T-20 Final: મુંબઇ સામે પંત અને ઐયરના ધમાકેદાર અર્ધ શતક સાથે 7 વિકેટે 156 રનનો સ્કોર, બોલ્ટની 3 વિકેટ

|

Nov 10, 2020 | 9:42 PM

ટી-20 લીગની ની 13 મી સિઝનની ફાનલ મેચ દુબઇના આંતરરાષ્ટ્રીય સ્ટેડીયમ ખાતે રમાઇ રહી છે. મુંબઇ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપીટલ્સ વચ્ચે ફાઇનલ મેચ રમાઇ રહી છે. મુંબઇ અગાઉ 4 વાર લીગને જીતી ચુકી છે. જ્યારે દિલ્હી પ્રથમ વાર ફાઇનલ સુધી પહોંચ્યું છે. Web Stories View more સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની […]

T-20 Final: મુંબઇ સામે પંત અને ઐયરના ધમાકેદાર અર્ધ શતક સાથે 7 વિકેટે 156 રનનો સ્કોર, બોલ્ટની 3 વિકેટ

Follow us on

ટી-20 લીગની ની 13 મી સિઝનની ફાનલ મેચ દુબઇના આંતરરાષ્ટ્રીય સ્ટેડીયમ ખાતે રમાઇ રહી છે. મુંબઇ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપીટલ્સ વચ્ચે ફાઇનલ મેચ રમાઇ રહી છે. મુંબઇ અગાઉ 4 વાર લીગને જીતી ચુકી છે. જ્યારે દિલ્હી પ્રથમ વાર ફાઇનલ સુધી પહોંચ્યું છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 દિલ્હીના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો. જોકે ટીમને ઇનીંગના પ્રથમ બોલ પર ઝટકો લાગી ગયો. જોકે કેપ્ટન શ્રેયસ ઐયર અને ઋષભ પંતે મુશ્કેલ સ્થિતીમાં ક્રિઝ પર વિકેટ ટકાવી અર્ધશતક લગાવ્યા. દિલ્હી કેપીટલ્સે 20 ઓવરના અંતે 7 વિકેટ ગુમાવીને 156 રન નો સ્કોર કર્યો હતો.

દિલ્હી કેપીટલ્સની બેટીંગ.

દિલ્હીની ટીમ વતી ઓપનર માર્કસ સ્ટોઇનીશને ટ્રેન્ટ બોલ્ટે શિકાર કર્યો. ઇનીંગના પ્રથમ બોલ પર જ દિલ્હીએ પ્રથમ વિકેટ ગુમાવી  હતી. ટ્રેન્ટની આગળની ઓવરમાં અજીંક્ય રહાણેને પણ પેવેલીયન મોકલી દેતા દિલ્હીની છાવણીમાં સન્નાટો છવાઇ ગયો હતો. રહાણે માત્ર બે રન બનાવીને આઉટ થયો હતો.

આ પછી પણ દિલ્હીની મુશ્કેલી વધતી ચાલી હોય એમ શિખર ધવન પણ 13 બોલમાં 15 રન કરીને જયંત યાદવના બોલ પર કલીન બોલ્ડ થઇ ગયો હતો. આમ 22 રનના સ્કોર પર જ ત્રણ વિકેટ ગુમાવી દીધી. જોકે  મુશ્કેલ સ્થિતીમાં ફમ ઋષભ પંત અને કેપ્ટન શ્રેયસ ઐયરે સ્થિતીની સંભાળીને મહત્વની ભાગીદારી કરી.

પંતે તેની 12 મુ અર્ધશતક લગાવ્યુ. 34 બોલમાં 56 કરીને તે આઉટ થયો હતો. કેપ્ટન શ્રેયસ ઐયર અંત સુધી ક્રિઝ પર રહીને 50 બોલમાં 65 રન ની શાનદાર પારી રમી.

 

મુંબઇ ઇન્ડિયન્સની બોલીંગ.

ટ્રેન્ટ બોલ્ટે જાણે કે આજે દિલ્હી સામે તરખાટ મચાવ્યો હતો. તેણે ઇનીંગના પહેલા બોલે જ સ્ટોઇનીશની મહત્વની વિકેટ ઝડપી હતી અને બાદમાં રહાણેને પણ શિકાર બનાવ્યો હતો, બાદમાં હેયટમેરને પણ ઝડપ થી આઉટ કરીને ચાર ઓવરમાં ત્રણ વિકેટ ઝડપી હતી.

નાથનકુલ્ટરે બે વિકેટ ઝડપી. જયંત યાદવે ધવનને ક્લીન બોલ્ડ કરી એક વિકેટ ઝડપી. કૃણાલ પંડ્યાએ 3 ઓવરમાં 30 રન આપ્યા. જસપ્રિત બુમરાહ પણ સિઝનની અંતિમ મેચમાં 4 ઓવર દરમ્યાન 28 રન આપીને વિકેટ ઝડપી શક્યો નહોતો.

 

 

 

Next Article