T-20 લીગ: KKRના બોલરો સામે રાજસ્થાનની ઘુંટણ ટેકવતી પ્રથમ હાર, KKRની સતત બીજી જીત

|

Sep 30, 2020 | 11:37 PM

ટી-20 લીગની 12 મેચ યુએઇમાં બુધવારે રાજસ્થાન રોયલ્સ અને કલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે યોજાઈ હતી. ટી-20 લીગમાં કલકતા નાઇટ રાઇડર્સે આ સાથે જ બીજી મેચ જીતી હતી. મેચમાં રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સ્ટીવ સ્મિથે ટોસ જીતીને પહેલા બોલીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બંને ટીમોએ કોઇ જ બદલાવ અંતિમ ઇલેવનમાં કર્યા વિના જ મેચમાં ટીમને જાળવી રાખી […]

T-20 લીગ: KKRના બોલરો સામે રાજસ્થાનની ઘુંટણ ટેકવતી પ્રથમ હાર, KKRની સતત બીજી જીત

Follow us on

ટી-20 લીગની 12 મેચ યુએઇમાં બુધવારે રાજસ્થાન રોયલ્સ અને કલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે યોજાઈ હતી. ટી-20 લીગમાં કલકતા નાઇટ રાઇડર્સે આ સાથે જ બીજી મેચ જીતી હતી. મેચમાં રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સ્ટીવ સ્મિથે ટોસ જીતીને પહેલા બોલીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બંને ટીમોએ કોઇ જ બદલાવ અંતિમ ઇલેવનમાં કર્યા વિના જ મેચમાં ટીમને જાળવી રાખી હતી. પ્રથમ બેટીંગ કરવા માટે મેદાનમાં આવેલી ટીમ કલકતાના ખેલાડીઓએ ધીમી શરુઆત કરી હતી. 20 ઓવરના અંતે 06 વિકેટ ગુમાવીને કલકત્તા નાઇટ રાઇડર્સે 174 રન કર્યા હતા. જેના જવાબમાં મજબુત ગણાતી ટીમ રાજસ્થાન રોયલ્સના બેટ્સમેનો પત્તાના મહેલની માફક જ પરાસ્ત થતા, નવ વિકેટે 137 રન બનાવીને 37 રને હાર સ્વીકારી હતી. રાજસ્થાન વતી આબરુ સાચવતી બેટીંગ કરીને ટોમ કુરને અર્ધ શતક કરી અણનમ રહ્યો હતો.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રાજસ્થાનની ધ્વસ્ત થયેલી બેટીંગ

રાજસ્થાનને સિઝનમાં મજબુત ટીમ ગણાવવા માટે સિંહ ફાળો આપનારા તમામ બેટ્સમેનો આજે નિષ્ફળ નિવડ્યા હતા. ટોમ કુરને રાજસ્થાનની આબરુ સાચવતી બેટીંગ કરીને ત્રણ છગ્ગા સાથે અર્ધ શતક ફટકારી હતી. ટીમ રાજસ્થાન આમ તો તેની મજબુતાઈ માટે સિઝનમાં ખાસ સ્થાન બનાવી રહી હતી, પરંતુ કલકત્તા સામે રમતા જાણે કે બોલરોને ઘુંટણીએ પડી હતી. જોસ બટલર અને સ્ટીવન સ્મિથ બંને ઓપનરો ઝડપથી પોતાની વિકેટો ગુમાવી હતી. બટલરે 21 રન અને સ્મિથે ત્રણ રન જ બનાવ્યા હતા. કેપ્ટન સ્મિથની પ્રથમ વિકેટ ગુમાવ્યા બાદ ટીમના હિરો સંજુ સૈમસન આઠ રન કરીને આઉટ થયો હતો. ઉથપ્પા બે રન, રીયાન પરાગ એક રન, ગઈ મેચના હીરો તેવટીયા 14 રને આઉટ થયા હતા. શ્રેયસ ઘોસલ 05 રને, જોફ્રા આર્ચર 06 રન અને જયદેવ ઉનડકટ 09 રન બનાવી આઉટ થયા હતા. ટોમ કુરન 36 બોલમાં 54 રન કરીને અને અંકિત રાજપુત એક છગ્ગા સાથે સાત રન કરી અણનમ રહ્યા હતા. એક સમયે 42 રનમાં જ પાંચ વિકેટ આઠમી ઓવર સુધીમાં ગુમાવી દેતા રાજસ્થાન મેચમાંથી બહાર જેવી સ્થિતીમાં મુકાઇ ગયુ હતુ. રાજસ્થાન 100 રન પુરા કરશે કે કેમ, તે પણ મોટો સવાલ એક પછી એક ખેલાડી પેવેલીયન ફરતા જોઈને થવા લાગ્યા હતા. કારણ કે રાજસ્થાનની આઠમી વિકેટ પણ 88ના સ્કોર પર ગુમાવી દીધી હતી. નવમી વિકેટ 18મી ઓવરમાં 106 રન પર ગુમાવવા છતાં કુરનને રાજપુતે ટીમને ઓલઆઉટથી દુર રાખવા સફળ થઈ 137 રનના સ્કોરે ટીમને પહોંચાડી હતી.

