T-20: હૈદરાબાદે 88 રને દિલ્હી પર શાનદાર જીત મેળવી, દિલ્હી તોતીંગ સ્કોર સામે 131 રનમાં ઓલઆઉટ

|

Oct 27, 2020 | 11:34 PM

ટી-20 લીગની 13 મી સિઝનની 47 મી મેચ દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમાઇ. જેમાં દિલ્હીની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલીંગનો નિર્ણય કર્યો . હૈદરાબાદે શરુઆતથી જ સારી રમત રમવાની શરુઆત  કરી. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 03-05-2024 ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત એપ્રિલમાં […]

T-20: હૈદરાબાદે 88 રને દિલ્હી પર શાનદાર જીત મેળવી, દિલ્હી તોતીંગ સ્કોર સામે 131 રનમાં ઓલઆઉટ

Follow us on

ટી-20 લીગની 13 મી સિઝનની 47 મી મેચ દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમાઇ. જેમાં દિલ્હીની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલીંગનો નિર્ણય કર્યો . હૈદરાબાદે શરુઆતથી જ સારી રમત રમવાની શરુઆત  કરી.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

ઓપનરોની ધમાકેદાર બેટીંગને લઇને હૈદરાબાદે 20 ઓવરની રમતના અંતે 2 વિકેટ ગુમાવીને 219 રન કર્યા. જેના જવાબમાં દિલ્હી કેપીટલ્સ 131 રન કરીને ઓલ આઉટ થઇ ગઇ.

દિલ્હી કેપીટલ્સની બેટીંગ.

ટીમની કમનીસીબી શરુઆત બેટીંગમાં પ્રથમ ઓવરમાં જ શિખર ધવનની વિકેટ ગુમાવતા જ શરુ થઇ હતી.  14 રન પર માર્કસ સ્ટોઇનિશ આઉટ થયો. જોકે અજીંક્ય રહાણે એ ઓપનર તરીકે અને ઋષભ પંતે મધ્યમક્રમમાં પીચ પર ટકવા માટે પ્રયાસ કર્યો.

જોકે ટીમના 55 રનના સ્કોર પર રહાણે 19 બોલમાં 26 રન બનાવીને આઉટ થયો. 78 ના સ્કોર પર શ્રેયસ ઐયર પણ 07 રન કરીને આઉટ થયો. ઋષભ પંત પણ 36 રન કરીને આઉટ થયો. તુષાર દેશપાંડેએ 9 બોલમાં 20 રન કર્યા. જોકે 18.4 ઓવરમાં જ ટીમ ઓલઆઉટ થઇ ગઇ.

હૈદરાબાદની બોલીંગ.

રાશિદ ખાને 3 વિકેટ ઝડપી. તેણે 4 ઓવરમાં માત્ર 07 રન આપ્યા. સંદિપ શર્માએ ચાર ઓવરમાં 27 રન આપીને બે વિકેટ ઝડપી હતી. ટી નટરાજને પણ 2 વિકેટ 26 રન આપીને ઝડપી. શાહબાજ નદીમ, જેસન હોલ્ડર અને વિજય શંકરે 1-1 વિકેટ ઝડપી.

હૈદરાબાદની બેટીંગ.

ટોસ હારીને હૈદરાબાદની ટીમ બેટીંગ કરવા માટે મેદાનમાં ઉતરી હતી. ટીમે શરુઆત થી જ બેટીંગમાં જમાવટ કરતી રમત દાખવી હતી. બંને બેટ્સમેનોએ જબર દસ્ત રમત દાખવી હતી. રિધ્ધીમાન સહા અને કેપ્ટન ડેવિડ વોર્નર બંનેએ ટીમની રમતની શરુઆત કરી હતી. બંને એ શાનદાર રીતે રમીને 107 ભાગીદારી રન કર્યા હતા.

બંને ઓપનરોએ પ્રથમ બોલ થી જ આક્રમમક રુખ અપનાવ્યો હતો, બંનેએ અર્ધ શતક લગાવ્યા હતા. ટીમે પ્રથમ વિકેટ વોર્નરની ગુમાવી હતી, તે 34 બોલમાં 66 રન ફટકારીને આઉટ થયો હતો. બીજી વિકેટ સહાના રુપમાં ગુમાવી હતી, તેણે 45 બોલમાં 87 રન કર્યા હતા.

આમ પ્રથમ વિકેટ 107 રનના સ્કોર પર અને બીજી વિકેટ 170 રનના સ્કોર પર હૈદરાબાદે ગુમાવી હતી. બાદમાં 31 બોલમાં 44 રન કરીને મનિશ પાંડે અને 11 રન કરીનેકેન વિલિયમસન બંને નોટ આઉટ રહ્યા હતા.

દિલ્હી કેપીટલ્સની બોલીંગ.

એનરીચ નોર્તઝે અને આર અશ્વિને એક એક વિકેટ ઝડપી હતી. બંને એ જોકે રન પણ પ્રમાણમાં વધુ લુટાવ્યા હતા. ત્રણ ઓવરમાં અશ્વિને 35 રન અને એનરીચે ચાર ઓવરમાં 37 રન ગુમાવ્યા હતા. કાગીસો રબાડા એ પણ આજે 13.50 ની ઇકોનોમી સાથે રન ગુમાવ્યા હતા.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Next Article