજી કરતી બેટીંગ કરી પચાસ રન કર્યા હતા. તો કેપ્ટન સ્ટીવ સ્મિથે 69 રનની પારી રમી હતી.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સંજુ સૈમસને રમેલી તેની પારીમાં શારજાહની પીચ પર થી જાણે કે રનનો વરસાદ સર્જી દીધો હતો. તેણે ટી-20 ની તેની કેરીયરની દશમી અર્ધ સદી ફટકારી હતી. તેની આ પારી દરમ્યાન માત્ર એક જ ચોગ્ગો લગાવ્યો હતો અને છ વિશાળ છગ્ગા ફટકાર્યા હતા. અડધી સદી સુધી તેની સ્ટ્રાઇક રેટ 263.16 નો હતો. સંજુએ રવિન્દ્ર જાડેજા અને પિયુષ ચાવલાની ઓવરોમાં બે બે છગ્ગા લગાવ્યા હતા. આમ 32 બોલમાં 74 રનની રમત સંજુએ દાખવી હતી.

પહેલા ટોસ હારીને રાજસ્થાને પહેલી બેટીંગ કરી હતી અને સાત વિકેટ પર 216 રન બનાવ્યા હતા. રાજસ્થાનની ટીમે તેના પહેલા જ મુકાબલામા દમદાર માનવામાં આવતી ચેન્નાઇ સુપર કિંગ્સના બોલરો પર હાવી થઇ ગઇ  હતી. રાજસ્થાનના બેટ્સમેનોએ ઇનીંગ્સમા 17 છગ્ગા ફટકાર્યા હતા, મતલબ એકંદરે 102 રન માત્ર 17 બોલમાં જ ટીમે મેળવ્યા હતા. ચેન્નાઇના તેજ બોલર લુંગી એનગીડી ની સૌથી વધુ પીટાઇ થઇ હતી અને તેમે તેની ચાર ઓવરમાં સૌથી વધુ 56 રન આપ્યા હતા. સ્પિનર પીયુષ ચાવલાએ 55 રન આપ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article