T-20 લીગ: હૈદરાબાદના બોલરો સામે 132 રનમાં જ સમેટાયુ પંજાબ, મળી શરમજનક હાર

|

Oct 08, 2020 | 11:43 PM

ટી-20 લીગની 22મી મેચ દુબઇના આંતરરાષ્ટ્રીય સ્ટેડીયમ કિંગ્સ ઇલેવન પંજાબ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ હતી. ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવા મેદાનમાં ઉતર્યા હતા. 15 ઓવર સુધી બંને ઓપનરોએ ક્રિઝ પર રહી 10 રન પ્રતિ ઓવર સરેરાશ લઈ સ્કોર બોર્ડને ધુંઆધાર બેટીંગથી મજબુત સ્કોરનો પાયો જમાવ્યો હતો. જોકે  16મી ઓવરના પ્રથમ બોલે ઓપનીંગ જોડી તુટી […]

T-20 લીગ:  હૈદરાબાદના બોલરો સામે 132 રનમાં જ સમેટાયુ પંજાબ, મળી શરમજનક હાર

Follow us on

ટી-20 લીગની 22મી મેચ દુબઇના આંતરરાષ્ટ્રીય સ્ટેડીયમ કિંગ્સ ઇલેવન પંજાબ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ હતી. ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવા મેદાનમાં ઉતર્યા હતા. 15 ઓવર સુધી બંને ઓપનરોએ ક્રિઝ પર રહી 10 રન પ્રતિ ઓવર સરેરાશ લઈ સ્કોર બોર્ડને ધુંઆધાર બેટીંગથી મજબુત સ્કોરનો પાયો જમાવ્યો હતો. જોકે  16મી ઓવરના પ્રથમ બોલે ઓપનીંગ જોડી તુટી હતી. સનરાઇઝર્સ 200ના સ્કોર પર પહોંચવામાં સફળ રહ્યુ હતુ. છ વિકેટ ગુમાવીને 20 ઓવરના અંતે 201 રન ખડકી દીધા હતા. બંને ઓપનરોના ધુંઆધાર અડધી સદીથી સનરાઇઝર્સે મજબુત સ્કોર કર્યો હતો, જેના જવાબમાં પંજાબ જાણે કે રીતસરનુ હાંફી ગયુ હતુ. પંજાબ 16.05 ઓવરમાં 132 રન બનાવીને ઓલઆઉટ થઈ ચુક્યુ હતુ. આમ હૈદરાબાદના બોલરો સામે 69 રને શરમજનક હાર કિંગ્સ ઇલેવન પંજાબે સહવી પડી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

પંજાબની બેટીંગ

વળતા જવાબમાં પંજાબે રમતમાં ઉતરતા નિકોલસ પુરન એક માત્ર બેટ્સમેન ક્રિઝ પર ટકી રહેવામાં સફળ રહ્યો હતો. જોકે ના માત્ર તે ટકી જ રહ્યો હતો પણ તેણે ઝડપી રન રાખીને રમતને નિરસ બનવા દીધી નહોતી. પુરને આતશી છગ્ગાઓ સાથે ઝડપી અડધી સદી બનાવી. જે સિઝનની સૌથી ઝડપી અડધી સદી ફટકારી હતી. તેણે છ છગ્ગા 50 રનમાં જ ઝડી દીધા હતા. આમ 17 બોલમાં જ 50 રન પુરા કરી લીધા હતા. એક તરફ પુરન ઝડપી રમી રહ્યો હતો તો બીજી તરફ ટીમ ત્રણ વિકેટ ગુમાવી ચુકી હતી. પુરને 77 રન બનાવ્યા હતા. તે રાશીદ ખાનની ઓવરમાં કેચ આઉટ થયો હતો. 09 રન બનાવી મયંક અગ્રવાલના રુપમાં સૌ પ્રથમ વિકેટ ગુમાવી હતી. તે વખતે 11 રનનો સ્કોર હતો, 31 ના સ્કોર પર સીમરન સિંઘ 11 રન કરીને અને 58ના સ્કોર પર રાહુલ પણ 11 રન બનાવી આઉટ થયા હતા. મેક્સવેલ ફરી એકવાર સસ્તામાં આઉટ થયો હતો. તેણે સાત રન બનાવ્યા હતા અને રન આઉટ થયો હતો. મુજીબ રહેમાન એક રન બનાવીને આઉટ થયો હતો. મોહમંદ શામી શુન્યમાં વિકેટ ગુમાવી દીધી હતી. 126 રનના સ્કોર પર જ એક બાદ એક ત્રણ વિકેટ ગુમાવી હતી. આમ 131 રનના સ્કોર પર પંજાબે આઠ વિકેટ ગુમાવી હતી. 132 રનના સ્કોર પર છેલ્લી બે વિકેટ ગુમાવી હતી.

