T-20 લીગ : DC vs RCB, આજે બે દમદાર ટીમો વચ્ચે મુકાબલો, દિલ્હીના યુવા અને બેંગ્લોરના અનુભવી કેપ્ટનોની પણ થશે કસૌટી.

|

Oct 05, 2020 | 7:44 AM

ટી-20 લીગમાં અત્યાર સુધીની પ્રભાવશાળી પ્રદર્શન કરનારી ટીમો સોમવારે આમને સામનો રમશે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપીટલ્સ બંને વચ્ચે સોમવારે મેચ રમાશે. આ સાથે જ શ્રેયસ ઐયરની એકદમ કુશળ કેપ્ટનશીપ સામે અનુભવી વિરાટ કોહલીની રણનીતીક ચાલની પણ પરીક્ષા જોવા મળશે. આરસીબી અને દિલ્હી બંનેની ટીમો હાલ તો સિઝનમાં મજબુત લાગી રહી છે. બંને ચાર […]

T-20 લીગ : DC vs RCB, આજે બે દમદાર ટીમો વચ્ચે મુકાબલો, દિલ્હીના યુવા અને બેંગ્લોરના અનુભવી કેપ્ટનોની પણ થશે કસૌટી.

Follow us on

ટી-20 લીગમાં અત્યાર સુધીની પ્રભાવશાળી પ્રદર્શન કરનારી ટીમો સોમવારે આમને સામનો રમશે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપીટલ્સ બંને વચ્ચે સોમવારે મેચ રમાશે. આ સાથે જ શ્રેયસ ઐયરની એકદમ કુશળ કેપ્ટનશીપ સામે અનુભવી વિરાટ કોહલીની રણનીતીક ચાલની પણ પરીક્ષા જોવા મળશે. આરસીબી અને દિલ્હી બંનેની ટીમો હાલ તો સિઝનમાં મજબુત લાગી રહી છે. બંને ચાર મેચોમાંથી ત્રણ ત્રણ મેચો જીતી છે. બંનેને સોમવારે પોતાના પ્રભાવને જાળવતી જીત મેળવવાનો પ્રયાસ હશે.

અયૈરે પોતાની ચારેય મેચમાં પોતાનુ ટીમનુ સારુ ફોર્મ દર્શાવ્યુ છે. તો વળી શરુઆતમાં નિષ્ફળ રહેલા વિરાટ કોહલીએ પણ રાજસ્થાન રોયલ્સ સામે અર્ધશતક કરીને ફોર્મમાં વાપસી કરી હતી. ઐયરે પણ શનિવારે ફરી થી પોતાનુ કૌશલ્ય દર્શાવ્યુ હતુ, અને 38 બોલમાં 88 રન ઝડી દીધા હતા. તેના સિવાય પૃથ્વી શો એ પણ 66 રન ની રમત દાખવી હતી. આમ આવી રમતના પરીણામ સ્વરુપે જ કલકત્તા નાઇડ રાઇડર્સને 18 રને હાર આપી હતી. કોહલીએ આરસીબીની રાજસ્થાન સામે આઠ વિકેટે મેળવેલી આસાન જીતમાં 53 બોલમાં જ 72 રનની રમત રમીને ફોર્મમાં પાછો ફર્યો હતો.

ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

દિલ્હી ની મજબુતાઇ

હવે આ બંને કેપ્ટન સોમવારે આગળ વધીને નેતૃત્વ કરવા ઇચ્છશે, અને બંને એક બીજાને પાછળ રાખી દેવા માટે કોઇ કચાસ બાકી નહી રાખે. આવામાં આ મુકાબલાને રોમાંચક બનવાની સંભાવના પણ વધારે બની જાય છે. દિલ્હીના ટોચના ક્રમમાં પૃથ્વી શો સારા ફોર્મમાં છે, જોકે શિખર ધવનની ફોર્મ શ્રેયસ માટે ચિંતા જરુર ઉપજાવતી હશે. દિલ્હી માટે એક વાતે એ સારુ છે કે, રુષભ પંત આક્રમક જોવા મળ્યો છે. કલકત્તા સામેની મેચમાં તેણે 17 બોલમાં જ 38 રન સાથે આક્રમક રમત રમી હતી. માર્કસ સ્ટાઇનિશ અને શિમરોન હેટમાયર જેવા આક્રમક બેટ્સમેન પણ તેમની ટીમમાં છે.

