T-20: હારવા છતાં પણ મોટી બાજી જીતી ગઇ ટીમ બેંગ્લોર, ટી-20 લીગના પ્લેઓફમાં પહોંચી ગઇ છે આ ત્રણ ટીમો

|

Jan 16, 2021 | 12:35 PM

યુએઇમાં રમાઇ રહેલ ટી-20 લીગના 55 મેચ રમાઇ ચુકી છે. જોકે આમ છતાં પણ હજુ સુધી ટી-20 લીગમાં પ્લેઓફમાં ચારેય ટીમો હજુ સુધી પુરી રીતે જાહેર થઇ શકી નથી. આ વાતનો ફેંસલો મંગળવારે મુંબઇ ઇન્ડિયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ ના વચ્ચે અંતિમ લીગ મેચ રમાઇ ચુક્યા બાદ જ થશે. ટી-20 લીગના પ્લેઓફમાં ત્રણ ટીમો અધિકારીક રીતે […]

T-20: હારવા છતાં પણ મોટી બાજી જીતી ગઇ ટીમ બેંગ્લોર, ટી-20 લીગના પ્લેઓફમાં પહોંચી ગઇ છે આ ત્રણ ટીમો

Follow us on

યુએઇમાં રમાઇ રહેલ ટી-20 લીગના 55 મેચ રમાઇ ચુકી છે. જોકે આમ છતાં પણ હજુ સુધી ટી-20 લીગમાં પ્લેઓફમાં ચારેય ટીમો હજુ સુધી પુરી રીતે જાહેર થઇ શકી નથી. આ વાતનો ફેંસલો મંગળવારે મુંબઇ ઇન્ડિયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ ના વચ્ચે અંતિમ લીગ મેચ રમાઇ ચુક્યા બાદ જ થશે. ટી-20 લીગના પ્લેઓફમાં ત્રણ ટીમો અધિકારીક રીતે ક્વોલીફાઇ કરી ચુકી છે. દિલ્હી કેપીટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાયેલ ટી-20 લીગના 13 સિઝનના 55 મેચમાં ભલે બેંગ્લોર મેચને હારી ચુક્યુ હોય, તેમ છતાં પણ તે મોટી બાજીને જીતી લેવામાં સફળ બની ગયુ છે.

 

દિલ્હી કેપિટલ્સ સામે ભલે બેંગ્લોર ની ટીમ છ વિકેટ થી હારી ગઇ છે. પરંતુ બેંગ્લોર ટી-20 લીગના પ્લેઓફમાં ક્વોલીફાઇ થઇ ગયુ છે. બેંગ્લોર થી પહેલા મુંબઇ ઇન્ડિયન્સ અને આ મેચને જીતવા બાદ દિલ્હી કેપીટલ્સ પણ ટી-20 લીગમાં પ્લેઓફમાં પહોંચી ગઇ છે. દિલ્હીની ટીમને માટે ખાસ વાત એ રહી છે કે, ટીમે 16 અંક હાંસલ કર્યા છે અને ટી-20 લીગના પોઇન્ટ ટેબલમાં પણ બીજુ સ્થાન  હાંસલ કર્યુ છે. આવામાં દિલ્હી માટે ફાઇનલમાં પહોંચવા માટે બે મોકા મળશે. પ્રથમ ક્વોલીફાયર મેચમાં દિલ્હીની ટક્કર મુંબઇ ઇન્ડિયન્સ સામે થશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ટી-20 લીગમાં પોતાની અંતિમ મેચને રમવા માટે મેદાનમાં ઉતરેલી બેંગ્લોરની ટીમે પ્રથમ બેટીંગ કરતા 152 રન સાત વિકેટ ગુમાવીને બનાવ્યા હતા. મેચ દરમ્યાન જ ટીમને ખ્યાલ આવ્યો હતો કે, બેંગ્લોરની ટીમ જો 17.2 ઓવર સુધી દિલ્હીને જીત થી દુર રાખે છે તો, બેંગ્લોરનો રન રેટ કેકેઆર કરતા સારો થઇ શકે છે. જો કે આખરે મેચમાં તે જ થયુ, 19મી ઓવરમાં દિલ્હી કેપિટલ્સ મેચને જીતી શક્યુ હતુ. આમ આરસીબી એ પ્લેઓફમાં જગ્યા બનાવી લીધી હતી.

મુંબઇ ઇન્ડિન્સ, દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ પ્લેઓફમાં પહોંચી ગઇ છે. જોકે ચોથી ટીમ નો ફેંસલો મુંબઇ ઇન્ડિયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે થનારી મેચના બાદ થશે. જો આ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ ની ટીમ ને જીત મળી જાય છે તો, તે સીધી જ પ્લેઓફમાં સ્થાન પામશે. જો મુંબઇ હૈદરાબાદને હરાવી લે છે તો, કલકત્તા નાઇટ રાઇડર્સ ટી-20 લીગમાં પ્લેઓફમાં સ્થાન પામી શકે છે. કારણ કે કલકત્તા પાસે પણ 14 અંક છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 12:42 pm, Tue, 3 November 20

Next Article