T-20: દિલ્હી કેપીટલ્સની કારમી હાર, કિંગ્સ ઇલેવન પંજાબ માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે, જાણો કેમ ?

|

Nov 01, 2020 | 11:33 AM

ટી-20 ટુર્નામેન્ટનું આયોજન ભારતમાં હોય કે પછી વિદેશી ધરતી પર, આ ટુર્નામેન્ટનો રોમાંચ ક્યારેય ઓછો થઇ શકે એમ નથી. દરેક વખતની જેમ આ વખતે પણ ટી-20 લીગની 90 ટકા થી વધુ મેચ રમાઇ ચુકી છે, તેમ છતાં પણ હજુ સુધી પ્લેઓફની ચારેય ટીમોનો ફેંસલો હજુ સુધી આવી શક્યો નથી. ફક્ત મુંબઇ ઇન્ડિયન્સ એક માત્ર ટીમ […]

T-20: દિલ્હી કેપીટલ્સની કારમી હાર, કિંગ્સ ઇલેવન પંજાબ માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે, જાણો કેમ ?

Follow us on

ટી-20 ટુર્નામેન્ટનું આયોજન ભારતમાં હોય કે પછી વિદેશી ધરતી પર, આ ટુર્નામેન્ટનો રોમાંચ ક્યારેય ઓછો થઇ શકે એમ નથી. દરેક વખતની જેમ આ વખતે પણ ટી-20 લીગની 90 ટકા થી વધુ મેચ રમાઇ ચુકી છે, તેમ છતાં પણ હજુ સુધી પ્લેઓફની ચારેય ટીમોનો ફેંસલો હજુ સુધી આવી શક્યો નથી. ફક્ત મુંબઇ ઇન્ડિયન્સ એક માત્ર ટીમ ટી-20 લીગમા ક્વોલીફાઇ થઇ શકી છે. તો વળી ટી-20 લીગની 13 મી સિઝનની 51 મી મેચમાં દિલ્હી કેપીટલ્સને મળેલી કારમી હાલ થી કિંગ્સ ઇલેવન પંજાબને રાહત થઇ શકે એમ છે. તેને આ વાતનો મળનારા ફાયદાના હિસાબને માંડતા હવે પ્લેઓફની રેસ એકદમ દિલ ચસ્પ બની ચુકી છે.

દિલ્હી ની ટીમને મુંબઇએ આ મેચમાં નવ વિકેટે હરાવ્યુ છે. અને મુંબઇ ઇન્ડિયન્સએ 15 ઓવરમાં જ મેચને ખતમ કરી લીધી હતી. જેનો સિધો ફાયદો હવે કિંગ્સ ઇલેવનના ખાતામાં જમા થઇ રહ્યો છે. કારણ કે દિલ્હી કેપીટલની ટીમ નો નેટ રન રેટ કિંગ્સ ઇલેવન પંજાબ ના મુકાબલે ઘણો જ ઓછો છે. હવે જો દિલ્હીની ટીમ પોતાની આગળની મેચને પણ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે હારી જાય છે, સાથે જ કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સ ને હરાવી દે છે તો ચિત્ર બદલાઇ જાય એમ છે. એટલે કે હિસાબે આખરે ટોપ ફોરમાં પંજાબની સ્થિતી બની જાય છે, આમ આવા સંયોગ પંજાબને પ્લેઓફની વાત બનાવી દે એમ છે.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

દિલ્હીની હાર પછી ટી-20 લીગની પ્લેઓફની રેસ ખુબ જ દિલચસ્પ બની ગઇ છે. ચેન્નાઇ સુપર કિંગ્સ ને છોડીને બાકીની તમામ ટીમો હજુ પણ પ્લેઓફની રેસમાં બનેલી છે. મુંબઇ ઇન્ડિયન્સની ટીમ એક નંબર પર છે, અને તે પ્લેઓફ માટે ક્વોલીફાઇ કરી ચુકી છે. જોકે દિલ્હી કેપીટલ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, કિંગ્સ ઇલેવન પંજાબ, કલકત્તા નાઇટ રાઇડર્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ આ બધી જ ટીમો પાસે હજુ પણ પ્લેઓફની તક જીવંત છે. બેંગ્લોરે હવે તેની બાકી બચેલી બંને મેચ માંથી ક જ મેચમાં જીત હાંસલ કરવાની છે. કારણ કે તેની પાસે 14 અંક છે.

આ પણ વાંચોઃ T-20: રોહિત શર્માને શેની છે ઈજા ? કીરોન પોલાર્ડે કર્યો ખુલાસો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article