T-20 લીગઃ SRHએ પ્રથમ ઈનીંગ્સમાં 4 વિકેટે 162 રન કર્યા, બેયરીસ્ટોની અડધીસદી

|

Sep 29, 2020 | 9:42 PM

અબુધાબીમાં રમાઇ રહેલી ભારતીય ટી-20 ક્રિકેટ લીગની 11મી મેચમાં દિલ્હી કેપીટલ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને પહેલા બોલીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પોતાની શરુઆતની બંને મેચ જીતીને દિલ્હી પોઈન્ટ ટેબલ પર નંબર વન પર છે. જ્યારે ડેવીડ વોર્નરની આગેવાનીમાં સનરાઈઝર્સ હૈદરાબાદ પોતાની બંને મેચ હારીને પોઈન્ટ ટેબલ પર તળીયા પર છે. હૈદરાબાદે તેની પ્રથમ ઈનીંગ્સના […]

T-20 લીગઃ SRHએ પ્રથમ ઈનીંગ્સમાં 4 વિકેટે 162 રન કર્યા, બેયરીસ્ટોની અડધીસદી

Follow us on

અબુધાબીમાં રમાઇ રહેલી ભારતીય ટી-20 ક્રિકેટ લીગની 11મી મેચમાં દિલ્હી કેપીટલ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને પહેલા બોલીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પોતાની શરુઆતની બંને મેચ જીતીને દિલ્હી પોઈન્ટ ટેબલ પર નંબર વન પર છે. જ્યારે ડેવીડ વોર્નરની આગેવાનીમાં સનરાઈઝર્સ હૈદરાબાદ પોતાની બંને મેચ હારીને પોઈન્ટ ટેબલ પર તળીયા પર છે. હૈદરાબાદે તેની પ્રથમ ઈનીંગ્સના અંતે ચાર વિકેટ ગુમાવીને 163 રનનું લક્ષ્ય દિલ્હી સામે મુક્યુ હતુ. દિલ્હીએ તેની ટીમમાં તેની ટીમમાં એક બદલાવ કર્યો હતો. આવેશ ખાનની જગ્યાએ ઈશાંત શર્માનો સમાવેશ કર્યો હતો. જે અનફીટ હોવાને લઈને મેદાનની બહાર હતો અને જે હવે ફીટ થતાં મેદાન પર પરત ફર્યો છે. જ્યારે હૈદરાબાદે 2 બદલાવ કરીને મોહમદ નબીની જગ્યાએ કેન વિલિયમ્સ અને રિધીમાન સાહાની જગ્યાએ અબ્દુલ સમાદને મેદાનમાં ઉતાર્યો હતો.

 

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

સનરાઈઝર્સ હૈદરાબાદની બેટીંગ ઈનીંગ

દિલ્હીએ ટોસ જીતીને બેટીંગમાં હૈદરાબાદને મેદાનમાં પહેલા બેટીંગ માટે ઉતરવા મોકો આપ્યો હતો. જેને લઈને હૈદરાબાદે પ્રથમ વિકેટ ક્રીઝ પર ટકાવી રાખવા સાથે સ્કોર બોર્ડ ફરતુ રાખવા માટે પ્રયાસ કર્યો હતો. જેમાં પ્રથમ વિકેટ કેપ્ટન ડેવીડ વોર્નરની હૈદરાબાદે ગુમાવી હતી. વોર્નર 33 બોલમાં 45 રન બનાવીને અમિત મિશ્રાનો શિકાર 77 ના સ્કોર પર થયો હતો. જ્યારે ઓપનર જોની બેયરસ્ટોએ પોતાની અડધી સદી ફટકારી હતી. બેઅરીસ્ટોએ 48 બોલમાં 53 રન ફટકાર્યા હતા. મનિષ પાંડે માત્ર પાંચ બોલમાં ત્રણ રન કરી આઉટ થયો હતો. કેન વિલીયમ્સ 26 બોલમાં 41 રન કર્યા હતા. જ્યારે અબ્દુલ શમદ અને અભિષેક શર્મા અણનમ રહ્યા હતા. શમદે એક ચોગ્ગો અને એક છગ્ગો અંતિમ ઓવરો દરમ્યાન ફટકારી સાત બોલમાં 12 રન કર્યા હતા. ઈનીંગ્સ દરમ્યાન માત્ર ચાર જ છગ્ગા અને 11 ચોગ્ગા જ ફટકાર્યા હતા.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

દિલ્હી કેપીટલ્સની બોંલીંગ.

અમિત મિશ્રા પર દિલ્હીને ખુબ જ આશા છે અને તે આશા પર તે ખરો ઉતરી રહ્યો છે. અમિત મિશ્રાએ કેપ્ટન ડેવિડ વોર્નરના સ્વરુપમાં પ્રથમ વિકેટ અપાવી હતી. જ્યારે બીજી વિકેટ મનિશ પાંડેના સ્વરુપે ઝડપી હતી. અમિત મિશ્રાએ તેની ચાર ઓવરમાં બે વિકેટ ઝડપીને 35 રન આપ્યા હતા. અક્ષર પટેલે બે ઓવરમાં માત્ર 14 રન આપ્યા હતા. કાગીસો રબાડાએ ચાર ઓવરમાં 21 રન કર્યા હતા અને બે વિકેટ મેળવી હતી. રબાડાએ બોલીંગમાં શ્રેષ્ઠ પરફોર્મન્સ પુરુ પાડ્યુ હતુ.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article