કાગીસો રબાડાએ દિલ્હીની બોલીંગની કમાનને સારી રીતે સંભાળી રાખી છે. જોકે કલકત્તા સામે તે ખાસ ચાલી શક્યો નહોતો. સાઉથ આફ્રિકી ઝડપી બોલર એનરિચ નોર્ત્ઝે એ શરુઆત અને ડેથ ઓવરમાં દિલ્હી માટે સારી ભુમીકા નિભાવી છે. કલકત્તા સામેની મેચમાં 19 મી ઓવરમાં કસીને બોલીંગ કરી હતી. ઇશાંત શર્માના સ્થાન પર આવેલ હર્ષલ પટેલે પણ ચાર ઓવરમાં 34 રન આપીને બે વિકેટ ઝડપી હતી. જોકે ફીટ થઇને આવેલ અશ્વિન અને સ્ટોઇનીશ ખાસ પ્રભાવ છોડી શક્યા નથી.

બેંગ્લોરનુ ફોર્મ.

આરસીબી તરફ થી યુવાન દેવદત્ત પડીક્કસલે ટોચના ક્રમમાં એક સારુ પ્રદર્શન કરી રહ્યો છે. તેણે અત્યાર સુધીમાં ચાર મેચોમં ત્રણ અર્ધ શતકની મદદ થી 174 રન બનાવ્યા છે. જો એરોન ફીંચ પણ મોટી પારી રમે છે, તો આરસીબીના ઓપનરોને રોકવા મુશ્કેલ થઇ પડશે. કોહલીના ફોર્મમાં આવવા થી ટીમને ઘણી રાહત મળી છે. શાનદાર ફોર્મ રહેલા એબી ડીવિલીયર્સ, શિવમ દુબે અને ગુરુકિરત સિંહ પર થી દબાણ પણ હવે ઘટી જશે.

ઇસુરુ ઉડાનાએ આરસીબીની બોલીંગમાં સામેલ થયા બાદ તેણે પ્રભાવિત કર્યા છે. તેની સાથે નવદિપ સૈની તથા બંને સ્પિનર વોશિંગ્ટન સુંદર અને યુઝવેન્દ્ર ચહલ સારી ભુમીકા નિભાવી રહ્યા છે. ઓસ્ટ્રોલીંયાના એડમ ઝંપા અત્યાર સુધી પરીસ્થિતીમાં બંધ બેસતો રહ્યો નથી. આરસીબી ક્રિસ મોરીસના ફિટ થવાની એટલી જ રાહ જોઇ રહ્યુ છે. આ દક્ષિણ આફ્રિકી ઓલરાઉન્ડર ટુર્નામેન્ટ શરુ થવા પહેલા થી જ સ્નાયુઓને લઇને પરેશાન છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

દિલ્હી કેપીટલ્સ ટીમઃ કેપ્ટન શ્રેયસ ઐયર, રવિચંદ્રન અશ્વિન, શિખર ધવન, પૃથ્વી શો, શિમરોન હેટમાયર, કૈગિસો રબાડા, અજિંક્ય રહાણે, અમિત મિશ્રા, રુષભ પંત, ઇશાંત શર્મા, અક્ષર પટેલ, સંદિપ લામિછાને, કિમો પોલ, ડેનિયલ સૈમ્સ, મોહિત શર્મા, એનરીક નોત્ર્જે, એલેક્સ કૈરી, આવેશ ખાન, તુષાર દેશપાંડે, હર્ષલ પટેલ, માર્કસ સ્ટોઇનિસ અને લલિત યાદવ.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, કેપ્ટન વિરાટ કોહલી, આરોન ફિંચ, દેવદત્ત પડીક્કલ, પાર્થિવ પટેલ, એબી ડિવીલીયર્સ, ગુરુકીરત માન, શિવન દુબે, ક્રિસ મોરિસ, મૌશિંગ્ચન સુંદર, શાહબાજ અહમદ નવદિપ સૈની, ડેલ સ્ટેન, યુઝવેન્દ્ર ચહલ, એડમ ઝમ્પા, ઇસુરુ ઉડાના, મોઇન અલી, જોશ ફીલીપ, પવન નેગી, પવન દેશ પાંડે, મોહમંદ સિરાજ અને ઉમેશ યાદવ.

Next Article