T-20: રાજસ્થાનના સૈમસન અને અને સ્મિથ ફોર્મમાં પરત ફરશે કે, દિલ્હી તેનુ ત્રિસ્તરીય સંતુલન જાળવી રાખશે, આજે શારજાહમાં મુકાબલો

|

Oct 09, 2020 | 7:26 AM

T-20માં સતત ત્રણ મેચથી હારનો સામનો કરી રહેલા રાજસ્થાનની ટક્કર દિલ્હી કેપીટલ્સ સાથે આજે થશે ત્યારે રાજસ્થાન પોતાની ભુલ સુધારવા રમતમાં ઉતરશે તો દિલ્હી કેપીટલ્સ તેના કેપ્ટન શ્રેયસ ઐયરની આગેવાનીમાં બોલીંગ, બેટીંગ અને ફીલ્ડીંગ એમ ત્રણેય સ્તરે ચઢીયાતું રહેવાનો પ્રયાસ યથાવત રાખવા ઉતરશે. રાજસ્થાન રોયલ્સ. Web Stories View more અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો […]

T-20: રાજસ્થાનના સૈમસન અને અને સ્મિથ ફોર્મમાં પરત ફરશે કે, દિલ્હી તેનુ ત્રિસ્તરીય સંતુલન જાળવી રાખશે, આજે  શારજાહમાં મુકાબલો

Follow us on

T-20માં સતત ત્રણ મેચથી હારનો સામનો કરી રહેલા રાજસ્થાનની ટક્કર દિલ્હી કેપીટલ્સ સાથે આજે થશે ત્યારે રાજસ્થાન પોતાની ભુલ સુધારવા રમતમાં ઉતરશે તો દિલ્હી કેપીટલ્સ તેના કેપ્ટન શ્રેયસ ઐયરની આગેવાનીમાં બોલીંગ, બેટીંગ અને ફીલ્ડીંગ એમ ત્રણેય સ્તરે ચઢીયાતું રહેવાનો પ્રયાસ યથાવત રાખવા ઉતરશે.

રાજસ્થાન રોયલ્સ.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ટીમ અત્યાર સુધી પોતાની શ્રેષ્ઠ ઇલેવન શોધી શક્યુ નથી. બેન સ્ટોક્સ ના આવવા અંગે આશા રાખી બેઠુ છે પરંતુ તે હજુ 11 મી સુધી આઇસોલેશન હેઠળ છે. કેપ્ટન સ્ટિવ સ્મિથ અને સંજુ સૈમસન નુ ફોર્મ એકદમ ખરાબ થઇ ગયુ છે. તો ટીમમાં સામેલ ભારતીય બેટ્સમેન પણ રન નથી કરી રહ્યા. મુંબઇ ઇન્ડિયન્સ ની વિરુદ્ધ રાજસ્થાન ની અંતિમ ઇલેવનમાં યશસ્વી જયસ્વાલ અને ઝડપી બોલર કાર્તિક ત્યાગી સાથે અંકિત રાજપૂત ને પણ ઉતાર્યો હતો. પરંતુ વાત બની નહોતી. જયસ્વાલ તો ખાતુ ખોલાવ્યા વિના જ બીજા જ બોલે આઉટ થયો હતો. રાજપુતે પણ ત્રણ ઓવરમાં 42 રન આપ્યા હતા. ત્યાગીએ 36 રન આપીને એક વિકેટ ઝડપી હતી. આ બધા વચ્ચે રાજસ્થાન માટે એક વાત સારી એ રહી છે કે, જોસ બટલર ફોર્મમાં પરત ફર્યો છે. જેણે પાછળની મેચમાં 44 બોલમાં 70 રન બનાવ્યા હતા. બોલીંગમાં જોફ્રા આર્ચર અને ટોમ કુરન પર પણ ખુબ દબાણ છે. રાહુલ તેવટીયા પણ સતત સારુ પ્રદર્શન કરી રહ્યો નથી.

દિલ્હી કેપીટલ્સ.

બીજી તરફ દિલ્હીની ટીમ હાલમાં મજબુત ટીમો પૈકીની એક છે. કેપ્ટન શ્રેયસ ઐયર શાનદાર ફોર્મમાં છે. જ્યારે ઓપનર બેટ્સમેન પૃથ્વી શો અને ઋષભ પંતે પણ સારુ પ્રદર્શન કર્યુ છે. માર્કસ સ્ટોઇનીશ બે અર્ધ શતક જમાવી ચુક્યો છે. બોલીંગમાં કાગીસો રબાડાએ અત્યાર સુધીમાં 12 વિકેટ ઝડપી છે. દક્ષિણ આફ્રીકાના ઝડપી બોલર એનરીચ નોર્તઝે એ પણ જરુરીયાતના સમયે સારુ પ્રદર્શન કર્યુ છે. ઇશાંત શર્માની જગ્યાએ આવેલા હર્ષલ પટેલે પણ કલકત્તા નાઇટ રાઇડર્સ સામે 34 રન આપીને બે વિકેટ ઝડપી હતી, જોકે પાછળની મેચમાં 43 રન આપ્યા હતા. અમિત મિશ્રાની જગ્યાએ હવે ફીટ થઇ જતા પરત ફરેલ અશ્વિને પણ 26 રન આપીને એક વિકેટ ઝડપી હતી.

રાજસ્થાન રોયલ્સ ટીમઃ  સ્ટીવ સ્મિથ કેપ્ટન, જોશ બટલર, રોબીન ઉથપ્પા, સંજુ સૈમસન, બેન સ્ટોક્સ, જોફ્રા આર્ચર, યશસ્વી જયસ્વાલ, મનન વોહરા, કાર્તિક ત્યાગી, આકાશ સિંહ, ઓશેન થોમસ, એન્ડ્રુય ટાઇ, વિડ મિલર, ટોમ કરન, અનિરુદ્ધ જોશી, શ્રેયશ ગોપાલ, રિયાન પરાગ, વરુણ આરોન, શશાંક સિંહ, અનુજ રાવત, મહિપાલ લોમરોર અને મયંક માર્કન્ડેય.

દિલ્હી કેપીટલ્સ ટીમઃ કેપ્ટન શ્રેયસ ઐયર, રવિચંદ્રન અશ્વિન, શિખર ધવન, પૃથ્વી શો, શિમરોન હેટમાયર, કૈગિસો રબાડા, અજિંક્ય રહાણે, રુષભ પંત, ઇશાંત શર્મા, અક્ષર પટેલ, સંદિપ લામિછાને, કિમો પોલ, ડેનિયલ સૈમ્સ, મોહિત શર્મા, એનરીક નોત્ર્જે, એલેક્સ કૈરી, આવેશ ખાન, તુષાર દેશપાંડે, હર્ષલ પટેલ, માર્કસ સ્ટોઇનિસ અને લલિત યાદવ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article