સનરાઈઝર્સની બોલીંગ

રાશીદ ખાન આજે સફલ બોલર રહ્યો હતો. માત્ર ત્રણ રનની ઈકોનોમી સાથે ચાર ઓવરમાં માત્ર 12 રન આપ્યા હતા અને ત્રણ વિકેટ ઝડપી હતી. ખલીલ અહેમદે ત્રણ ઓવરમાં 24 રન આપીને બે વિકેટ ઝડપી હતી. નટરાજને 3.05 ઓવરમાં 24 રન આપીને બે વિકેટ ઝડપી હતી, જ્યારે અભિષેક શર્માએ એક ઓવર કરીને એક વિકેટ મેળવી હતી.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

સનરાઈઝર્સની બેટીંગ

સનરાઇઝર્સની બેટીંગનો જાણે કે આજે ઉદય થયો હતો. દુબઈના ગ્રાઉન્ડ પર ઓપનીંગ જોડીએ જે રીતે ધમાકેદાર શરુઆત કરી હતી એમ લાગતુ હતુ કે 200ને પારનો આંક વટાવી દેવાશે. બંને ઓપનરોએ અડધી સદી ફટકારી હતી. બંનેએ 160 રનની ઓપનીંગ ભાગીદારી નોંધાવી હતી. 15 ઓવર સુધી ક્રિઝ પર ટકી રહીને સ્કોર બોર્ડને ઝડપી રન રેટથી આગળ વધાર્યુ હતુ. બંને ઓપનરોએ ઝડપી રન ફટકાર્યા હતા. જો કે બેયરીસ્ટો ત્રણ રન માટે સદી ચૂકી ગયો હતો. તેણે 55 બોલ પર 97 રન કર્યા હતા. ડેવીડ વોર્નરે 52 રનની પારી રમી હતી. ત્યારબાદ ક્રિઝ પર આવેલ મનિષ પાંડે એક રન પર આઉટ થયો હતો. આમ 160થી 161 રનના સ્કોર પર ત્રણ મહત્વની વિકેટ ગુમાવી હતી. અબ્દુલ સમદ આઠ રન પર આઉટ થયો હતો. 160થી 175 રનના સ્કોર પહોંચતા સુધીમાં તો પાંચ વિકેટ પંદર રનના અંતરમાં હૈદરાબાદે ગુમાવી દીધી હતી. જોકે વિલીયમસને 10 બોલમાં 20 રન ફટકાર્યા હતા અને સાથે જ અભિષેક શર્માએ પણ છ બોલમાં 12 રન ફટકારતા સ્કોર 200 પર પહોંચાડવામાં  સનરાઇઝર્સ સફળ રહ્યુ હતુ.

પંજાબની બોલીંગ

પંજાબના બોલર્સ જાણે કે આજે રીતસરનો પરસેવો વહાવતા મેદાનમાં જોવા મળી રહ્યા હતા. એક વિકેટ મેળવવા માટે જાણે કે તેઓ તરસી રહ્યા હતા. પરંતુ 15 ઓવર સુધી આ સફળતા મળી નહોતી તો બીજી તરફ રન પર પણ કોઇ જ નિયંત્રણ બોલરો મેળવી શકયા નહોતા. જોકે એકાએક જ 16મી ઓવરમાં ચમત્કાર સર્જાયો હોય એમ પ્રથમ બોલે વોર્નર અને ચોથા બોલે બેયરીસ્ટો આઉટ થયો હતો રવિ બિશ્નોઈએ ત્રણ ઓવરમાં 29 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી.  અર્શદીપ સિંઘે ચાર ઓવરમાં 33 રન આપીને બે વિકેટ ઝડપી હતી. મોહમદ શામીએ ચાર ઓવરમાં 40 રન આપીને એક વિકેટ ઝડપી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article