T-20: જોની બેયરીસ્ટો ત્રણ રન માટે શતક ચુક્યો, પરંતુ ડેવિડ વોર્નર સાથે બનાવ્યો આ રેકોર્ડ

|

Oct 09, 2020 | 7:42 AM

સનરાઝર્સ હૈદરાબાદના તોફાની ઓપનર બેટ્સમેન જોની બેયરીસ્ટોએ ટી-20 લીગની સિઝન 2020 ની 22 મેચમાં કિંગસ ઇલેવન પંજાબ સામે શાનદાર શતક લગાવવા થી ચુકી ગયા. તેણે આ મેચમાં છ છગ્ગાની અને સાત ચોગ્ગાની મદદ થી 55 બોલ પર 97 રનની રમત દાખવી હતી. આ ઇનીંગ રમવા દરમ્યાન તેમણે 176.36 નો સ્ટ્રાઇક રેટ રાખ્યો હતો. જોકે તે […]

T-20: જોની બેયરીસ્ટો ત્રણ રન માટે શતક ચુક્યો, પરંતુ ડેવિડ વોર્નર સાથે બનાવ્યો આ રેકોર્ડ

Follow us on

સનરાઝર્સ હૈદરાબાદના તોફાની ઓપનર બેટ્સમેન જોની બેયરીસ્ટોએ ટી-20 લીગની સિઝન 2020 ની 22 મેચમાં કિંગસ ઇલેવન પંજાબ સામે શાનદાર શતક લગાવવા થી ચુકી ગયા. તેણે આ મેચમાં છ છગ્ગાની અને સાત ચોગ્ગાની મદદ થી 55 બોલ પર 97 રનની રમત દાખવી હતી. આ ઇનીંગ રમવા દરમ્યાન તેમણે 176.36 નો સ્ટ્રાઇક રેટ રાખ્યો હતો. જોકે તે રવિ બિશ્નોઇના બોલ પર એલબીડબ્લ્યુ આઉટ થયો હતો.

જોની બેયરીસ્ટોએ આ મેચમાં ડેવિડ વોર્નર સાથે મળીને પ્રથમ વિકેટ માટે 160 રનની વિશાળ ભાગીદારી નોંધાવી હતી. આ સાથે જ તેણે ટીમને મજબુત શરુઆત પુરી પાડી હતી. વોર્નરે પણ 52 રનનીપારી રમીને આઉટ થયો હતો. લીગમાં આ વોર્નરનો પચાસી વાર ની તક મેળવી હતી કે તેણે 50 રન થી વધુ ની ઇનીંગ્સ રમી હોય અને તે પોતાના માટે નો પણ એક રેકોર્ડ છે. વોર્નર અને બેયરીસ્ટો વચ્ચે આ બીજો મોકો હતો જેમાં બંને વચ્ચે 150 કે તેથી વધુ રનની ભાગીદારી થઇ હતી. ટી-20 લીગ ના ઇતીહાસમાં આવુ પ્રથમ વાર થયુ છે કે જેમાં કોઇ જોડીએ 150  કે તેથી વધુની ભાગીદારી નોંધાવી હોય. તો વળી લીગમાં બંને વચ્ચે આ પાંચમી વાર શતકીય ભાગીદારી નો કમાલ જોવા મળ્યો છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

બેયરીસ્ટો આજે પુરી મેચ દરમ્યાન એક લયમાં જોવા મળ્યા હતા. જોકે તે ત્રણ રન માટે શતક થી ચુકીને 97 રન પર આઉટ થઇ ગયા હતા. લીગમાં 97 રન પર આઉટ થનાર બીજા ખેલાડી બન્યા છે. આ પહેલા ગુજરાત લાયન્સ સામે ઋષભ પંત 97 ના સ્કોર પર આઉટ થયો હતો. ઉપરાંત ડેવીડ વોર્નર અને બેયરીસ્ટો ની જોડીએ ઓપનીંગ ના રુપમાં લીગમં 1000 રન પુરા કર્યા છે. આમ તે સાતમા જોડીદાર બન્યા છે કે જેમણે 1000 રન પુરા કર્યા હોય. તો વળી કમાલની વાત પણ એ છે કે લીગમાં ઓપનરના સ્વરુપમાં સૌથી મોટી ભાગીદારી કરવાનો રેકોર્ડ પણ આ બે બેટ્સમેનોના નામે જ છે. પાછળની સિઝનમાં આરસીબી સામે પ્રથમ વિકેટ માટે 185 રનની પાર્ટનરશીપ નોંધાવી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article