T-20 લીગ: વિરાટ ફરી એકવાર બેંટીંગમાં નિષ્ફળ, ફીંચ, પડીક્કલ અને ડીવીલીયર્સના ત્રણ અર્ધ શતકના સહારે મુંબઇ સામે 201/03 સ્કોર ખડક્યો

|

Sep 28, 2020 | 9:19 PM

ટી-20 લીગની દુબાઇમાં રમાઇ રહેલી દશમી મેચમાં સોમવારે મુંબઇ ઇન્ડીયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે મુકાબલો યોજાયો હતો. મુંબઇ ઇન્ડીયન્સના કેપ્ટન રોહિત શર્માએ પહેલા ટોસ જીત્યો હતો. રોહિતે પહેલા બેંગ્લોર ને બેટીંગ કરવા માટે મોકો આપ્યો હતો. પોઇન્ટ ટેબલમાં બંને ટીમો પાસે 02-02 અંક છે, જેથી બંને વચ્ચે અંક વધારવા માટે ની સ્પર્ધાની સ્વાભાવિક જ […]

T-20 લીગ: વિરાટ ફરી એકવાર બેંટીંગમાં નિષ્ફળ, ફીંચ, પડીક્કલ અને ડીવીલીયર્સના ત્રણ અર્ધ શતકના સહારે મુંબઇ સામે 201/03 સ્કોર ખડક્યો

Follow us on

ટી-20 લીગની દુબાઇમાં રમાઇ રહેલી દશમી મેચમાં સોમવારે મુંબઇ ઇન્ડીયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે મુકાબલો યોજાયો હતો. મુંબઇ ઇન્ડીયન્સના કેપ્ટન રોહિત શર્માએ પહેલા ટોસ જીત્યો હતો. રોહિતે પહેલા બેંગ્લોર ને બેટીંગ કરવા માટે મોકો આપ્યો હતો. પોઇન્ટ ટેબલમાં બંને ટીમો પાસે 02-02 અંક છે, જેથી બંને વચ્ચે અંક વધારવા માટે ની સ્પર્ધાની સ્વાભાવિક જ અપેક્ષા રાખી રખાઇ છે. બંને ટીમોએ એક એક મેચ રમી હતી, જેમાં બંને એક એક મેચમાં વિજેતા અને એક એક મેચમાં હાર ખમી હતી.  બેંગ્લોરે તેની પ્રથમ બેટીગ દરમ્યાન ત્રણ વિકેટ ગુમાવીને બેંગ્લોરે 201 રન કર્યા હતા. જેમાં ત્રણ ખેલાડીઓએ પોતાના અર્ધ શતક નોંધાવ્યા હતા.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મુંબઇએ આજે ટીમમાં એક બદલાવ કર્યો હતો. સૌરભ તીવારી પુર્ણ રીતે ફીટ નહી હોવાને લઇને તેની જગ્યા પર ઇશાન કિશન ને આખરી ઇલેવનમાં સ્થાન મળ્યુ હતુ. જ્યારે બેંગ્લોરે પણ ટીમમાં ત્રણ ફેરફાર કરીને મેદાનમાં પહોંચ્યુ હતુ. બેંગ્લોરે તેની અંતિમ ઇલેનવમાં જોશ ફીલીપ, ડેલ સ્ટેપ અને ઉમેશ યાદવની જગ્યાએ એડમ ઝંમ્પા, ઇસુરુ ઉડાના અને ગુરુકીરત સિંહ માનને સ્થાન આપ્યુ હતુ.

