T-20: પંજાબે દિપક હુડાના ધમાકેદાર 62 રન સાથે 153 રનનો સ્કોર 6 વિકેટે કર્યો, એનીગીડીએ 3 વિકેટ ઝડપી

|

Nov 01, 2020 | 5:42 PM

  ટી-20 લીગની સિઝનની આજે 53 મી મેચ અને લીગ સ્ટેઝના અંતિમ પડાવ પૈકીની મેચ આજે અબુધાબીમાં રમાઇ રહી છે. ચેન્નાઇ સુપર કિગ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે મેચ રમાઇ રહી છે. જેમાં ચેન્નાઇએ ટોસને જીતીને પ્રથમ બોલીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પંજાબે બેટીંગ ઇનીંગને શરુઆત આમ તો શરુઆતમાં સારી કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ […]

T-20: પંજાબે દિપક હુડાના ધમાકેદાર 62 રન સાથે 153 રનનો સ્કોર 6 વિકેટે કર્યો, એનીગીડીએ 3 વિકેટ ઝડપી

Follow us on

 

ટી-20 લીગની સિઝનની આજે 53 મી મેચ અને લીગ સ્ટેઝના અંતિમ પડાવ પૈકીની મેચ આજે અબુધાબીમાં રમાઇ રહી છે. ચેન્નાઇ સુપર કિગ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે મેચ રમાઇ રહી છે. જેમાં ચેન્નાઇએ ટોસને જીતીને પ્રથમ બોલીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પંજાબે બેટીંગ ઇનીંગને શરુઆત આમ તો શરુઆતમાં સારી કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સમયાંતરે વિકેટો ગુમાવતા રન ની ગતી ધીમી પડી હતી. દિપક હુડાએ અર્ધશતક ફટકાર્યુ હતુ. 20 ઓવરના અંતે પંજાબે છ વિકેટ ગુમાવીને 153 કર્યા હતા.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

કિંગ્સ ઇલેવન પંજાબ ની બોલીંગ.

પંજાબના બેટ્સમેનો આજે રમતમાં નિષ્ફળ નિવડ્યા હતા. ઓપનરો આમ તો સારી શરુઆત કરવાના પ્રયાસ રુપે 48 રનની ભાગીદારી કરી.  ત્યાં જ એનીગીડીએ જોડીને તોડી પાડી. પ્રથમ વિકેટ મયંક અગ્રવાલની વિકેટ 15 બોલમાં 26 રન કરીને ગુમાવી. ત્યાર બાદ કેએલ રાહુલની વિકેટ તેના 29 રન પર ગુમાવી. નિકોલકસ પુરણ પણ બે જ રન બનાવીને આઉટ થયો. મનદિપ સિંહે 14 રન કર્યા. જેમ્સ નિશમે પણ 2 રન કરીને વિકેટ ગુમાવી. દિપક હુડાએ શાનદાર અર્ધશતક લગાવ્યું હતું, તેણે 30 બોલમાં 62 રનની ધમાકેદાર રમત દાખવી.

ચેન્નાઇ સુપર કિંગ્સની બોલીંગ.

પંજાબ જે પ્રમાણે લડાયકતા થી મેદાનમાં ઉતર્યુ હતુ તે, લડાયક મુડને જાણે કોઇએ તોડી પાડ્યો હોય તો તે છે લુંગી એનગીડી. એનગીડીએ પ્રથમ ઓપનર જોડીની ખંડીત કરી હતી. બંને ઓપનરોને એક બાદ એક ક્લીન બોલ્ડ મીડલ સ્ટમ્પ ઉખાડીને કર્યા હતા. આમ મહત્વની બંને વિકેટોને ઝડપી લઇને પંજાબને મુશ્કેલીમાં મુકી દીધુ હતુ. આ  ઉપરાંત શાર્દુલ ઠાકુર, ઇમરાન તાહિર અને રવિન્દ્ર જાડેજાએ પણ એક એક વિકેટ ઝડપી હતી. 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article