T-20 લીગ: રાયડુ, વોટ્સન અને જાડેજાની બેટિંગને લઈ CSKએ હૈદરાબાદ સામે 6 વિકેટ ગુમાવી 167 રન કર્યા

|

Oct 13, 2020 | 9:33 PM

T-20 લીગની 29મી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ રહી છે. એક સમયે લીગમાં જે ટીમના નામને લઈને હરીફ ટીમો પણ મજબુત હોવાનો સ્વીકાર કરતી હતી, તે ચેન્નાઈને હવે જીતને શોધવી પડે તેવી સ્થિતી છે. મંગળવારે પણ આજ પ્રકારે ટીમ ધોની મેદાનમાં જીતને મેળાવવાના સંઘર્ષ સાથે ઉતરી હતી. ટોસ જીતીને પ્રથમ બેટીંગ […]

T-20 લીગ: રાયડુ, વોટ્સન અને જાડેજાની બેટિંગને લઈ CSKએ હૈદરાબાદ સામે 6 વિકેટ ગુમાવી 167 રન કર્યા

Follow us on

T-20 લીગની 29મી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ રહી છે. એક સમયે લીગમાં જે ટીમના નામને લઈને હરીફ ટીમો પણ મજબુત હોવાનો સ્વીકાર કરતી હતી, તે ચેન્નાઈને હવે જીતને શોધવી પડે તેવી સ્થિતી છે. મંગળવારે પણ આજ પ્રકારે ટીમ ધોની મેદાનમાં જીતને મેળાવવાના સંઘર્ષ સાથે ઉતરી હતી. ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાની રણનીતી અપનાવી હતી, પરંતુ ફરી એકવાર તેની ધીમી રન રેટની સમસ્યા ઠેરની ઠેર રહી હતી. ઝડપી શરુઆત કરવાના ચક્કરમાં જ બે મહત્વની વિકેટ પણ ગુમાવી હતી. મધ્યમક્રમમાં અંબાતી રાયડુ અને શેન વોટ્સને પણ સ્કોરને વધારવા પ્રયાસ કરતી ભાગીદારી કરી હતી. ચેન્નાઈએ 20 ઓવરના અંતે છ વિકેટ ગુમાવીને 167 રનનો સ્કોર કર્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

ચેન્નાઈની બેટીંગ લાઈન

પ્રથમ ઈનીંગ્સને રમવા માટે ક્રિઝ પર આવેલા ઓપનર ડુપ્લેસિસ સંદીપ શર્માના બોલ પર વિકેટકિપરના હાથમાં ઝડપાઈને આઉટ થયો હતો. જ્યારે સેમ કુરનને બોલ્ડ કર્યો હતો. કુરને જો કે 21 બોલમાં 31 રનની ઝડપી ઈનિંગ રમી હતી. શરુઆતમાં જ ઝડપથી રમવાના જ ચક્કરમાં તે ઝડપથી પેવેલીયન પહોંચ્યો હતો. શરુઆતી ભાગીદારી કરવામાં જ બંને અસફળ રહ્યા હતા અને ત્રીજી ઓવરમાં જ વિકેટ ગુમાવી દીધી હતી. અંબાતી રાયડુએ 41 રનની સારી રમત દાખવી હતી અને તે ખલીલ અહેમદના બોલ પર ડેવીડ વોર્નરના હાથે કેચ થયો આઉટ થયો હતો. શેન વોટ્સન પણ 42 રન કરીને ટી નટરાજનના બોલ પર કેચ આઉટ થયો હતો. ટીમે પ્રથમ વિકેટ 10 રને અને બીજી વિકેટ 35 રને ગુમાવી હતી. જ્યારે ત્રીજી વિકેટ 116 રને ગુમાવી હતી. ધોની પણ 13 બોલમાં 21 રન કરીને નટરાજનનો શિકાર થયો હતો. ડ્વેન બ્રાવો શુન્ય રને જ બોલ્ડ થયો હતો.  જો કે ઓવર ખતમ થવાની નજીક આવવા છતાં વિકેટ હાથ પર રાખીને પણ ટીમ રક્ષણાત્મક રીતે રમતી જોવા મળી હતી. અંતિમ ઓવરો દરમ્યાન પણ જરુર કરતા ધીમી રમત ચેન્નાઈ માટે ખતરા રુપ ભાસી રહી હતી. જો કે અંતમાં રવિન્દ્ર જાડેજાએ 10 બોલમાં ઝડપી રમત રમીને 25 રન ત્રણ ચોગ્ગા અને એક છગ્ગા સાથે ઉમેરતા સ્કોર 167 રન પર પહોંચી શક્યો હતો.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

હૈદરાબાદની બોલીંગ

હૈદરાબાદના કેપ્ટન વોર્નરે તેના મુખ્ય બોલરોની ગેરહાજરીમાં પણ યોગ્ય રીતે બોલીંગ આક્રમણ ગોઠવ્યુ હતુ. બોલરોએ ચેન્નાઈની શરુઆતી ઝડપને જ ધ્વસ્ત કરી દઈને રનને નિયંત્રિત કરી દીધા હતા. મધ્યમક્રમમાં રાયડુ અને વોટ્સને પણ બેટને ઉઠાવતા જ તેમને પણ નિયંત્રણમાં લઈને પેવેલીયન મોકલ્યા હતા. ધોની પણ આક્રમક રમત રમવા જતા જ તેને પણ ઝડપથી શિકાર કરી લઈ એક મર્યાદીત સ્કોર પર બાંધી લેવામાં બોલરો સફળ રહ્યા હતા. સંદિપ શર્માએ ચાર ઓવરમાં 19 રન આપીને બે વિકેટ ઝડપી હતી. ખલીલ અહમદે પણ બે વિકેટ ઝડપી હતી. નટરાજને મધ્યમક્રમ સામે બોલીંગ કરીને રન ગુમાવવા સાથે મહત્વની બે વિકેટ ઝડપી લીધી હતી. રાશિદ ખાને પણ પ્રભાવક બોલીંગ કરી હતી પણ વિકેટ તેને નસીબ થઈ શકી નહોતી.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article