કલકત્તાની બોલીંગ

આજે જાણે કે દિવસ બોલરોનો હતો અને તે પણ કલકતાના બોલરોનો. કલકતાએ બેટીંગ કરતા જાણે આજે બોલીંગમાં કમાલ વધુ દેખાડી હતી. એક બાદ એક વિકેટ ઝડપીને શરુઆતમાં મહત્વની બટલર, સૈમસન અને સ્મિથને યોજના પ્રમાણે ઝડપથી સસ્તામાં આઉટ કર્યા હતા. શિવમ માવીએ ચાર ઓવરમાં 20 રન આપ્યા હતા અને બે વિકેટ ઝડપી હતી. વરુણ ચક્રવર્તીએ ચાર ઓવરમાં 25 રન આપી બે વિકેટ ઝડપી હતી.  કમલેશ નાગરકોટીએ પણ આજે સારુ પ્રદર્શન કરતા ઓવરમાં 13 રન આપીને બે વિકેટ ઝડપી હતી. પેટ કમીન્સ અને સુનિલ નરેને એક એક વિકેટ ઝડપી હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

કલકત્તાની બેટીંગ

કલકત્તાના ઓપનર શુભમન ગિલે તેની દમદાર શરુઆત કરી હતી અને તેણે ઓપનર તરીકે 34 બોલમાં 47 રન કર્યા હતા. તેણે પાંચ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. સુનિલ નરેને 14 બોલમાં 15 રન કર્યા હતા. નરેનના રુપમાં કેકેઆરે પ્રથમ વિકેટ 34 રન પર જ પાંચમી ઓવરમાં ગુમાવી હતી. જેને ઉનડકટે ક્લીન બોલ્ડ કર્યો  હતો. ત્યારબાદ નરેનના સ્થાને આવેલ નિતિશ રાણાએ 22 રન કર્યા હતા અને તે 82 રનના ટીમ સ્કોર પર તેવટીયાનો શિકાર બન્યો હતો. ત્યારબાદ 89 રનના સ્કોરે કલકતા હતુ, ત્યારે શુભમન ગીલની મહત્વની વિકેટ ગુમાવી હતી. દિનેશ કાર્તિક એક રન પર જ જોફ્રા આર્ચરના બોલ પર આઉટ થયો હતો. આન્દ્રે રસાલ પણ 14 બોલમાં 24 રન ત્રણ છગ્ગા ફટકારીને રાજપુતના બોલ પર ઉનડકટે કેચ ઝડપ્યો હતો. પેટ કમીન્સ છઠ્ઠી વિકેટ રુપે 12 રન કરીને 149 ના સ્કોર પર પેવેલીયન પરત ફર્યો હતો. ઇઆન મોર્ગને અંતમાં સ્કોર બોર્ડને ફરતુ રાખવાના પ્રયાસ સ્વરુપ બેટીંગ કરી હતી, તેણે 23 બોલમાં 34 રન કર્યા હતા. મોર્ગને બે છગ્ગા પણ ફટકાર્યા હતા. આમ ઈનીંગ્સમાં છ વિકેટ ગુમાવીને 174 રન કર્યા હતાં.

રાજસ્થાનની બોલીંગ

જોફ્રા આર્ચરે તેની ચાર ઓવર દરમ્યાન માત્ર 04.50 ની ઈકોનોમી સાથે માત્ર 18 રન આપ્યા હતા અને મહત્વની બે વિકેટ પણ તેણે ઝડપી હતી. જોફ્રા આર્ચરે એક પ્રકારે કેકેઆર પર દબાણ ઉભુ કર્યુ હતુ. અંકિત રાજપુતે ચાર ઓવરમાં 39 રન આપી એક વિકેટ ઝડપી હતી. શ્રેયસ ગોપાલે ચાર ઓવરમાં સૌથી વધુ 43 રન આપ્યા હતા. ટોમ કરને તેની ચાર ઓવરમાં 37 રન આપીને એક વિકેટ ઝડપી હતી. ઉપરાંત તેવટીયાએ પણ એક ઓવર નાંખીને છ રન આપી એક વિકેટ ઝડપી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article