T-20 લીગ: મુંબઈએ હૈદરાબાદને 34 રનથી હરાવ્યું, વોર્નરની ફિફ્ટી નિષ્ફળ

|

Oct 04, 2020 | 7:44 PM

ટી-20 લીગની 17મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઝર્સ હૈદરાબાદ વચ્ચે શારજાહમાં રમાઇ હતી . મુંબઇએ ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવા માટે મેદાનમાં ઉતરવુ પસંદ કર્યુ હતુ. તે નિર્ણય પર કેપ્ટન રોહિત શર્મા જાણે ખરો ઉતર્યો હતો. મુંબઇ ઇન્ડિયન્સે પ્રથમ છ ઓવર દરમ્યાન એટલે કે, પાવર પ્લે દરમ્યાન મુંબઇએ શારજાહના મેદાનનો સૌથી ઓછો સ્કોર કર્યો હતો. […]

T-20 લીગ: મુંબઈએ હૈદરાબાદને 34 રનથી હરાવ્યું, વોર્નરની ફિફ્ટી નિષ્ફળ

Follow us on

ટી-20 લીગની 17મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઝર્સ હૈદરાબાદ વચ્ચે શારજાહમાં રમાઇ હતી . મુંબઇએ ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવા માટે મેદાનમાં ઉતરવુ પસંદ કર્યુ હતુ. તે નિર્ણય પર કેપ્ટન રોહિત શર્મા જાણે ખરો ઉતર્યો હતો. મુંબઇ ઇન્ડિયન્સે પ્રથમ છ ઓવર દરમ્યાન એટલે કે, પાવર પ્લે દરમ્યાન મુંબઇએ શારજાહના મેદાનનો સૌથી ઓછો સ્કોર કર્યો હતો.  મુંબઈએ છ ઓવરમં 48 રન કર્યા હતા. તેમ છતાં પણ 200 પ્લસ સ્કોર કરવામાં મુંબઈ સફળ થયુ હતુ. મુંબઈ ઈન્ડિયન્સે પાંચ વિકેટ ગુમાવીને 208 રન કર્યા હતા. જેના જવાબમાં સનરાઈઝર્સ હૈદરાબાદ 174 રન જ કરી શકતા 34 રને હાર મેળવી હતી. હૈદરાબાદે 20 ઓવરના અંતે 174 રન જ કરી શક્યુ હતુ. હૈદરાબાદને મિડલ ઓર્ડરમાં એકાદ સફળ ઈનીંગની ખોટ વર્તાઈ જતા હારનો સામનો કરવો પડ્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

હૈદરાબાદની બેટીંગ

હૈદરાબાદના કેપ્ટન ડેવીડ વોર્નરે કેપ્ટન પારી રમી હતી અને તેણે અડધી સદી ફટકારી હતી. પરંતુ તે જાણે કે ફીફટી એળે ગઇ હતી. ઓપનરમાં આવેલા ડેવીડ વોર્નરે 44 બોલમાં 60 રન ફટકાર્યા હતા. ઓપનર બેયરીસ્ટોએ પણ ઝડપી રમત રમવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે ટીમના 34 રનના સ્કોર પર આઉટ થયો હતો.  ત્યારબાદ આવેલા મનિષ પાંડેએ પણ 19 બોલમાં 30 રન કર્યા હતા અને ટીમના 94 રનના સ્કોર પર આઉટ થયો હતો. જોકે 10 ઓવર સુધી હૈદરાબાદ સ્કોરને પહોંચી શકશે તેની સ્થિતીમાં હતુ. જોકે 13મી ઓવરથી બાજી સરકવા લાગી હોય એવી સ્થિતી ઉભી થઈ હતી. 13મી ઓવરમાં 116ના સ્કોર પર કેન વિલિયમસન, 130 પર પ્રિયમ ગર્ગ, 142 પર ડેવીડ વોર્નર આઉટની વિકેટ પડતા હૈદરાબાદની આશાઓ પર પાણી ફરવા લાગ્યુ હતુ. જે બાદમાં છેક સુધી હૈદરાબાદ મેચમાં પરત ફરી શક્યુ જ નહોતુ. હૈદરાબાદે સાત વિકેટ ગુમાવીને 20 ઓવરના અંતે 174 રન કરી કર્યા હતા.

મુંબઇની બોલીંગ.

ટ્રેન્ટ બોલ્ટ, પૈટીસન્સ અને બુમરાબે બબ્બે વિકેટો ઝડપી હતી.  ત્રણેય બોલરો રનની બાબતમાં આજે મુંબઈ માટે આશાજનક પ્રદર્શન કર્યુ હતુ અને રન પણ બચાવીને બોલીંગ કરી હતી. બોલ્ટ અને પૈટીસન્સે તેમની આઠ ઓવરોમાં સાત રનની ઈકોનોમીથી રન આપ્યા હતા. બુમરાહે ચાર ઓવરમાં 41 રન આપ્યા હતા. કૃણાલ પંડયાએ ચાર ઓવરમાં 35 રન આપીને એક વિકેટ ઝડપી હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

મુંબઈ ઈન્ડિયન્સની બેટીંગ

ડીકોકે આજે એક સારી રમત દાખવી હતી. તેણે આજે અડધીસદી કરીને ટીમને મજબુત સ્કોર પર પહોંચાડવાની જવાબદારી નિભાવી હતી. માત્ર 39 બોલમાં જ ડી કોકે 67 રન કર્યા હતા. તે ઝડપી રમત રમી રહ્યો હતો પરંતુ રાશિદ ખાને તેનો શિકાર પોતાના જ બોલ પર કેચ કરીને કર્યો હતો. યાદવે 27 રન કર્યા હતા. જ્યારે ઇશાન કિશને 31 રન કર્યા હતા. રોહિત શર્મા પાસે મેચની શરુઆત સારી કરવાની ખુબ અપેક્ષા હતી અને જેમાં તે આજે નિષ્ફળ રહ્યો હતો. રોહિત શર્માએ માત્ર 06 રન કર્યા હતા અને તે પણ એક છગ્ગો ફટકારીને આમ તે પાંચ બોલ રમીને સંદિપ શર્માના બોલ પર કેચ આઉટ થયો હતો. એક સમયે મુંબઈએ 48 રનમાં જ બે વિકેટ ગુમાવી હતી. આમ છતાં ડીકોક, સહિત મધ્યમ ક્રમના બેટ્સમેનોએ નાની પણ ઝડપી રમત દાખવતા રહેતા સ્કોર બોર્ડ 200 રન વટાવી શક્યુ હતુ.

સનરાઇઝર્સની બોલીંગ

સંદિપ શર્માએ મુંબઈની બે વિકેટ ઝડપી લીધી હતી. જોકે તેણે ચાર ઓવરમાં 41 રન આપ્યા હતા. રાશિદ ખાને ચાર ઓવરમાં 22 રન આપીને મહત્વની એક વિકેટ ઝડપી હતી.  સિધ્ધાર્થ કોલે બે વિકેટ ઝડપી હતી. તેણે ચાર ઓવરમાં 64 રન આપ્યા હતા અને તે મોંઘો બોલર રનની બાબતમાં પુરવાર થયો હતો.  નટરાજને ચાર ઓવરમાં 29 રન આપ્યા હતા. આમ એકંદરે વિકેટ ઝડપવામાં ઓછા સફળ રહ્યા હતા સામે નટરાજન અને રાશિદ ખાનને બાદ કરતા બોલરો ખર્ચાળ પુરવાર થયા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article