ટીમ વિરાટની બેટીંગ

ટી-20 લીગની સિઝનમાં શરુઆત થી જ ફ્લોપ રહેલ વિરાટ કોહલી ફરી એકવાર આજે ફ્લોપ સાબિત થયો હતો, અને 11 બોલની રમત રમવા છતાં પણ માત્ર 03 રન કરીને રાહુલ ચાહરના બોલ પર રોહીત શર્માના હાથે આઉટ થયો હતો. વિરાટ સેનાના બંને ઓપનરોએ મજબુત લક્ષ્ય આપવાના ભાગરુપે અર્ધ શતક કર્યા હતા. ફીંચે ટી-20 લીગનુ 14 અર્ધ શતક લગાવ્યુ હતુ. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે આ મેચ ખુબ જ મહત્વની છે. સોશિયલ મીડીયા થી લઇને તમામ રીતે વિરાટ કોહલી અને તેની ટીમ પર ટીકા વરસી રહી છે. આવા સમયે ટીમે બેટીંગ થી જ જવાબ આપવો મહત્વપુર્ણ બની રહ્યો છે. ઓપનીંગમાં આવેલા એરોન ફીંચ અને દેવદત્ત પડીક્કલે ટીમ માટે મક્કમ શરુઆત કરી હતી. એરોન ફિંચે 35 બોલમાં 07 ચોગ્ગા અને 01 છગ્ગાની મદદ થી 52 રન કરીને કેચ આઉટ થયો હતો. પડિક્કલ અને ફીંચે ટીમને 54 બોલમાં 81 રનની ઓપનીંગ ભાગીદારી આપી હતી. દશમી ઓવર સુધીમાં આરસીબીએ એક વિકેટ ના નુકશાન પર 85 રન કર્યા હતા. પડીક્કલે 40 બોલમાં 54 રન્ કર્યા હતા. અંતિમ ઓવરોમાં મોરચો ડી વીલયર્સે સંભાળ્યો હતો અને જેણે 55 રન કર્યા હતા.  શિવમ દુબેએ અંતિમ ઓવરોમાં ઝડપ થી 10 બોલમાં 27 રન કર્યા હતા.

બેંગ્લોરના ત્રણ અર્ધ શતક

એરોન ફીંચ, દેવદત્ત પડીક્કલસ  અને એબી ડીવીલીયર્સ એમ ત્રણ બેટ્સમેનોએ અર્ધ શતક ફટકાર્યા હતા. પહેલા એરોન ફિંચે 35 બોલમાં 07 ચોગ્ગા અને 01 છગ્ગાની મદદ થી 52 રન ફટકારી અર્ધ શતક કર્યુ હતુ. બાદમાં પડીક્કલે પણ 40 બોલમાં 54 રન્ કર્યા હતા. જ્યારે અંતિમ ઓવરો દરમ્યાન ધમાકા ભેર બેટ ફેરવતા ડીવિલીયર્સે ઝડપ થી અર્ધ શતક ફટકાર્યુ હતુ. તેણે 23 બોલમાં અર્ધ શતક ફટકાર્યુ હતુ. ડી વીલીયર્સે 24 બોલમાં 55 રન કર્યા હતા જે માટે તેણે ચાર ચોગ્ગા અને ચાર છગ્ગા લગાવ્યા હતા.

મુંબઇની બોંલીંગ

રાહુલ ચાહરે મહત્વપુર્ણ વિકેટ વિરાટ કોહલીના સ્વરુપમાં મેળવી હતી. આ ઉપરાંત અર્ધ શતક ફટકારી ચુકેલા એરોન ફીંચને ટ્રેન્ટ બોલે પોતાનો શિકાર બનાવી પેવેલીયન મોકલ્યો હતો. પ્રથમ વિકેટ 81 રને ફીંચના સ્વરુપમાં મેળવી હતી અને ઓપનીંગ જોડીને તોડવા સફળતા મળી હતી. બાદમાં વન ડાઉન આવેલા કોહલીને આરસીબીના 92 રનના સ્કોર પર માત્ર ત્રણ રને બોલ્ટે પેવેલીયન મોકલ્યો હતો. ત્રીજી વિકેટ પડીક્કલની પણ બોલ્ટે ઝડપતા મુંબઇને અંતિમ ઓવરમાં રાહત સાંપડી હતી. જોકે આમ છતાં મુંબઇ આરસીબીને 200 રનની મર્યાદામાં બાંધી રાખવામાં સફળ રહી શક્યુ નહોતુ.

Next Article