T-20 લીગઃ મુંબઈ ઈન્ડીયન્સનો 48 રને વિજય, પંજાબના બેટસમેનો 192ના લક્ષ્ય સામે ધરાશાયી થતાં હાર

|

Oct 01, 2020 | 11:50 PM

T-20 લીગની સિઝનની 13મી મેચ કિંગ્સ ઈલેવન પંજાબ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે રમાઈ, જેમાં મુંબઈનો 48 રને વિજય થયો હતો. અબુધાબીમાં શેખ ઝાયદ સ્ટેડીયમમાં રમાયેલી મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબના કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીતીને પહેલા ફિલ્ડીંગ પસંદ કરી હતી. મેચમાં આજે ટીમ પંજાબે મુરુગન અશ્વિનના સ્થાને કૃષ્ણપ્પા ગૌતમને અંતિમ ઈલેવનમાં સામેલ કર્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સ […]

T-20 લીગઃ મુંબઈ ઈન્ડીયન્સનો 48 રને વિજય, પંજાબના બેટસમેનો 192ના લક્ષ્ય સામે ધરાશાયી થતાં હાર

Follow us on

T-20 લીગની સિઝનની 13મી મેચ કિંગ્સ ઈલેવન પંજાબ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે રમાઈ, જેમાં મુંબઈનો 48 રને વિજય થયો હતો. અબુધાબીમાં શેખ ઝાયદ સ્ટેડીયમમાં રમાયેલી મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબના કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીતીને પહેલા ફિલ્ડીંગ પસંદ કરી હતી. મેચમાં આજે ટીમ પંજાબે મુરુગન અશ્વિનના સ્થાને કૃષ્ણપ્પા ગૌતમને અંતિમ ઈલેવનમાં સામેલ કર્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સ વતી રમતા રોહિત શર્માએ અડધી સદી સાથે 70 રન કર્યા હતા. પોલાર્ડ અને હાર્દીકની જોડીએ અંતિમ ત્રણ ઓવરમાં ધુંઆધાર બેટીંગ કરતા 20 ઓવરમાં ટીમે 191 રનનો સ્કોર માત્ર ચાર વિકેટે કર્યો હતો. જેના વળતા જવાબમાં પંજાબે આઠ વિકેટ ગુમાવીને વીસ ઓવરમાં માત્ર 143 રન પર જ પહોંચી શકી હતી. પંજાબના બેટ્સમેન એક બાદ એક જાણે કે આજે નિષ્ફળ નિવડ્યા હતા અને આખરે હાર જોવી પડી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

પંજાબની બેટીંગ

પંજાબની ટીમે શરુઆતમાં બોલીંગ આક્રમણ મજબુત દાખવતા એમ લાગતુ હતુ કે આસાન સ્કોરનો પીછો કરવો પડશે. પરંતુ અંતિમ ઓવરોમાં હાર્દીક અને પોલાર્ડે પંજાબની આશા પર પાણી ફેરવતી રમત દાખવી હતી. જેને લઈને પંજાબે 191 રનના સ્કોરને ભેદવાનું નસીબ થયુ હતુ. વળતા જવાબમાં પંજાબના ઓપનર કેએલ રાહુલ 17 અને મંયક અગ્રવાલ 25 રને પેવેલીયન પરત ફર્યા હતા. 38 રને પ્રથમ વિકેટ અગ્રવાલ અને 39 રને તેના સ્થાને આવેલા કરન નાયરની શુન્ય રને વિકેટ પડી હતી. ટીમ 60 રનના સ્કોર પર હતી ત્યારે કેએલ રાહુલ પણ આઉટ થયો હતો. જોકે બાદમાં નિકોલસ પુરને સ્થિતીને સંભાળવા પ્રયાસ કર્યો હતો, પરંતુ એ પણ 27 બોલમાં 44 રન કરીને આઉટ થતાં પંજાબની મુશ્કેલી વધી ગઇ હતી. ટીમના 100 રનના સ્કોર બાદ વિકેટ પડવાનો ક્રમ જાણે કે ઝડપી બન્યો હતો. 101 પર નિકોલસ, 107 પર મેક્સવેલ, 112 રન પર નિશમ, 121 રન પર સરફરાઝ અને 124 રન પર રવી બિશ્નોઇ આઉટ થયા હતા. આમ એક બાદ એક વિકેટો પડવા લાગતા આખરે પંજાબ હાર તરફ દોરી ગયુ હતુ.

