T-20: રોહિત શર્માનું નામ પણ ઉમેરાયું શરમજનક રેકોર્ડની યાદીમાં, અગાઉ હરભજન અને પાર્થીવ પટેલ પણ નોંધાવી ચુક્યા છે નામ

|

Nov 07, 2020 | 8:16 AM

 મુંબઇના કેપ્ટન રોહિત શર્માએ આ મેચમાં પોતાના ખરાબ ફોર્મમાંથી પસાર થવા દરમ્યાન શુન્ય રન પર જ આઉટ થઇ ગયો હતો. રોહિત શર્મા આ મેચમાં કંઇજ નહી કરી શકવા સાથે જ એક શરમજનક રેકોર્ડ પણ પોતાના નામે કરી દીધો હતો. મુંબઇ ઇન્ડિયન્સ ના કેપ્ટન રોહિત શર્મા દિલ્હી સામે ઝીરો પર આઉટ થવા સાથે જ ટી-20 લીગમાં […]

T-20: રોહિત શર્માનું નામ પણ ઉમેરાયું શરમજનક રેકોર્ડની યાદીમાં, અગાઉ હરભજન અને પાર્થીવ પટેલ પણ નોંધાવી ચુક્યા છે નામ

Follow us on

 મુંબઇના કેપ્ટન રોહિત શર્માએ આ મેચમાં પોતાના ખરાબ ફોર્મમાંથી પસાર થવા દરમ્યાન શુન્ય રન પર જ આઉટ થઇ ગયો હતો. રોહિત શર્મા આ મેચમાં કંઇજ નહી કરી શકવા સાથે જ એક શરમજનક રેકોર્ડ પણ પોતાના નામે કરી દીધો હતો.

મુંબઇ ઇન્ડિયન્સ ના કેપ્ટન રોહિત શર્મા દિલ્હી સામે ઝીરો પર આઉટ થવા સાથે જ ટી-20 લીગમાં એક એવા લીસ્ટ માં સામેલ થઇ ચુક્યો છે કે તેને માટે તે શરમથી ભરપુર છે. રોહિત શર્મા ઝીરો પર આઉટ થવા સાથે જ ટુર્નામેન્ટના સૌથી વધુ વાર ઝીરો પર આઉટ થનારા ખેલાડીઓ ની યાદીમાં સામેલ થયો છે. રોહિત શર્મા દિલ્હી સામે વિકેટ ગુમાવતા તે 13 વખત ઝીરો પર આઉટ થયો હતો. તેના ઝીરો ના આઉટ થવાના રેકોર્ડ લીસ્ટમાં હવે તે હરભજન અને પાર્થિવ પટેલ ની સાથે સામેલ થયો છે, હરભજન અને પાર્થીવ પણ આ પહેલા 13 વખત ઝીરો પર આઉટ થયા છે અને તેમની સાથે હવે રોહિત પણ જોડાયો છે. હિટમેનનુ બેટ આ સિઝનમાં અપેક્ષા કરતા ઉલટુ ખામોશ વઘારે રહ્યુ છે. તેણે સિઝનમાં રમેલી 11 મેચોમાં 126.31 સ્ટ્રાઇક રેટ સાથે 264 રન બનાવ્યા છે, આ દરમ્યાન તેણે ફક્ત બે અર્ધ શતકીય રમત રમી છે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

મુંબઇ ઇન્ડિયન્સએ દિલ્હી સામે જીત દર્જ કરાવવા સાથે જ ટુર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ટીમનો મુકાબલો બીજી ક્વોલીફાયર મેચમાં જીત મેળવનારી ટીમ સામે ફાઇનલ મેચમાં થશે. ટીમને ફાઇનલ મેચમાં પ્રવેશવાની આ છઠ્ઠી તક મળી છે. જ્યારે મુંબઇ ઇન્ડિયન્સ ટી-20 લીગની ફાઇનલ મેચ આગામી 10, નવેમ્બરે રમશે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article