T-20 લીગઃ ચૈન્નાઇ સામેની મેચમાં પ્રિયમ ગર્ગ અને અભિષેક શર્માનો સપાટો, નાનકડી ઉંમરે નોંધાવ્યો અનોખો રેકોર્ડ

|

Oct 03, 2020 | 1:34 PM

T-20 લીગમાં પ્રિયમ ગર્ગ અને અભિષેક શર્માએ સપાટો બોલાવ્યો હતો. પ્રિયમ ગર્ગે તેની પહેલી અર્ધ સદી ફટકારી હતી જેને ઓલરાઉન્ડર અભિષેક શર્માએ પુરો સાથ આપ્યો હતો. ચૈન્નાઇ સુપર કિંગ્સ સામે 77 રનની ભાગીદારી નોંધાવી હતી. જોકે આ બંને યુવાન ખેલાડીઓની આ રમત સાથેની ભાગીદારી પણ હવે રોચક રેકોર્ડ સ્વરપ રુપ લીગમાં લખાઇ ચુકી છે. આ […]

 T-20 લીગઃ ચૈન્નાઇ સામેની મેચમાં પ્રિયમ ગર્ગ અને અભિષેક શર્માનો સપાટો, નાનકડી ઉંમરે નોંધાવ્યો અનોખો રેકોર્ડ

Follow us on

T-20 લીગમાં પ્રિયમ ગર્ગ અને અભિષેક શર્માએ સપાટો બોલાવ્યો હતો. પ્રિયમ ગર્ગે તેની પહેલી અર્ધ સદી ફટકારી હતી જેને ઓલરાઉન્ડર અભિષેક શર્માએ પુરો સાથ આપ્યો હતો. ચૈન્નાઇ સુપર કિંગ્સ સામે 77 રનની ભાગીદારી નોંધાવી હતી. જોકે આ બંને યુવાન ખેલાડીઓની આ રમત સાથેની ભાગીદારી પણ હવે રોચક રેકોર્ડ સ્વરપ રુપ લીગમાં લખાઇ ચુકી છે.

આ જોડી ટી-20 લીગમાં 50 રનની ભાગીદારી કરવી એ આમતો સામાન્ય વાત છે. પરંતુ પ્રિયમ અને અભિષેક બંનેએ રમેલી રમત અને તેમની આ ભાગીદારી રેકોર્ડની દ્ર્ષ્ટીએ ખુબ જ મહત્વની બની ગઇ છે. બંને વચ્ચેના ભાગીદારી આ અર્ધ શતકને લીગમાં અનોખુ સ્થાન મળ્યુ છે, જે હવે લીગના એક રેકોર્ડ રુપે ઓળખ પામ્યો છે. જે રેકોર્ડ એ પ્રમાણે છે કે નાની ઉંમરે બંને ખેલાડીઓ વચ્ચે આ ભાગીદારી સર્જાઇ છે. જો પ્રિયમ અને અભિષેક બંનેની ઉંમરને લઇને જોવા જઇએ તો, બંનેની કુલ ઉંમર 39 વર્ષ અને 355 દીવસ થાય છે. જોકે આ પ્રકારનો રેકોર્ડ સંયુક્ત રીતે રુષભ પંત અને સંજુ સૈમસનના નામે હતો અને તેમણે 40 વર્ષ અને 39 દિવસની કુલ ઉંમરે 72 રન ની ભાગીદારી નોંધાવી હતી.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

આ જોડીની મદદ થી જ હૈદરાબાદે ચૈન્નાઇ સામે પાંચ વિકેટે 164 રનનો સ્કોર ખડક્યો હતો. જોકે ચૈન્નાઇની ટીમ લક્ષ્ય હાંસલ કરવા થી દુર રહી ગઇ હતી.  રવિન્દ્રસિંહ જાડેજા ની ફીફટી અને મહેન્દ્રસિંહ ધોની ના અણનમ 47 રન છતાં પણ તે લક્ષ્ય સાત રન થી દરુ રહી ગયુ હતુ. ગર્ગે 26 બોલમાં 06 ચોગ્ગા અને 01 છગ્ગા ની મદદ થી 51 રન બનાવ્યા હતા. જ્યારે અભિષેકે 31 બોલમાં 24 રન કર્યા હતા. તેણે પણ ચાર ચોગ્ગા અને એક છગ્ગો લગાવ્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Next Article