T-20: શુક્રવારે ચેન્નાઇ વિરુદ્ધ દિલ્હીનો મુકાબલો, દિલ્હીને અશ્વિનની પરેશાની, ચેન્નાઈને ધોનીના બેટીંગ ક્રમન ચિંતા.

|

Sep 25, 2020 | 7:33 AM

ટી-20 લીગની સાતમી મેચ દુબઇમાં શુક્રવારે દુબાઇમાં ભારતીય સમયાનુસાર 07.30 વાગ્યે રમાશે. ચેન્નાઇ સુપર કિંગ્સ અને દિલ્હી કેપીટલ્સ વચ્ચે લીગની સાતમી મેચ રમાશે. ચેન્નાઇ તેની ત્રીજી મેચ રમશે અને તેમાં કેપ્ટન ધોનીને તેનો પોતાનો બેટીંગ ક્રમને લઇને વિચાર માંગી લેશે.શારજાહમાં રાજસ્થાન રોયલ્સ સામે મળલી હાર ને લઇને તેમના સ્પિનરોની બોલીંગ અને છેલ્લી ઓવરને જવાબદાર ઠેરવી […]

T-20: શુક્રવારે ચેન્નાઇ વિરુદ્ધ દિલ્હીનો મુકાબલો, દિલ્હીને અશ્વિનની પરેશાની, ચેન્નાઈને ધોનીના બેટીંગ ક્રમન ચિંતા.

Follow us on

ટી-20 લીગની સાતમી મેચ દુબઇમાં શુક્રવારે દુબાઇમાં ભારતીય સમયાનુસાર 07.30 વાગ્યે રમાશે. ચેન્નાઇ સુપર કિંગ્સ અને દિલ્હી કેપીટલ્સ વચ્ચે લીગની સાતમી મેચ રમાશે. ચેન્નાઇ તેની ત્રીજી મેચ રમશે અને તેમાં કેપ્ટન ધોનીને તેનો પોતાનો બેટીંગ ક્રમને લઇને વિચાર માંગી લેશે.શારજાહમાં રાજસ્થાન રોયલ્સ સામે મળલી હાર ને લઇને તેમના સ્પિનરોની બોલીંગ અને છેલ્લી ઓવરને જવાબદાર ઠેરવી શકાય. જોકે ચેન્નાઇના બેટ્સમેનો પણ પોતાની જવાબદારીથી હટી શકે નહી.ખાસ કરીને મુરલી વિજય, કેદાર જાદવ અને ખુદ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કેપ્ટન ધોની સાતમાં નંબર પર બેટીંગ કરવા માટે ઉતર્યા હતા. તેમે સેમ કરણ, જાદવ અને રુતુરાજ ગાયકવાડ ને પોતાના થી પહેલા બેટીંગ ક્રમ પર રમવા માટે મેદાનમાં મોકલ્યા હતા. જોકે આ રણનીતી તેમના માટે સંપુર્ણ પણે નિષ્ફળ રહી હતી. જેના કારણે ફાફ ડુ પ્લેસિસ પર ઓછા સમયમાં વધુ રન બનાવવાનુ દબાણ વધી ગયુ હતુ. ધોનીના પ્રશંશકો પણ તેના છગ્ગા લગાવવાની કાબેલીયતના હજુ પણ ચાહક છે. જોકે નજીકથી જોવામાં આવે તો ધોની ઝડપી બોલરો સામે ઝડથી રમત નથી દાખવી શકાઇ. જ્યારે મધ્યમ ગતીના બોલર ટોમ કુરન બોલીંગ કરવા માટે બોલ લઇને આવ્યો તો તુરત જ ધોની આક્રમક મુડમાં દેખાયો હતો. પરંતુ તે સમયે મેચ જ પુર્ણતાને આરે પહોંચી ચુકી હતી.

