T-20: મુંબઈની ટીમ ફોર્મમાં જ્યારે રાજસ્થાનને શરુઆતી ફોર્મની ખોટ, આજે બંને વચ્ચે અબુધાબીમાં ટક્કર

|

Oct 06, 2020 | 7:48 AM

શાનદાર ફોર્મમાં ચાલી રહેલી મુંબઇ ઇન્ડિયન્સનો મુશ્કેલ મુકાબલો રાજસ્થાન રોયલ્સ સામે યોજાશે. જોકે પોતાના અભિયાનને લઇને મુંબઇ મંગળવારની આ મેચમાં પ્લેયીંગ ઇલેવનમાં થોડોક ફેરફાર કરી શકે છે. શારજાહ માં બેટ્સમેનો માટે ની મદદગાર પીચ પર શાનદાર શરુઆત કર્યા બાદ રાજસ્થાનનો દુબઇ અને અબુધાબીમાં દેખાવ નિરાશાજનક રહ્યો છે. પહેલી બે મેચમાં દેખાડેલુ ફોર્મ તે ફરી છી […]

T-20: મુંબઈની ટીમ ફોર્મમાં જ્યારે રાજસ્થાનને શરુઆતી ફોર્મની ખોટ, આજે બંને વચ્ચે અબુધાબીમાં ટક્કર

Follow us on

શાનદાર ફોર્મમાં ચાલી રહેલી મુંબઇ ઇન્ડિયન્સનો મુશ્કેલ મુકાબલો રાજસ્થાન રોયલ્સ સામે યોજાશે. જોકે પોતાના અભિયાનને લઇને મુંબઇ મંગળવારની આ મેચમાં પ્લેયીંગ ઇલેવનમાં થોડોક ફેરફાર કરી શકે છે. શારજાહ માં બેટ્સમેનો માટે ની મદદગાર પીચ પર શાનદાર શરુઆત કર્યા બાદ રાજસ્થાનનો દુબઇ અને અબુધાબીમાં દેખાવ નિરાશાજનક રહ્યો છે. પહેલી બે મેચમાં દેખાડેલુ ફોર્મ તે ફરી છી દોહરાવી શકી નથી.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તો બીજી તરફ મુંબઇ ઇન્ડિયન્સે પાછળની બે મેંચમાં શાનદાર પ્રદર્શન કર્યુ છે. છ અંકો મેળવીને દિલ્હી કેપિટલ્સ થી વધુ સારી સ્થિતીમાં અને ટોપ પર પોઇન્ટ ટેબલમાં જોવા મળી રહી છે. સુપર ઓવરમાં આરસીબી થી હાર મળવા બાદ શાનદાર વાપસી કરી હતી. કિંગ્સ ઇલેવન પંજાબને 48 રન અને સનરાઇઝર્સ હૈદરાબાદને 34 રન થી હરાવ્યુ હતુ. મુંબઇ માટે એક વાત સારી છે કે તે કોઇ એક ખેલાડી પર નિર્ભર નથી રહેતી. તેના બધા જ ખેલાડીઓ સમય પર યોગદાન આપી રહ્યા છે.

મુંબઇ ના કેપ્ટન રોહિત શર્મા પણ ખુબ જ સારા ફોર્મમાં છે. જ્યારે ક્વિન્ટન ડિ કોકે ફોર્મમાં વાપસી કરી છે. કિરોન પોલાર્ડ સારુ રમી રહ્યા છે, જ્યારે ઇશાન કિશન અને હાર્દીક પંડ્યા પણ મેચ વિનર ભુમિકામાં રમી રહ્યા છે.  ગઇ મેચમાં કૃણાલ પંડ્યા એ પણ સારુ પ્રદર્શન કર્યુ હતુ. તેણે ચાર બોલમાં 20 રન કર્યા હતા. બોલર જેમ્સ પૈટીસન્સ, જસપ્રિત બુમરાહ અને ટ્રેન્ટ બોલ્ટ પણ સારા પ્રદર્શનમાં છે. તો બીજી તરફ રાજસ્થાનને ઇંગ્લેડના બેન સ્ટોક્સ ની કમી વર્તાઇ રહી છે, તે 11 ઓકટોબર થી ટીમમાં જોડાશે.

જોસ બટલરે અત્યાર સુધીમાં ત્રણ મેચમાં માત્ર 47 રન જ કર્યા છે. આ જ પ્રમાણે જયદેવ ઉનડકટે પણ ચાર મેચમાં એક જ વિકેટ મેળવી છે. આમ બંને ખેલાડીઓ ખરાબ ફોર્મમાં થી પસાર થઇ રહ્યો છે. જે ટીમને ખટકી રહ્યુ છે અને તેમાં સુધારની જરુરીયાત વર્તાઇ રહી છે. રિયાન પરાગ પણ ચાલી રહ્યો નથી, આવા સમયે હવે સ્ટિવ સ્મિથ તેને બહાર કરીને યશસ્વી જયસ્વાલને તક આપી શકે છે. બોલીંગમાં ઉનડકટ પાવર પ્લે અને ડેથ ઓવરમાં જ ચાલી નથી રહ્યો, જેનાથી ટોમ કુરન અને જોફ્રા આર્ચર પર દબાણ વધી જાય છે. સ્મિથ આવી સ્થિતીમાં વરુણ આરોન અથવા કાર્તિક ત્યાગીને પણ મેદાનમાં ઉતારી શકે છે.

મુંબઇ ઇન્ડિયન્સ:  કેપ્ટન રોહિત શર્મા, આદિત્ય તારે, અનમોલ પ્રીત સિંહ અનુકુલ રોય, ક્રિસ લીન, ધવલ કુલકર્ણી, દિગ્વિજય દેશમુખ, હાર્દિક પંડ્યા, ઇશાન કિશન, જેમ્સ પૈટીસન્સ, જસપ્રિત બુમરાહ, જયંત યાદવ, કીરોન પોલાર્ડ, કૃણાલ પંડ્યા, મિશેલ મૈક્લીનાગન, મોહસિન ખાન, નાથન

રાજસ્થાન રોયલ્સ: સ્ટીવ સ્મિથ કેપ્ટન, જોશ બટલર, રોબીન ઉથપ્પા, સંજુ સૈમસન, બેન સ્ટોક્સ, જોફ્રા આર્ચર, યશસ્વી જયસ્વાલ, મનન વોહરા, કાર્તિક ત્યાગી, આકાશ સિંહ, ઓશેન થોમસ, એન્ડ્રુય ટાઇ, વિડ મિલર, ટોમ કરન, અનિરુદ્ધ જોશી, શ્રેયશ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article