T-20: કંગાળ પ્રદર્શન કરી શરમજનક હાર મેળવી કલકત્તાના કેપ્ટન બોલ્યા, અમારે પહેલા બોલીંગ કરવાની જરુર હતી

|

Oct 22, 2020 | 10:33 AM

કલકત્તા નાઇટ રાઇડર્સ  અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે યોજાયેલી મેચમાં કલકત્તાએ ખુબ જ શરમજનક રીતે હારને વેઠવી પડી હતી. બેંગ્લોરે કલકત્તાને આઠ વિકેટ થી આસાની થી હરાવી લીધુ હતુ,. કલકત્તાના કેપ્ટન ઇયોન મોર્ગને પહેલા ટોસ જીત્યો હતો અને તેમણે પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ તેમની ટીમની બેટીંગ ઇનીંગની શરુઆતની ત્રણ ચાર ઓવરમાં જ […]

T-20: કંગાળ પ્રદર્શન કરી શરમજનક હાર મેળવી કલકત્તાના કેપ્ટન બોલ્યા, અમારે પહેલા બોલીંગ કરવાની જરુર હતી

Follow us on

કલકત્તા નાઇટ રાઇડર્સ  અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે યોજાયેલી મેચમાં કલકત્તાએ ખુબ જ શરમજનક રીતે હારને વેઠવી પડી હતી. બેંગ્લોરે કલકત્તાને આઠ વિકેટ થી આસાની થી હરાવી લીધુ હતુ,. કલકત્તાના કેપ્ટન ઇયોન મોર્ગને પહેલા ટોસ જીત્યો હતો અને તેમણે પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ તેમની ટીમની બેટીંગ ઇનીંગની શરુઆતની ત્રણ ચાર ઓવરમાં જ કેપ્ટનનો પ્રથમ બેટીંગ કરવાનો દાવ ઉંધો પડ્યાનો જાહેર થઇ ગયુ હતુ. સિરાજે શરુઆતમાં જ બે મેઇડન ઓવર નાંખીને વિકેટો ઝડપી લેતા કલકત્તાની કમર તુટી ગઇ હતી.

કલકત્તાની ટીમ પ્રથમ દાવ લેતા 84 રન 20 ઓવરમાં બનાવી શકી હતી અને આ માટે તેણે સાત વિકેટો પણ ગુમાવી દીધી હતી. જેમાં કેપ્ટન મોર્ગનનુ યોગદાન 30 રનનુ હતુ. પોસ્ટ મેચ પ્રેઝન્ટેશન દરમ્યાન મોર્ગને હારના કારણો પર ચર્ચા કરી હતી. જેમાં તેમણે કહ્યુ હતુ કે, જ્યારે તમારી ચાર કે પાંચ વિકેટ ઝડપ થી આઉટ થઇ જાય છે, ત્યાંથી મેચમાં પાછા ફરવુ એ આસાન નથી રહેતુ. આરસીબીએ સારી બોલીંગ કરી હતી. કદાચ તેમણે પરીસ્થિતીઓને જોઇ હતી. અમારે પણ પહેલા બોલીંગ કરવી જોઇતી હતી.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

મોર્ગને કહ્યુ  હતુ કે, અમે હવે સબક લઇશુ અને આગળની મેચમાં આગળ વધીશુ. આ એવા યુવાન ભારતીય લોકોનુ સમર્થન કરવાનો સવાલ હતો, કે જેમણે પ્રતિભા અને ક્ષમતા દર્શાવી છે. બેંગ્લોરના બોલર કોઇપણ ચીજનો ફાયદો ઉઠાવવામાં કામયાદ નિવડ્યા છે. તેઓ દરેક વખતે ટુર્નામેન્ટની પ્રકૃતી જોઇને તમારે દરેક ટીમ સામે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન પર રહેવાનુ હતુ. નરેન અને રસેલ ની વાપસીને લઇને કહ્યુ હતુ કે તેઓ ખુબ જ ઝડપ થી ટીમમાં આવવાની આશા છે. અમે પણ જાણીએ છીએ કે તે કેલીબરના લોકો, વિશેષ રુપે ઓલરાઉન્ડર ઉપલબ્ધ હોય તો ચીજો અલગ હોઇ શકે છે. આશા છે કે તે જલ્દી થી ઉપલબ્ધ થશે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article