દિલ્હી કેપીટલ્સને શુરુઆતી મેચ જીતવાને લઇને ખેલાડીઓનો આત્મવિશ્વાસ પણ વધી ગયો છે. રવિચંદ્રન અશ્વિનને ખભાની ઇજાને લઇને તેની ગેરહાજરીની સંભાવના છે. જેથી દિલ્હીએ તેની બોલીંગ લાઇન અપમાં ફેરફાર કરવો આવશ્યક છે. જો અશ્વિન મેદાનમાં નથી આવી શકતો તો, સિનિયર સ્પિનર અમિત મિશ્રા ને અક્ષર પટેલના જોડીદાર તરીકે મેદાનમાં લાવી શકાય છે.

મોટી બાઉન્ડ્રી હોવાને લઇને સ્પિનરોને બોલને વધુ ઉછાળ આપીને આક્રમણ કરવામાં મદદ મળી શકે છે. આ ઉપરાંત ઝડપી બોલર મોહિત શર્મા ના પ્રદર્શન થી પણ આશા રાખી શકાય છે. મોહિતે લોકેશ રાહુલને આઉટ કર્યો હતો, જોકે તેણે અંતિમ ઓવરોમાં મુશ્કેલીમાં ઢીલા બોલ નાંખ્યા હતા. જોકે કાગીસો રબાડાએ સારી બોલીંગ છેલ્લી મેચમાં કસીને કરી હતી.

સીએસકે જેવી ટીમ અંતિમ દશ ઓવરોમાં આક્રમણ કરવાનુ પસંદ કરે છે. તો દિલ્હી કેપીટલ્સ હર્ષલ પટેલને પણ અજમાવી શકે છે. જે કોઇપણ સ્થાન પર એક બેટ્સમેન તરીકે કામ આવી શકે છે. કારણ કે ઘરેલુ ક્રિકેટમાં તેણે સારી રમત દાખવી છે. શિમરોન હેટમોયર ને એક તક આપી શકાય છે. જો રીકી પોન્ટીંગ એલેક્સ કૈરી ના રુપમાં જો કોઇ સ્થિરતા લાવવા માટે નથી વિચારતા તો. દિલ્હી ની ટીમમાં પૃથ્વી શો, શિખર ધવન, રુષભ પંત, કેપ્ટન શ્રેયસ ઐયર અને પાછળની મેચના હિરો માર્કસ સ્ટોઇનિસ જેવા મોટા હિટર બેટ્સમેન છે. જે રવિન્દ્રસિંહ જાડેજા અને પિયુષ ચાવલાને ચુનૌતી આપી શકે છે.

દિલ્હી કેપીટલ્સ ટીમઃ કેપ્ટન શ્રેયસ ઐયર, રવિચંદ્રન અશ્વિન, શિખર ધવન, પૃથ્વી શો, શિમરોન હેટમાયર, કૈગિસો રબાડા, અજિંક્ય રહાણે, અમિત મિશ્રા, રુષભ પંત, ઇશાંત શર્મા, અક્ષર પટેલ, સંદિપ લામિછાને, કિમો પોલ, ડેનિયલ સૈમ્સ, મોહિત શર્મા, એનરીક નોત્ર્જે, એલેક્સ કૈરી, આવેશ ખાન, તુષાર દેશપાંડે, હર્ષલ પટેલ, માર્કસ સ્ટોઇનિસ અને લલિત યાદવ.

ચૈન્નાઇ સુપર કિંગ્સ ટીમઃ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની, મુરલી વિજય, અંબાતી રાયડુ, ફાફ ડુ પ્લેસિસ, શેન વોટ્સન, કેદાર જાદવ, ડ્રેન બ્રાવો, રવિન્દ્રસિંહ જાડેજા, લુંગી એનગિડી, દિપક ચહર, પિયુષ ચાવલા, ઇમરાન તાહિર, મિશેલ સેંટનર, જોશ હૈઝલવુડ, શાર્દુલ ઠાકુર, સૈમ કુર્રન, એન જગદીશન, કેએમ આસિફ, મોનુ કુમાર, આર સાઇ કિશોર, રુતુરાજ ગાયકવાડ અને કર્ણ શર્મા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article