T-20: દિલ્હી સામે મુંબઇએ પાંચ વિકેટે 200 રનનો સ્કોર ખડક્યો, સુર્યકુમાર અને ઇશાનના દમદાર અર્ધશતક, અશ્વિનની ત્રણ વિકેટ

|

Nov 05, 2020 | 9:49 PM

ટી-20 લીગની 13 મી સિઝનની પ્રથમ ક્વોલીફાયર મેચ દુબઇના મેદાન પર રમાઇ રહી છે. મુંબઇ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપીટલ્સ ના વચ્ચે રમઇ રહેલી આ મેચમાં દિલ્હીના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને પહેલા બોલીંગ કરવા માટેનો નિર્ણય કર્યો હતો. સુર્યકુમાર યાદવ અને ઇસાન કિશાનના અર્ધ શતકની મદદ થી મુંબઇ ઇન્ડિયન્સે 20 ઓવરમાં 200 રનનો સ્કોર ખડક્યો […]

T-20: દિલ્હી સામે મુંબઇએ પાંચ વિકેટે 200 રનનો સ્કોર ખડક્યો, સુર્યકુમાર અને ઇશાનના દમદાર અર્ધશતક, અશ્વિનની ત્રણ વિકેટ

Follow us on

ટી-20 લીગની 13 મી સિઝનની પ્રથમ ક્વોલીફાયર મેચ દુબઇના મેદાન પર રમાઇ રહી છે. મુંબઇ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપીટલ્સ ના વચ્ચે રમઇ રહેલી આ મેચમાં દિલ્હીના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને પહેલા બોલીંગ કરવા માટેનો નિર્ણય કર્યો હતો. સુર્યકુમાર યાદવ અને ઇસાન કિશાનના અર્ધ શતકની મદદ થી મુંબઇ ઇન્ડિયન્સે 20 ઓવરમાં 200 રનનો સ્કોર ખડક્યો હતો.

PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ

મુંબઇ ઇન્ડિયન્સની બેટીંગ.

ટોસ હારીને પહેલા બેટીંગ કરવા માટે આવેલી ટીમ મુંબઇએ પહેલો ઝટકો 16 રન ના ટીમ સ્કોર પર અનુભવ્યો હતો. કેપ્ટન રોહિત શર્મા શુન્ય રન પર જ અશ્વિનનો શિકાર બન્યો હતો. તેના પછી ડીકોક અને સુર્યકુમાર યાદવે ઇનીંગને સંભાળી હતી. બંનેએ છ ઓવરના પાવર પ્લેમાં 63 રન બનાવ્યા હતા. આમી ઓવરમાં ડીકોક 25 બોલમાં 40 રનની તોફાની રમત રમીને અશ્વિનના બોલ પર કેચ આઉટ થયો હતો.

 

મુંબઇ માટે સુર્યકુમાર યાદવે 36 બોલમાં અર્ધ શતક લગાવ્યુ હતુ. તે નોર્તઝેનો શિકાર 51 રન કરીને થયો હતો. આમ મુંબઇને ત્રીજો ઝટકો મળ્યો હતો. ટીમે ચોથી વિકેટ કિરોન પોલાર્ડના સ્વરુપમાં ગુમાવી હતી, પોલાર્ડ શુન્ય રન પર જ અશ્વિનના બોલ પર કેચ આઉટ થયો હતો.

કૃણાલ પંડ્યા પણ 13 રન બનાવીને માર્કસ સ્ટોઇનીસના બોલ પર કેચ આઉટ થયો હતો. અંતમાં ઇસાન કિશન અને હાર્દીક પંડ્યાએ તોફાની રમત રમી હતી. બંને ઝડપ થી સ્કોર બોર્ડને ફેરવ્યુ હતુ. ઇશાન કિશને 30 બોલમાં 55 રન કર્યા હતા, જ્યારે હાર્દિકે અણનમ 14 બોલમાં 37 રન કર્યા હતા. હાર્દીકે પાંચ છગ્ગા લગાવ્યા હતા. અંતિમ ત્રણ ઓવરમાં જ 55 રન બંનેએ ફટકાર્યા હતા.

દિલ્હી કેપીટલ્સ બોલીંગ.

આર અશ્વિને મહત્વની મેચમાં સારો દેખાવ કર્યો હતો. તેણે તેની બોલીંગ વડે મુંબઇ ની મુશ્કેલીઓને વધારવા માટે સત પ્રયાસ કર્યો હતો. અશ્વિને ત્રણ મહત્વની વિકેટો ઝડપી હતી. જેમાં ઓપનર અને કેપ્ટન રોહિત શર્મા, ક્વિન્ટન ડીકોક અને પોલાર્ડની વિકેટો નો સમાવેશ થાય છે. તેણે ચાર ઓવરમાં 29 રન ગુમાવ્યા હતા. આ ઉપરાંત એનરીચ નોર્ત્ઝે અને માર્કસ સ્ટોઇનીસે પણ એક એક વિકેટ મહત્વની ઝડપી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Next Article