T-20: મેચ પુરી થતા શાહરુખ ખાને ધોનીના ઘા પર ભભરાવ્યુ મીઠુ, કહ્યુ.. નામ તો સુના હોગા

|

Oct 08, 2020 | 7:53 PM

સ્ટેડીયમમાં ભલે દર્શકો જોવા મળતા ના હોય પરંતુ, પોતાના ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે ફ્રેંચાઇઝીના માલિક જરુર સ્ટેડીયમમાં પહોંચી જતા હોય છે. T-20 લીગમાં  કિંગ્સ ઇલેવન પંજાબની દરેક મેચમાં પ્રિતી ઝીંટા પણ આમ કરતી નજરે ચઢી રહી છે, તો કલકત્તા નાઇટ રાઇડર્સ ની મેચ દરમ્યાન બોલીવુડ ના કિંગ ખાન એટલે કે શાહરુખ ખાન પણ યુએઇમાં મોજુદ […]

T-20: મેચ પુરી થતા શાહરુખ ખાને ધોનીના ઘા પર ભભરાવ્યુ મીઠુ, કહ્યુ.. નામ તો સુના હોગા

Follow us on

સ્ટેડીયમમાં ભલે દર્શકો જોવા મળતા ના હોય પરંતુ, પોતાના ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે ફ્રેંચાઇઝીના માલિક જરુર સ્ટેડીયમમાં પહોંચી જતા હોય છે. T-20 લીગમાં  કિંગ્સ ઇલેવન પંજાબની દરેક મેચમાં પ્રિતી ઝીંટા પણ આમ કરતી નજરે ચઢી રહી છે, તો કલકત્તા નાઇટ રાઇડર્સ ની મેચ દરમ્યાન બોલીવુડ ના કિંગ ખાન એટલે કે શાહરુખ ખાન પણ યુએઇમાં મોજુદ છે. બુધવારે કલકત્તા નાઇટ રાઇડર્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે મેચ રમાઇ હતી. જેમાં શાહરુખ ખાનની ટીમે દશ રન થી બાજી મારી લીધી હતી.

રાહુલ ત્રિપાઠે 51 બોલમાં 81 રન ફટકાર્યા.

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ

કલકત્તાની જીતના હિરો ઓપનર રાહુલ ત્રિપાઠી રહ્યો હતો. જેણે 51 બોલમાં જ ધુંઆધાર 81 રન ફટકાર્યા હતા. આ દરમ્યાનન તેના બેટ થી આઠ ચોગ્ગા અને ત્રણ છગ્ગા પણ નિકળ્યા હતા. આવામાં શાહરુખ ખાન સ્ટેડીયમમાં મોજુદ હોય અને તેમના પ્રશંશકોનુ મનોરંજન ના હોય, તેવુ કેવી રીતે હોઇ શકે છે. આ મેચ પુર્ણ થઇ ત્યારે પ્રેઝન્ટેશન સેરેમનીમાં હર્ષા ભોગલે રાહુલ ત્રિપાઠી થી વાત કરી રહ્યા હતા, ત્યારે શાહરુખે તેની ફીલ્મનો સૌથી ફેમસ ડાયલોગ બોલવામાં જરા પણ વાર નહોતી લગાડી. એક તરફ ધોની ની ટીમને કિંગ ખાનનો ઇશારો પણ હતો કે કેવી રીતે રાહુલે ચેન્નાઇના બોલરોને ધોઇ લીધા હતા.

સ્ટેન્ડ પરથી શાહરુખ ખાને પાડી બુમ અને કહ્યુ

હર્ષા ભોગલે એ રાહુલ ત્રિપાઠીને પુછ્યુ હતુ કે, શાહરુખ ખાન તને પ્રેમ મોકલી રહ્યા છે, આ એક ખરાબ સાંજ નથી. કેવુ લાગી રહ્યુ છે. આ ના પર કલકત્તાના ખેલાડીએ કહ્યુ કે, સપનુ સાચુ પડવા જેવુ છે. આ દરમ્યાન જ સ્ટેન્ડ પર થી ચિલ્લાઇને શાહરુખ ખાન પોતાનો ફેમસ ડાયલોગ બોલી ઉઠ્યો હતો કે, રાહુલ … નામ તો સુના હોગા. આ સાંભળતા જ રાહુલ ત્રિપાઠી જોરથી હંસી પડ્યો હતો અને હર્ષા ભોગલે પણ પોતાના હસવાને રોકી શક્યો નહોતો.

https://twitter.com/smirkesque/status/1313926862859501569?s=20

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Published On - 7:51 pm, Thu, 8 October 20

Next Article