T20: રાશિદ ખાને હેલીકોપ્ટર શોટ એવા લગાવ્યા કે જો ધોની જુએ તો દંગ રહી જાય, જુઓ વિડીયો

|

Dec 29, 2020 | 8:49 AM

T20: અફઘાનિસ્તાન (Afghanistan) નો યુવા ક્રિકટર રાશિદ ખાન (Rashid Khan) ને તાજેતરમાં જ T20 પ્લેયર ઓફ ધ ડિકેડ (Player of the Decade) માં સમાવેશ કરવામાં આવ્યો છે. આ સન્માનનો જશ્ન જાણેકે ઓસ્ટ્રેલીયાની બિગ બેશ લીગ (Big Bash League) માં તોફાની બેટીંગ કરીને મનાવ્યો હતો. તોફાની બેટીંગ અને કમાલની બોલીંગ કરવાને લઇને તેને મેન ઓફ ધ […]

T20: રાશિદ ખાને હેલીકોપ્ટર શોટ એવા લગાવ્યા કે જો ધોની જુએ તો દંગ રહી જાય, જુઓ વિડીયો

Follow us on

T20: અફઘાનિસ્તાન (Afghanistan) નો યુવા ક્રિકટર રાશિદ ખાન (Rashid Khan) ને તાજેતરમાં જ T20 પ્લેયર ઓફ ધ ડિકેડ (Player of the Decade) માં સમાવેશ કરવામાં આવ્યો છે. આ સન્માનનો જશ્ન જાણેકે ઓસ્ટ્રેલીયાની બિગ બેશ લીગ (Big Bash League) માં તોફાની બેટીંગ કરીને મનાવ્યો હતો. તોફાની બેટીંગ અને કમાલની બોલીંગ કરવાને લઇને તેને મેન ઓફ ધ મેચ પણ પસંદ કરવામાં આવ્યો હતો.

એડિલેડ સ્ટ્રાઇકર્સ (Adelaide Strikers) માટે રમતા તેણે 13 બોલરમાં ત્રણ છગ્ગા અને એક ચોગ્ગાની મદદ થી 29 રન ફટકાર્યા હતા. ત્યાર બાદ બોલીંગમાં કમાલ કરતા તેણે બે વિકેટ ઝડપી હતી. જેને લઇને એડિલેડએ પર્થ સ્કોચર્સ ( Perth Scouts) ને 94 રન પર જ સમેટી લેવાયુ હતુ. એડિલેડને 71 રન થી જીત મળી હતી. જેમાં રાશિદ ખાન પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરાયો હતો. રાશિદ ખાનની ટીમે પ્રથમ બેટીંગ કરતા આઠ વિકેટે 165 રન બનાવ્યા હતા. ત્યાર બાદ પર્થને 94 રન પર સમેટી લીધુ હતુ.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

બેટીંગ દરમ્યાન રાશિદ ખાને હેલીકોપ્ટર શોટ દ્રારા છગ્ગા ઉડાવ્યા હતા. તેમણે પહેલા ફવાદ અહેમદના બોલ પર લોન્ગ ઓફની ઉપર થી. છગ્ગો લગાવ્યો હતો. ત્યાર બાદ રિચર્ડસન ને ચોગ્ગો લગાવ્યો હતો. જોકે તેમનો સૌથી તગડો શોટ, એડ્ર્યુ ટાઇની બોલ પર લગાવ્યો હતો. આ છગ્ગો સીધો જ સામે ગયો હતો અને સીધો સાઇટ સ્ક્રિન નજીક પડ્યો હતો. ટાઇએ ઓફ સાઇડ બોલ ફેંક્યો હતો, જેને લઇને રાશિદ ક્રિઝની ખૂબ અંદર ગયો હતો. પછી મહેન્દ્રસિંહ ધોનીની જેમ જ કાંડાને ગુમાવીને બોલને સામેની તરફ ઉડાવ્યો હતો. બોલ કોઇ ગોળીની માફક સાઇટસ્ક્રિન પાસે જઇને પડ્યો હતો. રાશિદ ખાનનો આ હેલીકોપ્ટર શોટ જોવાલાયક હતો. જો આ શોટ ધોની એ જોયો હશે તો ખૂબ ખુશ થયા હશે અને આશ્વર્ય થયુ હશે.

તેના પછી રાશિદે આગળના બોલ પર પણ છગ્ગો લગાવ્યો હતો. આ વખતે પણ તેણે હેલીકોપ્ટર શોટના દ્રારા તેણે બોલને મેદાનની બહાર મોકલ્યો હતો. તે વખતે બોલ લોંગ ઓફની ઉપર થી ગઇ હતી. લગાતાર બે બોલ માં બે છગ્ગા લગાવીને રાશિદ તોફાની મુડમાં આવી ગયો હતો. ત્યાં ત્રીજા બોલ પર પણ તેણે આવો જ વધુ એક શોટ લગાવ્યો હતો. પરંતુ આ વખતે બોલને પોઇન્ટ પર જ બોલને જેસન રોય એ કેચ ઝડપી લીધો હતો. ત્યાર બાદ બોલીંગમાં રાશિદે ત્રણ ઓવરમાં 18 રન આપીને 2 વિકેટ ઝડપી હતી.

video courtesy- KFC Big Bash League

Next Article