T-20: ક્રિસ ગેઇલે બનાવ્યો સિકસરનો વર્લ્ડ રેકોર્ડ, જેને તોડવો હવે લગભગ અશક્ય

|

Oct 31, 2020 | 8:26 AM

ટી-20 લીગની 50 મી મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે કિંગ્સ ઇલેવન પંજાબના બેટ્સમેન ક્રિસ ગેઇલે, બેટને જમાવીને ધમાકેદાર રમત દાખવી હતી. ક્રિસ ગેઇલ રાજસ્થાન સામે જ્યારે સાતમો છગ્ગો લગાવ્યો હતો, ત્યારે તેણે અદભુત વિશ્વ રેકોર્ડ પણ બનાવી દીધો હતો. રાજસ્થાન સામે ક્રિસ ગેઇલે એક પછી સાત છગ્ગા લગાવ્યા હતા. ત્યાર પછી દુનિયાનો એક એવો પ્રથમ બેટ્સમેન […]

T-20: ક્રિસ ગેઇલે બનાવ્યો સિકસરનો વર્લ્ડ રેકોર્ડ, જેને તોડવો હવે લગભગ અશક્ય

Follow us on

ટી-20 લીગની 50 મી મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે કિંગ્સ ઇલેવન પંજાબના બેટ્સમેન ક્રિસ ગેઇલે, બેટને જમાવીને ધમાકેદાર રમત દાખવી હતી. ક્રિસ ગેઇલ રાજસ્થાન સામે જ્યારે સાતમો છગ્ગો લગાવ્યો હતો, ત્યારે તેણે અદભુત વિશ્વ રેકોર્ડ પણ બનાવી દીધો હતો. રાજસ્થાન સામે ક્રિસ ગેઇલે એક પછી સાત છગ્ગા લગાવ્યા હતા. ત્યાર પછી દુનિયાનો એક એવો પ્રથમ બેટ્સમેન બની ગયો હતો કે, જેણે ટી-20 ક્રિકેટમાં 1000 છગ્ગા લગાવ્યા છે.

કેરેબિયન બેટ્સમેન ક્રિસ ગેઇલે ટી-20 ક્રિકેટ ફોર્મેટમાં 1000 છગ્ગાં પૂરા કરી લીધા છે. આ મેચ થી પહેલા તેણે 409 ટી-20 મેચમાં 993 છગ્ગા ફટકાર્યા હતા. ક્રિસ ગેઇલેનો આ રેકોર્ડ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ની સાથે સાથે ટી-20 ક્રિકેટ ની મેચોને મળાવીને છે. જે તેઓ દુનિયાભરની લીગ ક્રિકેટમાં રમ્યો છે. ક્રિસ ગેઇલે ના પછી બીજા નંબર પર વેસ્ટ ઈન્ડિઝનો જ ખેલાડી છે. જે સો-બસો નહીં પરંતુ 300 થી વધુ છગ્ગા દૂર છે. ક્રિસ ગેઇલે 410 મેચોમાં 1000 છગ્ગા ફટકારી દીધા છે. જ્યારે આ લિસ્ટમાં બીજા નંબર ઉપર કિરોન પોલાર્ડ છે, જે 524 મેચોમાં 690 છગ્ગા લગાવી ચૂક્યો છે. ત્રીજા નંબર પર ન્યૂઝીલેન્ડનો ક્રિકેટર બ્રેડન મેક્કુલમ છે જેણે 485 છગ્ગા લગાવ્યા હતા. જોકે તેણે હવે ક્રિકેટના તમામ ફોર્મેટ થી સંન્યાસ લઇ લીધો છે. ચોથા નંબર પર ઓસ્ટ્રેલિયાઇ દિગ્ગજ ક્રિકેટર શેન વોટ્સન છે જેણે 467 છગ્ગા લગાવ્યા છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

શુક્રવારની મેચમાં 63 બોલમાં છ ચોગ્ગા અને આઠ છગ્ગાની મદદથી 99 રનની ઇનિંગ્સ રમી હતી. ક્રિસ ગેઇલ ટી-20માં પોતાના સાતમાં શતકને ચુકી ગયો હતો. જોકે તેની આ ઇનીંગ દરમિયાન તેનો સ્ટ્રાઇક રેટ 157.14 નો રહ્યો હતો. જેના કારણે ટીમ એક મોટો સ્કોર સર્જી શકી હતી. અંતિમ ઓવરમાં ક્રિસ ગેઇલ શતક પૂરુ કરી શકતો હતો, પરંતુ જોફ્રા આર્ચરે તેને એક શાનદાર યોર્કર બોલ વડે ક્લીન બોલ્ડ કરી દીધો હતો.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article