ટી-20 લીગ: દિનેશ કાર્તિકની ફિફ્ટી, પંજાબને જીતવા માટે 165 રનનો લક્ષ્યાંક

|

Oct 10, 2020 | 5:36 PM

અબુધાબીના શેખ ઝાયદ સ્ટેડીયમ ખાતે કલકત્તા નાઈટ રાઈડર્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે મેચ યોજાઈ. કલકત્તાએ પ્રથમ ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. કલકત્તાએ પ્રથમ બેટીંગ કરતા જ ઓપનર રાહુલ ત્રિપાઠી અને નિતિશ રાણાની શરુઆતના 14 રનમાં જ વિકેટ ગુમાવી દીધી હતી. શુભમન ગીલ અને દિનેશ કાર્તિકે અડધી સદી ફટકારી હતી. કલકત્તાએ ધીમી […]

ટી-20 લીગ: દિનેશ કાર્તિકની ફિફ્ટી, પંજાબને જીતવા માટે 165 રનનો લક્ષ્યાંક

Follow us on

અબુધાબીના શેખ ઝાયદ સ્ટેડીયમ ખાતે કલકત્તા નાઈટ રાઈડર્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે મેચ યોજાઈ. કલકત્તાએ પ્રથમ ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. કલકત્તાએ પ્રથમ બેટીંગ કરતા જ ઓપનર રાહુલ ત્રિપાઠી અને નિતિશ રાણાની શરુઆતના 14 રનમાં જ વિકેટ ગુમાવી દીધી હતી. શુભમન ગીલ અને દિનેશ કાર્તિકે અડધી સદી ફટકારી હતી. કલકત્તાએ ધીમી શરુઆત કરી હતી અને 20 ઓવરમાં 164 રન કર્યા હતા. 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કલકત્તાની બેટીંગ
શુભમન ગીલે આજે તેની છઠ્ઠી ફીફટી ફટકારી હતી. શુભમન ગીલ હાલમાં જોરદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. શુભમન ગીલે 47 બોલમાં 57 રનની શાનદાર રમત રમીને રન આઉટ થયો હતો. ઇયાન મોર્ગને 23 બોલમાં 24 રન કર્યા હતા અને રવિ બિશ્નોઈનો શિકાર થયો હતો. કલકત્તાએ તેમની શરુઆત જ નબળી કરી હતી. તેના ઓપનર રાહુલ ત્રિપાઠીએ 10 બોલ રમીને માત્ર ચાર રન કરી શામીના બોલ પર ક્લીન બોલ્ડ થયો હતો. નિતીશ રાણા પણ બે જ રન કરીને રન આઉટનો શિકાર થયો હતો. આ ઝડપથી જ બે ખેલાડીઓની વિકેટ કલકત્તાએ ગુમાવી હતી. જોકે બાદમાં શુભમન ગીલ અને ઇયાન મોર્ગને બાજીને સંભાળવા પ્રયાસ કર્યો હતો. જોકે તે બંને આઉટ થતા દિનેશ કાર્તિકે આજે કેપ્ટનશીપ નો ભાર સ્વિકારતી રમત દાખવી હતી અને મધ્યમક્રમની રમત સંભાળી લીધી હતી. દિનેશ કાર્તિકે અડધી સદી ફટકારી હતી. 58 રન કરીને મેચના અંતિમ બોલે કાર્તિક રન આઉટ થયો હતો. જોકે આંદ્રે રસેલ ફરી એકવાર ઓછા સ્કોર પર પોતાની વિકેટ ગુમાવી બેઠો હતો અને તે અર્શદિપ સિંઘના બોલ પર આઉટ થયો હતો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

 

પંજાબની બોલીંગ
મોહમંદ શામીએ તેની 50મી વિકેચ ઝડપવા સાથે ઇનીંગ્સની પ્રથમ વિકેટની સફળતા અપાવી હતી. તેણે ત્રિપાઠીને ક્લીન બોલ્ડ કર્યો હતો. ચાર ઓવરમાં શામીએ 30 રન આપીને એક વિકેટ ઝડપી હતી. રવિ બિશ્નોઇએ પણ ઇયોન મોર્ગન જેવા ખેલાડીને પોતાની ફીરકીમાં ભેરવી આઉટ કર્યો હતો. તેણે ચાર ઓવરમાં 25 રન આપીને એક વિકેટ ઝડપી હતી. અર્શદિપ સિંઘે રસાલની વિકેટ ઝડપી હતી, તેણે  ચાર ઓવરમાં 25 રન આપ્યા હતા. મુજીબ ઉર રહેમાન આજે ખર્ચાળ સાબીત થયો હતો અને ચાર ઓવરમાં 44 રન આપ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 
Next Article