T-20: પંજાબ અને હૈદરાબાદ બંનેની ગાડી પાટા પર ચઢી રહી છે, આજે ટકી રહેવાનો જંગ લડશે

|

Oct 24, 2020 | 4:24 PM

લગાતાર ત્રણ મેચમાં જીત મેળવીને ગાડી પર પાટા પર લાવનારી કિંગ્સ ઇલેવન પંજાબ ગઇ મેચ થી ખુબ જ ઉત્સાહીત હશે. જે મેચના ઉત્સાહ સાથે આજે શનિવારે સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં પણ તેનું સતત વિજય અભિયાન જાળવી રાખવા મથશે. હૈદરાબાદ પણ તેની છેલ્લી મેચમાં શાનદાર જીતને લઇને ભરપુર આત્મવિશ્વાસ ધરાવતુ હશે. કિંગ્સ ઇલેવન પંજાબ અને સનરાઇઝર્સ […]

T-20: પંજાબ અને હૈદરાબાદ બંનેની ગાડી પાટા પર ચઢી રહી છે, આજે ટકી રહેવાનો જંગ લડશે

Follow us on

લગાતાર ત્રણ મેચમાં જીત મેળવીને ગાડી પર પાટા પર લાવનારી કિંગ્સ ઇલેવન પંજાબ ગઇ મેચ થી ખુબ જ ઉત્સાહીત હશે. જે મેચના ઉત્સાહ સાથે આજે શનિવારે સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં પણ તેનું સતત વિજય અભિયાન જાળવી રાખવા મથશે. હૈદરાબાદ પણ તેની છેલ્લી મેચમાં શાનદાર જીતને લઇને ભરપુર આત્મવિશ્વાસ ધરાવતુ હશે. કિંગ્સ ઇલેવન પંજાબ અને સનરાઇઝર્સ હૈદરાબાદની સ્થિતી એક સમાન જેવી છે. આ બંને ટીમોએ દશ મેચોમાં આઠ અંક મેળવ્યા છે, પરંતુ હૈદરાબાદની ટીમ સારી રન રેટને લઇને આઠ ટીમોમાં પંજાબ થી એક સ્થાન આગળ પાંચમાં નંબર પર છે.

પ્લેઓફમાં જગ્યા બનાવવા માટે આ બંને ટીમોએ પોતાની બાકી બચેલી મેચોને જીતી લેવી પડશે. કિંગ્સ ઇલેવન પંજાબ માટે ટુર્નામેન્ટમાં શરુઆત સારી રહી નહોતી. પરંતુ પાછળના ત્રણ મેચોમાં તેણે શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. કિંગ્સ ઇલેવન પંજાબે દિલ્હી કેપીટલ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ તેમજ બેંગ્લોરને હરાવી ને કેએલ રાહુલ ની આગેવાની ધરાવતી આ ટીમ, ટોપ ફોરમાં સ્થાન જમાવવા માટે પોતાનુ વિજય અભિયાન જારી રાખવા પ્રયાસ કરશે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

કિંગ્સ ઇલેવન પંજાબની બેટીંગ સુરક્ષિત હાથોમાં છે. કેપ્ટન રાહુલ, મયંક અગ્રવાલ અને ક્રિસ ગેઇલ તથા નિકોલસ પુરણ પણ સારુ પ્રદર્શન કરી રહ્યા હતા. જોકે ગ્લેન મેક્સવેલની ફોર્મ ચિંતા નો વિષય છે. જીમી નિશામ ના આવવા થી ટીમની બેટીંગ અને મહંમદ શામીની આગેવાની હેઠળ ના બોલીંગ આક્રમણમાં થોડી મજબુતી વધી શકી છે. સનરાઇઝર્સ હૈદરાબાદને પણ પ્લેઓફમાં સ્થાન મેળવવુ છે, અને આ માટે તેણે પણ પોતાની બાકી બચેલી ચાર મેચને જીતી લેવી પડી શકે છે. લગાતાર ત્રણ હાર મેળવ્યા બાદ રાજસ્થાન રોયલ્સ સામે ગુરુવારે આઠ વિકેટ થી મળેલી જીત થી ટીમનુ મનોબળ વધી ચુક્યુ છે.

ડેવિડ વોર્નર ની ટીમ હવે પ્લેઓફમાં પોતાની આશાઓને જીવંત રાખવા માટે કોઇ કસ નહી છોડે, હૈદરાબાદને ગઇ મેચમાં સકરાત્મક બાબત એ રહી હતી કે, વોર્નર અને જોની બેયરીસ્ટોની નાકામીયાબીના બાદ પણ મનીષ પાંડે અને વિજય શંકરે અર્ધ શતકોની મદદ થી જીત મેળવી હતી. બંને એ 155 રનના લક્ષ્યને સફળતા થી હાંસંલ કરી લીધુ હતુ.  જૈસેન હોલ્ડરને સામેલ કરવાને લઇને હૈદરાબાદની બોલીંગ મજબુત થઇ છે. વેસ્ટ ઇન્ડીઝ ના ઓલરાઉન્ડર એ રાજસ્થાન સામે 33 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. જોકે ટીમના યુવા ખેલાડીઓ પ્રિયમ ગર્ગ, અબ્દુલ શમદ અને ટી નટરાજને વઘારે જવાબદારી સંભાળવાની જરુર છે.

સનરાઇઝર્સ હૈદરાબાદઃ ડેવીડ વોર્નર કેપ્ટન, જોની બેયરસ્ટો, કેન વિલિયમસન, મનિષ પાંડે, શ્રીવત્સ ગોસ્વામી, વિરાટ સિંહ, પ્રિયમ ગર્ગ, રિધિમાન સાહા, અબ્દુલ સમદ, વિજય શંકર, મોહમદ નબી, રાશિદ ખાન, અભિષેક શર્મા, બી સંદિપ, સંજય યાદવ, પેબીયન એલન,ખલીલ અહમદ, સંદિપ શર્મા, શાહબાજ નદીમ, સિધ્ધાર્થ કૌલ, બિલી સ્ટાનલેક, ટી નટરાજન અને બાસીલ થમ્પી.

કિંગ્સ ઇલેવન પંજાબઃ લોકેશ રાહુલ કેપ્ટન, મયંક અગ્રવાલ, કરુણ નાયર, નિકોલસ પુરન, ગ્લેન મૈક્સવેલ, સરફરાઝ ખાન, કૃષ્ણપ્પા ગૌતમ, ક્રિસ જોર્ડન, મોહમદ શામી, મુરુગન અશ્વિન, મુજીબ ઉર રહેમાન,પ્રભસિમરન સિંહ, જેમ્સ નિસ્સમ, મનદિપ સિંઘ, શેલ્ડન કોટરેલ અને  રવિ બિશ્નોઇ.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Published On - 4:24 pm, Sat, 24 October 20

Next Article