ટી-20 લીગ: સ્ટોક્સ અને સેમસન મુંબઈના બોલર્સ સામે તુટી પડ્યા, રાજસ્થાનની 8 વિકેટથી જીત

|

Oct 25, 2020 | 11:28 PM

ટી-20 લીગની 45 મી મેચ અબુધાબીના શેખ ઝાયદ સ્ટેડીયમ ખાતે રમાઈ હતી. મુંબઈ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે આ મેચ રમાઈ હતી. જેમાં મુંબઈએ ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરતા સારી શરુઆત સાથે મુંબઈએ બેટીંગની રમત આરંભી હતી. હાર્દીક પંડ્યાની ધમાકેદાર બેટીંગને લઈને 20 ઓવરના અંતે મુંબઈ ઈન્ડિયન્સે પાંચ વિકેટ ગુમાવીને 195 રન કર્યા હતા. જેના […]

ટી-20 લીગ: સ્ટોક્સ અને સેમસન મુંબઈના બોલર્સ સામે તુટી પડ્યા, રાજસ્થાનની 8 વિકેટથી જીત

Follow us on

ટી-20 લીગની 45 મી મેચ અબુધાબીના શેખ ઝાયદ સ્ટેડીયમ ખાતે રમાઈ હતી. મુંબઈ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે આ મેચ રમાઈ હતી. જેમાં મુંબઈએ ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરતા સારી શરુઆત સાથે મુંબઈએ બેટીંગની રમત આરંભી હતી. હાર્દીક પંડ્યાની ધમાકેદાર બેટીંગને લઈને 20 ઓવરના અંતે મુંબઈ ઈન્ડિયન્સે પાંચ વિકેટ ગુમાવીને 195 રન કર્યા હતા. જેના જવાબમાં રાજસ્થાન રોયલ્સે પણ શાનદાર જવાબી ઈનીંગ રમી હતી. મુંબઈને સરળતાથી લક્ષ્યાંકનો પીછો કરીને રાજસ્થાને હરાવી દીધુ હતુ. બેન સ્ટોક્સના નોટ આઉટ 107 અને સંજુ સૈમસનના 54 રનની ધમાકેદાર રમતને લઈને રાજસ્થાને વિજય મેળવ્યો હતો. 18.02 ઓવરમાં જ લક્ષ્યાંક પાર પાડીને 196 રન કરી લઈ રાજસ્થાનની જીત થઈ હતી. 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 
રાજસ્થાન રોયલ્સની બેટિંગ
 
જવાબમાં રાજસ્થાન રોયલ્સે શાનદાર લડાયકતા પુરી પાડી હતી. રોબિન ઉથપ્પા અને કેપ્ટન સ્મિથ ઝડપથી વિકેટ ગુમાવતા જ રાજસ્થાન પર મુશ્કેલીના વાદળો ઘેરાયા હતા. પરંતુ સતત ફલોપ રહી રહેલા બેન સ્ટોક્સ અને સંજુ સેમસને જાણે કે સંકટ સમયે મોરચો સંભાળી લઈ પોતાની ટીમને વિજય માર્ગે લઈ ગયા હતા. સાથે જ બંનેએ પોતાની પરની ટીપ્પણીઓનો પણ જવાબ આપી દીધો હતો. સ્ટોકે 60 બોલમાં 107 રન ગજબના સ્ટ્રાઈક રેટ સાથે કરી પોતાની અણનમ સદી નોંધાવ્યુ હતુ. સાથે સૈમસને પણ 31 બોલમાં 54 રન કર્યા હતા. આમ માત્ર બે જ વિકેટ ગુમાવ્યા બાદ વિશાળ ભાગીદારી બંનેએ રમીને રાજસ્થાનો રોયલ વિજય પ્રાપ્ત કરાવ્યો હતો. સ્ટોક્સે માત્ર ત્રણ છગ્ગા લગાવ્યા હતા, જેની સામે 14 ચોગ્ગા લગાવ્યા હતા.
 
મુંબઈની બોલીંગ
શરુઆતમાં એક બાદ એક બે વિકેટ 13 અને 44 રનના સ્કોર પર ઝડપી લેતા જ મુંબઈની છાવણીમાં ખુશીઓ લહેરાઇ હતી, પરંતુ જે ઝાઝી ટકી નહોતી. ત્યારબાદ બેન સ્ટોક અને સૈમસનની જોડી કોઇપણ રીતે મુંબઇના બોલરોને મચક આપતી નહોતી.આમ રન લુંટાતા જ જતા રાજસ્થાનને અંતિમ ઓવર પહેલા જ જીત આસાન બની ગઈ હતી. જેમ્સ પૈટીસને બે વિકેટ ઝડપી હતી. આ સિવાય તમામ બોલરો જાણે કે રન અને વિકેટ બંને રીતે સફળ થઈ શક્યા નહોતા.

 

તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 
મુંબઈની બેટીંગ
ટોસ જીતીને બેટીંગ કરવા આવેલી મુંબઈની ટીમના ઓપનરે ઝડપી શરુઆત કરવાનો પ્રયાસ કર્યો હતો. પાવર પ્લેનો ફાયદો ઉઠાવી ઝડપથી રમવા જતા સીક્સ લગાવી ક્વિન્ટન ડીકોકની પ્રથમ વિકેટ ગુમાવી હતી. પરંતુ બાદમા ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવે ઈનીંગને આગળ ધપાવી હતી. બંનેએ 83 રનની ભાગીદારી નોંધાવી રોહિત શર્માની ગેરહાજરીની જવાબદારી નિભાવી હતી. ઈશાન કિશન 37 રન કરી આઉટ થયો હતો, યાદવ 26 બોલમાં 40 રન કર્યા હતા. પોલાર્ડ છ રન કરીને આઉટ થયો હતો. સૌરભ તિવારીએ પણ 25 બોલમાં 34 રન કર્યા હતા. હાર્દીક પંડ્યાએ આજે ધુંઆધાર બેટીંગ કરી હતી અને તેણે સળંગ ત્રણ છગ્ગા લગાવી દેતા જ મુંબઇને સ્કોરના મામલે રાહત મળવા લાગી હતી. તેણે 20 બોલમાં ફીફટી પુરી કરી લીધી હતી. તે માટે તેણે સાત છગ્ગા અને બે ચોગ્ગા લગાવ્યા હતા. આમ હાર્દીકે 21 બોલમાં 60 રન કર્યા હતા.
 
રાજસ્થાનની બોલીંગ
જોફ્રા આર્ચર અને શ્રેયસ ગોપાલે તેના ચાર ઓવરમાં બે-બે વિકેટ ઝડપી હતી. બંનેએ આજે સારી બોલીંગ કરી હતી. ટીમને જરુર હતી બીજી વિકેટની તે મેળવવા  લાંબો સમય બોલરોએ રાહ જોવી પડી હતી. જો કે એક સમયે નજીકના અંતરમાં ત્રણ વિકેટ ઝડપતા રાજસ્થાનને હાશકારો થયો હતો. જોકે કાર્તિક ત્યાગીએ પણ એક વિકેટ ઝડપી હતી. પરંતુ હાર્દીક પંડ્યાને એક જીવત દાન મળ્યા બાદ તેને નિયંત્રીત નહીં થઈ શકતા આખરે સ્કોર લક્ષ્ય કરતા ઉંચો વધ્યો હતો. આમ બોલરોને ઝઝુમતા જોવા મળતા હતા. હાર્દીક પંડ્યાએ સ્ટિવ સ્મીથના તમામ આયોજનો જાણે કે રફેદફે થઇ ગયા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article