T-20: પંજાબની આશાઓ પર પાણી ફેરવાયું, ગાયકવાડના શાનદાર અર્ધશતક સાથે ચેન્નાઇની જીત

|

Nov 01, 2020 | 7:48 PM

ટી-20 લીગની સિઝનની આજે 53 મી મેચ અને લીગ સ્ટેઝના અંતિમ પડાવ પૈકીની મેચ અબુધાબીમાં રમાઇ. ચેન્નાઇ સુપર કિગ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે ટક્કર . જેમાં ચેન્નાઇએ ટોસને જીતીને પ્રથમ બોલીંગ કરવાનો નિર્ણય કર્યો. 20 ઓવરના અંતે પંજાબે છ વિકેટ ગુમાવીને 153 કર્યા. જેના જવાબમાં ચેન્નાઇ એ 18.5 ઓવરમાં જ 1 વિકેટ ગુમાવીને લક્ષ્ય […]

T-20: પંજાબની આશાઓ પર પાણી ફેરવાયું, ગાયકવાડના શાનદાર અર્ધશતક સાથે ચેન્નાઇની જીત

Follow us on

ટી-20 લીગની સિઝનની આજે 53 મી મેચ અને લીગ સ્ટેઝના અંતિમ પડાવ પૈકીની મેચ અબુધાબીમાં રમાઇ. ચેન્નાઇ સુપર કિગ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે ટક્કર . જેમાં ચેન્નાઇએ ટોસને જીતીને પ્રથમ બોલીંગ કરવાનો નિર્ણય કર્યો. 20 ઓવરના અંતે પંજાબે છ વિકેટ ગુમાવીને 153 કર્યા. જેના જવાબમાં ચેન્નાઇ એ 18.5 ઓવરમાં જ 1 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કર્યો.

 

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

ચેન્નાઇ સુપર કિંગ્સની બેટીંગ.

ચેન્નાઇના ઓપનરોએ પ્રતિષ્ઠાને બચાવી લેવાના મુડથી મેચ રમી. બંને ઓપનરોએ ટીમ ટુર્નામેન્ટથી બહાર થવા સાથે પંજાબને હરાવી સન્માન જાળવતી જીત મેળવવા પ્રયાસ કર્યો. બંને ઓપનરોએ 82 રનની ભાગીદારી રમત રમી. ફાફ ડુપ્લેસીસ 34 બોલમાં 48 રન કરીને ક્રિસ જોર્ડનનો શિકાર થયો . જ્યારે ઋુતુરાજ ગાયકવાડે શાનદાર અણનમ અર્ધ શતક સાથે 62 રન કર્યા .

કિંગ્સ ઇલેવન પંજાબની બોલીંગ.

ચેન્નાઇના ઓપનરો અને પ્રથમ ક્રમાાંક બેટ્સમેને જાણે કે બોલરોને હાવી જ ના થવા દીધા. આમ પંજાબે માત્ર એક જ વિકેટ ઝડપવાથી બોલરોએ સંતોષ માનવો પડ્યો હતો. ક્રિસ જોર્ડને એક વિકેટ ઝડપી હતી. મુરુગન અશ્વીન ચાર ઓવરમાં 17 રન આપી રન આપવામાં કરસકર દાખવી હતી, જોકે તેને વિકેટ મળી શકી નહોતી. 

 

કિંગ્સ ઇલેવન પંજાબ ની બેટીંગ.

પંજાબે આમ તો ટોસ હારીને બેટીંગની શરુઆત કરી હતી. ઓપનરો આમ તો સારી શરુઆત કરવાના પ્રયાસ રુપે 48 રનની ભાગીદારી કરી હતી. ત્યાં જ એનીગીડીએ જોડીને તોડી પાડી હતી. પ્રથમ વિકેટ મયંક અગ્રવાલની વિકેટ 15 બોલમાં 26 રન કરીને ગુમાવી હતી. ત્યાર બાદ કેએલ રાહુલની વિકેટતેના 29 રન પર ગુમાવી. મનદિપ સિંહે 14 રન કર્યા હતા. દિપક હુડાએ 30 બોલમાં 62 રનની ધમાકેદાર રમત દાખવી.

 

ચેન્નાઇ સુપર કિંગ્સની બોલીંગ.

પંજાબ જે પ્રમાણે લડાયકતાથી મેદાનમાં ઉતર્યુ હતુ તે, લડાયક મુડને તોડી પાડ્યો હોય તો તે છે લુંગી એનગીડી. એનગીડીએ પ્રથમ ઓપનર જોડીની ખંડીત કરી. બંને ઓપનરોને એક બાદ એક ક્લીન બોલ્ડ મીડલ સ્ટમ્પ ઉખાડીને કર્યા હતા. આ  ઉપરાંત શાર્દુલ ઠાકુર, ઇમરાન તાહિર અને રવિન્દ્ર જાડેજાએ પણ 1-1 વિકેટ ઝડપી હતી. 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article