T-20: પિતાનું અવસાન છતા મેદાનમાં ઉતર્યો પંજાબનો આ ખેલાડી, શોક દર્શાવવા પંજાબની આખી ટીમે પહેરી હતી કાળી પટ્ટી

|

Oct 25, 2020 | 10:55 AM

  ટી 20 લીગમાં શનિવારે કિંગ્સ ઈલેવન પંજાબના ખેલાડી મનદીપસિંહે રમત પ્રત્યે ઉમદા ઉદાહરણ પુરુ પાડયુ. પોતાના પિતાનુ અવસાન થયું હોવા છતા, ટીમની સાથે જોડાયેલો રહ્યો. એક દિવસ પહેલા જ મનદિપના પિતાનુ નિધન થયુ હતુ અને શનિવારે તે સનરાઇઝર્સ હૈદરાબાદના સામે મેચ રમવા માટે મેદાનમાં ઉતર્યો હતો. કિંગ્સ ઇલેવન પંજાબના ખેલાડીઓએ શોકને દર્શાવ્યો હતો. તેમણે […]

T-20: પિતાનું અવસાન છતા મેદાનમાં ઉતર્યો પંજાબનો આ ખેલાડી, શોક દર્શાવવા પંજાબની આખી ટીમે પહેરી હતી કાળી પટ્ટી

Follow us on

 

ટી 20 લીગમાં શનિવારે કિંગ્સ ઈલેવન પંજાબના ખેલાડી મનદીપસિંહે રમત પ્રત્યે ઉમદા ઉદાહરણ પુરુ પાડયુ. પોતાના પિતાનુ અવસાન થયું હોવા છતા, ટીમની સાથે જોડાયેલો રહ્યો. એક દિવસ પહેલા જ મનદિપના પિતાનુ નિધન થયુ હતુ અને શનિવારે તે સનરાઇઝર્સ હૈદરાબાદના સામે મેચ રમવા માટે મેદાનમાં ઉતર્યો હતો. કિંગ્સ ઇલેવન પંજાબના ખેલાડીઓએ શોકને દર્શાવ્યો હતો. તેમણે પોતાની જર્સીની બાંય પર કાળી પટ્ટી બાંધી હતી. મનદિપ સિંહના પિતા હરદેવ સિંહ લાંબી બીમારીને લઇને અવસાન પામ્યા હતા. ટી-20 લીગની શરુઆતથી જ તેમના પિતા હરદેવ સિંહની હાલત ઠીક નહોતી. જેના કારણે તેમને નજીકની સ્થાનિક હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

હરદેવ સિંહ  પોતાના પુત્ર મનદીપ સિંહને માટે ભારતીય ક્રિકેટ ટીમમાં સામેલ થવાને લઇને ખુબ જ ખુશ હતા. બતાવી દઇએ કે, તેમણે આ માટે એક કસમ ખાધી હતી. જ્યા સુધી પુત્ર મનદિપનો ભારતીય ટીમમાં સમાવેશ નહી થાય, ત્યાં સુધી તે કોઇ પણ ક્રિકેટ મેચ ને નહી જુએ. મનદિપ સિંહ ને વર્ષ 2016 માં ભારતીય ટીમના ઝીમ્બાબ્વે પ્રવાસ માટે ટીમમાં પસંદગી પામ્યો હતો.

મનદિપ થી અગાઉ પણ નિતિશ રાણાએ પણ પોતાના સ્વજનને લઇને ગુમાવવાનુ દુખ દર્દ ભુલાવીને રમતની ફરજ નિભાવી હતી. તે 24 ઓક્ટોબરે દિલ્હી કેપીટલ્સની સામેની મેચમાં રમ્યો હતો. એ મેચના એક દીવસ અગાઉ જ તેમના સસરાનુ અવસાન થયુ હતુ. દિલ્હી સામે તેણે અર્ધશતક લગાવ્યુ હતુ. આના પછી તેમણે તેમના સસરાના નામની જર્સી પણ મેદાનમાં દેખાડી હતી.

ટી-20 લીગમાં યુએઇ માં રમાઇ રહેલી છે, 13 મી સિઝનમાં મનદિપ સિંહને ત્રણ મેચ રમવાનો મોકો મળ્યો છે. જેમાં તેણે 143.47 રનના સુંદર સ્ટ્રાઇક રેટ થી રન બનાવ્યા છે. જોકે આ દરમ્યાન તેને વધારે બોલ રમવાનો મોકો મળ્યો નહોતો. જ્યાં સુધી ટુર્નામેન્ટમાં કિંગ્સ ઇલેવન પંજાબના પ્રદર્શન ની વાત છે તો, કેએલ રાહુલની આગેવાની વાળી આ ટીમ અગીયાર માંથી પાંચ જીત હાંસલ કરી ચુકી છે, જે હાલમાં પાંચમા ક્રમાંકે છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Next Article