T-20 લીગ: હૈદરાબાદે ત્રણ વિકેટ ગુમાવવા છતાં ધીમા રન રેટે રમત દાખવી 153 રન કર્યા, મનિષ પાંડેની ફીફટી

|

Oct 11, 2020 | 5:23 PM

ટી-20 લીગની 26મી મેચ દુબઇ આંતરરાષ્ટ્રીય સ્ટેડીયમ ખાતે સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ યોજાઈ. બપોરે 03.30 કલાકે શરુ થયેલ મેચમાં પ્રથમ ટોસ હૈદરાબાદે જીતીને બેટીંગ કરવા મેદાનમાં ઉતરી હતી. શરુઆત ધીમી કરી હતી અને ચાર ઓવર સુધી માત્ર 13 રન જ કરી શક્યા હતા. કેપ્ટન ડેવીડ વોર્નર બે રન માટે અડધીસદી ચુક્યો હતો. […]

T-20 લીગ: હૈદરાબાદે ત્રણ વિકેટ ગુમાવવા છતાં ધીમા રન રેટે રમત દાખવી 153 રન કર્યા, મનિષ પાંડેની ફીફટી

Follow us on

ટી-20 લીગની 26મી મેચ દુબઇ આંતરરાષ્ટ્રીય સ્ટેડીયમ ખાતે સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ યોજાઈ. બપોરે 03.30 કલાકે શરુ થયેલ મેચમાં પ્રથમ ટોસ હૈદરાબાદે જીતીને બેટીંગ કરવા મેદાનમાં ઉતરી હતી. શરુઆત ધીમી કરી હતી અને ચાર ઓવર સુધી માત્ર 13 રન જ કરી શક્યા હતા. કેપ્ટન ડેવીડ વોર્નર બે રન માટે અડધીસદી ચુક્યો હતો. જ્યારે મનિષ પાંડે 44 બોલમાં 54 રન કરીને અડધીસદી ફટકારી, સનરાઈઝર્સ હૈદરાબાદે 20 ઓવરના અંતે ત્રણ વિકેટે 153 રન કર્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

 

હૈદરાબાદની બેટીંગ

હૈદરાબાદના ઓપનર કેપ્ટન ડેવીડ વોર્નર અને જોની બેયરીસ્ટે ધીમી શરુઆત કરી હતી. જોકે જોની બેયરીસ્ટોની વિકેટ 23 રનના સ્કોર પર જ ગુમાવી હતી. ત્યારબાદ ડેવીડ વોર્નર અને મનિષ પાંડેએ ઈનીંગ્સને સંભાળી હતી, પરંતુ રનને લઈને સ્કોર બોર્ડ ઝડપી બનાવી શક્યા નહોતા. ડેવીડ વોર્નર બે રન માટે અડધીસદી ચુક્યો હતો. તેણે 38 બોલમાં 48 રન કર્યા હતા. જ્યારે મનિષ પાંડે 44 બોલમાં 54 રન કર્યા હતાં. કેન વિલિયમસને 22 રન અને પ્રિયમ ગર્ગે 10 રન કરીને અણનમ રહ્યા હતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રાજસ્થાન રોયલ્સની બોલીંગ

જોફ્રા આર્ચરે ચાર ઓવરમાં 25 રન આપ્યા હતા અને એક વિકેટ ઝડપી હતી. કાર્તિક ત્યાગીએ ત્રણ ઓવરમાં 29 રન આપીને એક વિકેટ ઝડપી હતી. જયદેવ ઉનડકટે ચાર ઓવરમાં 31 રન આપીને એક વિકેટ ઝડપી હતી. શ્રેયસ ગોપાલે ચાર ઓવરમાં 31 રન આપ્યા હતા. રાહુલ તેવટીયાએ ચાર ઓવરમાં 35 રન આપ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article