મુંબઇની બોલીંગ

મુંબઈએ આજે ધારદાર બોંલીંગ કરી હતી અને જેના જવાબમાં તેને આજે પંજાબને ધરાશાયી કરવામાં સફળતા મળી હતી. પંજાબને વીસ ઓવરમાં આઠ વિકેટે 143 રન સુધી સિમીત કરી લીધુ હતુ. મુંબઇના બોલરોમાં બુમરાહે આજે ચાર ઓવરોમાં માત્ર 18 રન આપ્યા હતા અને બે વિકેટ ઝડપી હતી. આમ બુમરાહ આજે લયમાં જણાયો હતો. રાહુલ ચહરે પણ બે વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત બોલ્ટ અને કૃણાલ પંડ્યાએ એક એક વિકેટ ઝડપી હતી.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

મુંબઈની બેટીંગ ઇનીંગ

ટીમ મુંબઈના ઓપનર અને કેપ્ટન રોહિત શર્માએ આજે શાનદાર પારી રમી હતી. શરુઆતથી જ સુંદર રમત રમી રહેલા રોહિત શર્માએ ક્રિઝ પર ટકી રહેવા સાથે જ સારી રમત દાખવી હતી. શર્માએ 45 બોલમાં 70 રન કર્યા હતા. પ્રથમ ઓવરમા જ ટીમ મુંબઈ તેના મહત્વના ઓપનર ખેલાડી ક્વિંટન ડીકોકની વિકેટ ગુમાવી હતી. પાંચ બોલ રમીને ડીકોક કોટ્રેલના બોલ પર ક્લીન બોલ્ડ થયો હતો. આમ શુન્યમાં એક વિકેટ ગુમાવવા સાથે મેડન ઓવર પણ ગઇ હતી. સુર્યકુમાર યાદવના સ્વરુપ રન આઉટ બીજી વિકેટ પણ માત્ર21 રનના સ્કોર પર ગુમાવી હતી. ઈશાન કિશને આજે ધીમી રમત દાખવી હતી અને તે સેટ થતા સાથે જ કૃષ્ણપ્પાના બોલ પર કેચ આઉટ થયો હતો. આમ ટીમે 83 રનના સ્કોર પર ત્રીજી વિકેટ ગુમાવી હતી. 124 રન પર રોહિત શર્મા આઉટ થયા બાદ અંત સુધી કિરન પોલાર્ડ અને હાર્દીક પંડ્યા એ અણનમ રહીને ટીમના સ્કોરબોર્ડને એક દમ ઝડપથી ફેરવ્યુ હતુ. બંનેએ અંતિમ ઓવરોમાં ચોગ્ગા અને છગ્ગા સાથે ઝડપથી સ્કોર બોર્ડને આગળ વધાર્યુ હતુ. પોલાર્ડે 20 બોલમાં જ 47 રન કર્યા હતા, જ્યારે હાર્દીકે 11 બોલમાં 30 રન કર્યા હતા.

પંજાબની બોલીંગ

શેલ્ડન કોટ્રેલ આજે સફળ બોલર નિવડ્યો હતો. તેણે પ્રથમ ઓવરથી જ મુંબઇને પોતાના નિયંત્રણ હેઠળ રાખ્યુ હતુ. ઇનીંગ્સ અને તેની પ્રથમ ઓવરના પાંચમા બોલે જ ઓપનર ડીકોકની વિકેટ ઝડપી હતી. તેણે પ્રથમ ઓવર મેડન નાંખીને મુંબઇને શરુઆતથી રનની બાબતમાં ભીંસમા રાખ્યુ હતુ. જોકે પંજાબના બોલરો રન પર નિયંત્રણ રાખવા સામે વિકેટ ઝડપવા માટે ખાસ દમદાર પુરવાર થયા નહોતો કોટ્રેલ ઉપરાંત શામી અને કૃષ્ણપ્પાએ એક એક વિકેટ મેળવી હતી. જેમ્સ નિશામે ચાર ઓવરમાં 52 રન આપ્યા હતા. જે પંજાબ તરફથી મોંઘો બોલર સાબિત થયો હતો.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article