T-20 લીગ: વિરેન્દ્ર સહેવાગે મેટ્રો અને રેલ્વે સાથે દિલ્હી અને ચેન્નાઈની સરખામણી કરી, ધોની પર તીર તાકી કહ્યુ ચેન્નાઇ ડેડ આર્મીની સીટી વગાડી દીધી

|

Sep 27, 2020 | 9:06 PM

ભારતીય પૂર્વ બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગે ફરી એકવાર મહેન્દ્રસિંહ ધોની પર નિશાન સાધ્યુ છે. ધોનીએ ઉપરના ક્રમે બેટીંગ નહીં કરવાને લઈને વાત નો ગાળીયો કસ્યો હતો. ટી-20 લીગ શરુ થવાના પહેલા પણ કહેવામાં આવી રહ્યુ હતુ કે ચેન્નાઈના તરફથી બેટીંગ ક્રમમાં ધોની ઉપરના ક્રમે બેટીંગ કરી શકે છે. સુરેશ રૈનાની ગેરહાજરીમાં આવુ કહેવામાં આવી રહ્યુ હતુ […]

T-20 લીગ: વિરેન્દ્ર સહેવાગે મેટ્રો અને રેલ્વે સાથે દિલ્હી અને ચેન્નાઈની સરખામણી કરી, ધોની પર તીર તાકી કહ્યુ ચેન્નાઇ ડેડ આર્મીની સીટી વગાડી દીધી

Follow us on

ભારતીય પૂર્વ બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગે ફરી એકવાર મહેન્દ્રસિંહ ધોની પર નિશાન સાધ્યુ છે. ધોનીએ ઉપરના ક્રમે બેટીંગ નહીં કરવાને લઈને વાત નો ગાળીયો કસ્યો હતો. ટી-20 લીગ શરુ થવાના પહેલા પણ કહેવામાં આવી રહ્યુ હતુ કે ચેન્નાઈના તરફથી બેટીંગ ક્રમમાં ધોની ઉપરના ક્રમે બેટીંગ કરી શકે છે. સુરેશ રૈનાની ગેરહાજરીમાં આવુ કહેવામાં આવી રહ્યુ હતુ પરંતુ અત્યાર સુધીમાં ત્રણ મેચો રમી ચૂક્યુ છે તેમ છતાં પણ ધોની તરફથી આ પ્રકારનો કોઈ જ ફેરફાર જોવા મળી રહ્યો નથી. જો કે પહેલી બંને મેચો દરમ્યાન ચાહકોને જે પ્રમાણેની આશા હતી એના કરતા ઉલટુ જ કર્યુ હતુ. ધોનીએ ઉપરના ક્રમે રમતમાં આવવાને બદલે થોડો નીચે ઉતરતા ક્રમે બેટીંગ કરી હતી. તે નંબર સાત પર બેટીંગ કરવા માટે પીચ પર ઉતર્યો હતો.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

તેણે આ પહેલા બંને મેચ દરમ્યાન સેમ કુરેન અને રવિન્દ્ર જાડેજાને મેદાન પર મોકલ્યા હતા. ચેન્નાઈ તેની ત્રણ મેચમાં પ્રથમ મેચ તો જીતી લીધી હતી પરંતુ બાકીની બંને મેચથી હાથ ધોઈ લેવા પડ્યા હતા. બીજી મેચમાં રાજસ્થાન રોયલે હાર આપી હતી તો ત્રીજી મેચમાં દિલ્હી કેપીટલ્સે ચેન્નાઈને હરાવી લીધુ હતુ. આવામાં હવે ભારતના દિગ્ગજ બેટ્સમેન રહેલા વિરેન્દ્ર સહેવાગે તેમને મજાક બનાવી દીધા છે. તેમણે કહ્યુ હતુ કે, ધોની કદાચ જ ઉપરના ક્રમે બેટીંગ કરવા માટે જાય એ પહેલા તો બુલેટ ટ્રેન ચોક્કસ આવી જશે. સહેવાગે કહ્યુ હતુ કે, ધોનીએ નંબર ચાર પર રમવા માટે આવવુ પડશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

સહેવાગે એક વીડિયો મારફતે આ વાત કહી હતી. દિલ્હીથી મળેલી હારને લઈને કહ્યુ કે મેટ્રો અને રેલવે વચ્ચે કોઈ તુલના નથી. પરંતુ મેટ્રો યુવાન છે અને તેણે ચેન્નાઈની ડેડ આર્મીની સીટી વગાડી દીધી છે. ટી20માં પર્થ જેવી વિકેટ પર જો તમે ટેસ્ટ મેચ જેવી રમત રમશો એના કરતા તો સુરજ બડજાતીયાની એક ફિલ્મ કેમ ના જોઈ લેવાય. પોઈન્ટ ટેબલ પર હાલમાં ચેન્નાઈની ટીમ છઠ્ઠા સ્થાન પર છે. ટીમને ત્રણ મેચમાં ફક્ત એક જ જીત મળી શકી છે. ચેન્નાઈની હવેની મેચ બીજી ઓક્ટોબરે હૈદરાબાદ સામે છે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article